Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘરે બેઠા મોબાઈલથી નોંધણી કરીને ઉઠાવો અમરનાથ યાત્રાનો લ્હાવો...

Amarnath Yatra Registration: આ વર્ષે અમરનાથ યાત્રા (Amarnath Yatra) 29 June 2024 થી શરૂ થશે અને આ યાત્રા 52 દિવસ સુધી ચાલશે. આ યાત્રા (Amarnath Yatra) 19 મી ઓગસ્ટે પૂરી થશે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લેવા આતુર છે....
ઘરે બેઠા મોબાઈલથી નોંધણી કરીને ઉઠાવો અમરનાથ યાત્રાનો લ્હાવો

Amarnath Yatra Registration: આ વર્ષે અમરનાથ યાત્રા (Amarnath Yatra) 29 June 2024 થી શરૂ થશે અને આ યાત્રા 52 દિવસ સુધી ચાલશે. આ યાત્રા (Amarnath Yatra) 19 મી ઓગસ્ટે પૂરી થશે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લેવા આતુર છે. ત્યારે હવે ઘરે બેઠા-બેઠા અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે મોબાઈલથી સરળતાથી નોંધણી કરાવી શકાશે. તો નોંધણી માટેની પ્રક્રિયા 15 એપ્રિલથી શરુ થશે.

Advertisement

અમરનાથ યાત્રામાં સહભાગી થવા માટે સૌ પ્રથમ ઓનલાઈન નોંધણી માટે નીચે આપેલા નિયમોનું અનુકરણ કરો

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની મુલાકાત કરો
  • ત્યાર બાગ હોમપેજ પર આપેલા નોંધણી સેક્શનને ક્લિક કરીને ઓપન કરો
  • ત્યાં તમારી સંપૂર્ણ વિગતો યાત્રા માટે નોંધાવો, તેની સાથે જરુરી દસ્તાવેજો પણ રજૂ કરો
  • અંતે નોંધણી પ્રક્રિયા પૂરી કરવા માટે સબમિટ બટન કરી નોંધણી ફોર્મની પ્રિન્ટ મેળવી લો
  • તે ઉપરાંત નોંધણી ફોર્મમાં રજૂ કરી યાત્રાની ફી ભરીને તેની પાવતી મેળવી લો

Amarnath Yatra Form 2024

આ પણ વાંચો: NEET પરીક્ષાનું પેપર થયું લીક? NTA એ આપી સ્પષ્ટતા…

Advertisement

અમરનાથ યાત્રામાં ઓફલાઈન નોંધણી માટે આ બેંકની મુલાકાત કરો

  • જમ્મુ-કશ્મીર બેંક
  • પંજાબ નેશનલ બેંક
  • ભારતીય સ્ટેટ બેંર
  • યસ બેંક

આ પણ વાંચો: Poonch Attack : સુરક્ષા દળોએ 6 સ્થાનિક લોકોની કરી અટકાયત, હુમલામાં હાથ હોવાની શંકા…

અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે નોંધણી ફી પ્રત્યેક વ્યક્તિ 150 રૂપિયા છે. સત્તાવાર વેબસાઈટ પર રજૂ કરેલી બેંકમાં ફીનું ભૂગતાન કરવામાં આવશે. તે ઉપરાંત અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે અમુક જરૂરી દસ્તાવેજો અચૂક રજૂ કરવા પડશે. તેની સાથે અમરનાથ યાત્રા (Amarnath Yatra) કરવા માટેની વય મર્યાદા 13 થી 70 વર્ષની નક્કી કરવામાં આવી છે. તો મુખ્ય રીતે 6 અઠવાડિયા કે તેનાથી વધુ સમયથી ગર્ભવતી મહિલાઓને યાત્રા કરવા પર રોક લગાવવામાં આવી છે. તે ઉપરાંત અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે દરેક વ્યક્તિએ મેડિકલ રિપોર્ટ રજૂ કરવો પડશે. જોકે આ રિપોર્ટ કોઈ પણ નજીકની બેંકમાંથી મળી જશે.

Advertisement

આ પણ વાંચો: EntranceExam : મેડીકલમાં પ્રવેશ માટે આજે UG-NEETની પરીક્ષા

Tags :
Advertisement

.