Amit Shah Press Conference: કેજરીવાલની હત્યાની સાજિશ પર અમિત શાહે કહ્યું, લેખિતમાં આપો તો...
Amit Shah Press Conference: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના સમયગાળામાં દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટી (AAP) ના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) હાલ જેલના સળીયા ગળી રહ્યા છે. દિલ્હી શરાબનીતિના કૌભાંડ (Delhi Liquor Case) માં તેમને સજા ફટકારવામાં આવી છે. તો આ બધાની વચ્ચે એવી ખબરો સામે આવી છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) ની જેલની અંદર હત્યા કરવાની કોશિશ કરવામાં આવી છે.
દિલ્હીના મુખ્યમંત્રીની પત્ની અને આપ પાર્ટીનો દાવો
હત્યાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રીએ આપ્યો જવાબ
કોંગ્રેસ ભાજપને લઈ ખોટા દાવો કરી રહી છે
એક અહેવાલ અનુસાર, આપના નેતા સંજ્ય સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી (CM Arvind Kejriwal) ની પત્નીએ પણ તેમની હત્યા કરવાની કોશિશનો દાવો કર્યો છે. તો બીજી તરફ તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી (Central Home Minister) તથા ગાંધીનગર લોકસભા બેઠક (Lok Sabha Election) ના ઉમેદવાર અમિત શાહે (Amit Shah) પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તેમને આ ઘટનાને લઈ એક પત્રકાર દ્વારા પશ્ન પૂછવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Karnataka : તે રસોડામાં આવતો અને પછી….
દિલ્હીના મુખ્યમંત્રીની હત્યા પર કેન્દ્રીય ગૃહ મંત્રીનો જવાબ
AAP - केजरीवाल को जेल में मारने की साज़िश है @AmitShah जी - तिहाड जेल दिल्ली सरकार के अंडर ही आती है, केजरीवाल को देखना चाहिए कि उनके लोगो में कौन उनकी जान का दुश्मन है
😀😀😀 pic.twitter.com/Wi9Ylup545— Kapil Mishra (Modi Ka Pariwar) (@KapilMishra_IND) April 30, 2024
તેમને પૂછવામાં કહેવામાં આવ્યું હતું કે, દિગ્વિજય સિંહનું કહેવું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના મોતની દુઆ કરવામાં આવી રહી છે. તો તેમની પત્નીનું કહેવું છે કે, તેમના પતિની ભાજપના નેતાઓ દ્વારા જેલમાં હત્યાની સાજીશ કરવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી (Central Home Minister) અમિત શાહે (Amit Shah) આ પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલ (CM Arvind Kejriwal) નું સાશન ચાલે છે. તેથી જેલ પ્રસાશન પણ તેમના હાથમાં જ છે. તેથી જે વાત થઈ રહી છે, તે તદ્દન અફવાઓ છે. તેમ છતાં મને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે, તો ચોક્કસથી ખાસ કદમ લેવામાં આવશે.
આ પણ વાંચો: Madhya Pradesh: જાણો કેમ આ શાળા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની? થયું ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવું
કોંગ્રેસ ભાજપને લઈ ખોટા દાવો કરી રહી છે
તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ખોટા દાવા કરી રહી છે કે ભાજપ સરકાર બંધારણ બદલવા માંગે છે. કોંગ્રેસ જુઠ્ઠુ બોલી રહી છે કે ભાજપ સત્તામાં આવશે તો અનામત રદ કરી દેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી (Central Home Minister) અમિત શાહે (Amit Shah) એમ પણ કહ્યું કે જનતાના આશીર્વાદ અને સમર્થનથી ભાજપ 400 થી વધુ લોકસભા સીટો (Lok Sabha Election) ના તેના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.
આ પણ વાંચો: PM Modi Write letter: તમારા જેવા ઉર્જાવાન સાથીઓ મને સંસદમાં મજબૂત કરશે