Anmol Gagan Maan Wedding: લગ્નના તાંતણે બંધાઈ પંજાબ કેબિનેટની સૌથી સુંદર મંત્રી, જુઓ તસવીરો
Anmol Gagan Maan Wedding: જાબ સરકારની કેબિનેટ મંત્રી અનમોલ ગગન માને આજે વકીલ શહબાજ સિંહ સાથે લગ્નના તાંતણે બંધાઈ છે. કેબિનેટ મંત્રી અનમોલ ગગન માને અને શાહબાજ સિંહે લગ્ન જીવનની શરૂઆત કરી છે. આ લગ્ન મોહાલીમાં આવેલા જીરકપુરના નાભા સાહિબ ગુરુદ્વારામાં યોજવામાં આવ્યા હતા.
અનમોલ માનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
શાહબાઝ જીરકપુરમાં રિયલ એસ્ટેટનું કામ પણ કરે છે
અકાલી દળના રણજીત સિંહ ગિલને ભારે માર્જિનથી હરાવ્યા
તો Cabinet Ministe Anmol Gagan Maan ના લગ્નમાં સાહિબ ગુરુદ્ધારામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તે ઉપરાંત Cabinet Ministe Anmol Gagan Maan ના લગ્નમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ નવવિવાહિત દંપતિને આર્શીવાદ આપવા પહોંચ્યા હતા. જોકે Anmol Gagan Maan ના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, નવવિવાહિત દંપતી શાનદાર દેખાઈ રહ્યા છે.
Heartiest congratulations to Cabinet Minister @AnmolGaganMann ji for starting a new journey of life
Wish you a very happy and blessed married life ahead.😍😍 pic.twitter.com/Ib5ME39pVp
— Gurdeep guru (@Gurdeepgurus) June 16, 2024
શાહબાઝ જીરકપુરમાં રિયલ એસ્ટેટનું કામ પણ કરે છે
તો આ Anmol Gagan Maan આ અમૂલ્ય દિવસ પર બેબી પિંક કલરનું ઘરચોળું પહેર્યું હતું. તેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તો શાહબાજે પાંરપારિક શેરવાની સાથે ગુલાબી રંગની પાઘડી પહેરી હતી. બંનેએ પરિવારના સભ્યોની હાજરીમાં આ પ્રસંગની ઉજવણી કરી અને નાભા સાહિબ ગુરુદ્વારામાં શિશનમન કર્યા. Anmol Gagan Maan ના પતિ વ્યવસાયે વકીલ છે અને ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે. શાહબાઝ જીરકપુરમાં રિયલ એસ્ટેટનું કામ પણ કરે છે.
Punjab cabinet minister @AnmolGaganMann ties knot at Nabha Sahib Gurudwara in Zirakpur pic.twitter.com/DIhOi7Fskv
— Nikhil Sharma (@nikhilsharmaht) June 16, 2024
અકાલી દળના રણજીત સિંહ ગિલને ભારે માર્જિનથી હરાવ્યા
લગ્ન બાદ મંત્રી Anmol Gagan Maan તેના પતિ શાહબાઝના પરિવાર સાથે ચંદીગઢમાં રહેશે. તમને જણાવી દઈએ કે મંત્રી અનમોલ ગગન માન રાજકારણમાં આવતા પહેલા એક પ્રખ્યાત ગાયક હતી. તેમણે 2014 થી 2020 ની વચ્ચે ઘણા હિટ પંજાબી ગીતો ગાયા છે. વર્ષ 2020માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પોતાનો સમગ્ર સમય રાજકારણમાં સમર્પિત કર્યો હતો.2022 ની વિધાનસભા ચૂંટણીમાં, તેમણે AAP ની ટિકિટ પર હલકા ખરરથી ચૂંટણી લડી હતી અને અકાલી દળના રણજીત સિંહ ગિલને ભારે માર્જિનથી હરાવ્યા હતા.
આ પણ વાંચો: Vandana Suryavanshi: EVM Machine કોઈ ફોન કે યંત્ર દ્વારા અનલોક કરી શકાય તેમ નથી!