ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

વિકાસની ગુલબાંગો વચ્ચે 37 લાખ એડમિશન ઘટ્યા, વિદ્યાર્થીઓની સંખ્યામાં 16 લાખનો ઘટાડો

ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર વર્ષ 2023-24 માં આશરે 37 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો.
05:15 PM Jan 02, 2025 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
Educational report of Gujarat

નવી દિલ્હી : ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર વર્ષ 2023-24 માં આશરે 37 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો. જેમાં 16 લાખ તરૂણીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2022-23 ની તુલનાએ 2023-24 માં શાળા છોડનારી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. શિક્ષણ મંત્રાલયની એકીકૃત જિલ્લા શિક્ષણ માહિતી પ્રણાલી (UDISE) ના એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

2023-24 માં વિદ્યાર્થીઓ ઘટ્યા

રિપોર્ટ અનુસાર 2022-23 માં કૂલ 25.17 કરોડ વિદ્યાર્થીઓ શાળામાં નોંધાયેલા હતા, જ્યારે 2023-24 માં આ સંખ્યા ઘટીને 24.80 કરોડ રહી ગઇ અને 2021-2022 માં આશરે 26.52 કરોડ હતું. જેના અનુસાર પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓનાં ઉમેદવારી 37.45 લાખનો ઘટાડો થયો છે. આ પ્રકારે 2023-24 માં યુવતીઓની (તરૂણીઓ) ઉમેદવારીમાં 16 લાખનો ઘટાડો આવ્યો. જ્યારે યુવકો (તરુણો) માં 21 લાખનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો : Surat: મંદિર બહાર બેઠેલી ભિક્ષુકને કારચાલકે કચડી નાખી, સામે આવ્યાં હૃદય કંપાવતા CCTV

લઘુમતીની ભાગીદારી

UDISE 2023-24 માં પહેલીવાર વિદ્યાર્થીઓનો વ્યક્તિગત્ત ડેટા અને સ્વૈચ્છિક આધાર પર તેમના આધાર નંબર એકત્ર કરવામાં આવ્યા હતા. 2023-24 સુધી 19.7 કરોડ વિદ્યાર્થીઓએ પોતાનો આધાર નંબર શેર કર્યો હતો. કૂલ ઉમેદવારીના 20 ટકા વિદ્યાર્થી લઘુમતી સમુદાયના હતા. જેમાં 79.6 ટકા મુસ્લિમ, 10 ટકા ક્રિશ્ચિયન, 6.9 ટકા શીખ, 202 ટકા બૌદ્ધ, 1.3 ટકા જૈન અને 0.1 ટકા પારસી સમુદાયના હતા.

જાતીય વર્ગીકરણ

રિપોર્ટ અનુસાર નેશનલ લેવલ પર નોંધાયેલા ડેટા અનુસાર 26.9 ટકા વિદ્યાર્થીઓ સામાન્ય વર્ગ, 18 ટકા અનુસૂચિત જાતિ, 9.9 ટકા અનુસુચિત જનજાતી અને 45.2 ટકા અન્ય પછાત વર્ગમાંથી આવતા હતા. રિપોર્ટમાં તે પણ ખુલાસો થયો કે, અલગ અલગ રાજ્યોમાં શાળા, શિક્ષકો અને ઉમેદવારીની ઉપલબ્ધતા અલગ અલગ છે.

આ પણ વાંચો : કોચ અને ખેલાડીઓ વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત રહેવી જોઈએ : ગૌતમ ગંભીર

ઘોસ્ટ સ્ટુડન્ટની ઓળખ

વ્યક્તિગત ડેટાથી નકલી વિદ્યાર્થીઓની ઓળખ અને સરકારીઓ યોજનાઓનો લાભ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં મદદમળી. જેના કારણે સરકારી ખર્ચમાં પણ બચત થઇ અને સારું મેનેજમેન્ટ કરી શકાયું. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, પહેલીવાર જ્યારે રાષ્ટ્રીય સ્તર પર વ્યગ્તિગત વિદ્યાર્થીઓના ડેટા એકત્ર કરવામાં આવ્યા છે. આ ડેટા 2021-22 અથવા તેની પહેલાના આંકડાથી તુલનાત્મક નથી. આ પ્રક્રિયા શાળા અનુસાર ડેટાથી અલગ છે. જેમાં શિક્ષણ પ્રણાલીની વાસ્તવિક સ્થિતિ સામે આવે છે.

ગુજરાતમાં વિદ્યાર્થીઓની તુલનાએ શાળા ઓછી

ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, અસમ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ અને રાજસ્થાનમાં શાળાઓની સંખ્યા વિદ્યાર્થીઓની તુલનાએ વધારે છે. તેલંગાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર તમિલનાડુ, દિલ્હી અને બિહારમાં વિદ્યાર્થીઓની સંખ્યા શાળા કરતા વધારે છે. જે રિપોર્ટ દર્શાવે છે કે, નવી ડેટા પ્રણાલીથી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ અને શિક્ષણમાં પ્રગતિને સટીકતાથી ટ્રેક કરી શકાય છે. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં TMC કાઉન્સિલરની ગોળી મારીને હત્યા, CMએ ઘટના પર શોક વ્યક્ત કર્યો

Tags :
decline in enrollment in schoolsDecline in school admissionsenrollment of children in schoolsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newsschool dropoutschool dropout 2023school dropout 2024