Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ajmer 1992 Sex Scandal : દુષ્કર્મ અને બ્લેકમેલ કેસમાં 6 દોષિત, સજાની થશે ઘોષણા

અજમેર 1992: 100 વિદ્યાર્થીનીઓ સાથે સામૂહિક દુષ્કર્મમાં 6 દોષિત અજમેર સેક્સ સ્કેન્ડલ: 6 આરોપીઓ દોષિત જાહેર આ કેસમાં કુલ 18 લોકો આરોપી હતા Ajmer 1992 Sex Scandal : કોલકતામાં ડૉક્ટર મહિલા પર થયેલી ઘટના પર આજે સમગ્ર દેશ રસ્તે...
ajmer 1992 sex scandal   દુષ્કર્મ અને બ્લેકમેલ કેસમાં 6 દોષિત  સજાની થશે ઘોષણા
Advertisement
  • અજમેર 1992: 100 વિદ્યાર્થીનીઓ સાથે સામૂહિક દુષ્કર્મમાં 6 દોષિત
  • અજમેર સેક્સ સ્કેન્ડલ: 6 આરોપીઓ દોષિત જાહેર
  • આ કેસમાં કુલ 18 લોકો આરોપી હતા

Ajmer 1992 Sex Scandal : કોલકતામાં ડૉક્ટર મહિલા પર થયેલી ઘટના પર આજે સમગ્ર દેશ રસ્તે આવીને આંદોલન કરી રહ્યો છે. ત્યારે આજથી 32 વર્ષ પહેલા એટલે કે 1992માં રાજસ્થાનમાં એક એવી ઘટના બનેલી જે સાંભળીને તમને વિશ્વાસ પણ નહીં થાય. 32 વર્ષ પહેલાની જે ઘટના અંગે અમે અહીં વાત કરી રહ્યા છીએ તેણે તે સમયે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ મામલો 1992નો છે જેમાં 100થી વધુ કોલેજની છોકરીઓ (100 College Girls) સાથે સામૂહિક દુષ્કર્મ (Gang-Raped) થયો હતો. તેમના નગ્ન ફોટોગ્રાફ્સ (Nude Photographs) પણ ફરતા કરી દેવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 18 લોકો આરોપી હતા. આ કેસમાં અત્યાર સુધી 9 દોષિત ઠર્યા છે. એક આરોપીએ આપઘાત કર્યો હતો. એક છોકરાની છેડતીના આરોપમાં અલગથી કેસ ચલાવવામાં આવ્યો હતો. ત્યારે એક આરોપી ફરાર છે, જેને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે. બાકીના 6 આરોપીઓને આજે મંગળવારે કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. તેમની સજા અંગેનો નિર્ણય બપોરે 2 વાગ્યે લેવામાં આવશે.

શું હતો આ કેસ?

આ ઘટનામાં અજમેરની પ્રતિષ્ઠિત શાળા અને કોલેજની વિદ્યાર્થીનીઓને નિશાન બનાવવામાં આવી હતી. મંગળવારે અજમેરની પોક્સો કોર્ટ-2એ આ કેસમાં બાકી રહેલા 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનને દોષિત જાહેર કર્યા છે. 32 વર્ષ પહેલા 1992માં આરોપીએ શહેરની એક પ્રતિષ્ઠિત શાળા અને કોલેજની વિદ્યાર્થીનીઓના અશ્લીલ ફોટા પાડીને બ્લેકમેલ કરવાનું કૌભાંડ આચર્યું હતું. આ કેસમાં 100થી વધુ છોકરીઓને નિશાન બનાવવામાં આવી હતી. આ કેસમાં 4 આરોપીઓ સજા ભોગવી ચૂક્યા છે. નિર્ણયને લઈને જાબ્તા કોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ હાજર હતી. આરોપીઓ દોષી સાબિત થતાં પોલીસે તેમની ધરપકડ કરી છે. બીજી તરફ ઈકબાલ ભાટીને એમ્બ્યુલન્સ મારફતે દિલ્હીથી અજમેર લાવવામાં આવ્યો છે. બાકીના આરોપીઓ પહેલાથી જ કોર્ટમાં હાજર છે. આ 6 આરોપીઓ સામે 23 જૂન 2001ના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઈમાં ટ્રાયલ કોર્ટમાં 6 આરોપીઓની સુનાવણી પૂર્ણ થઈ હતી. અજમેરની પોક્સો કોર્ટ-2માં 8 ઓગસ્ટે નિર્ણય આવવાનો હતો. છ પૈકી એક આરોપીની તબિયત ખરાબ હોવાના કારણે કોર્ટમાં હાજર રહી શક્યા ન હતા. નિર્ણયની તારીખ 20 ઓગસ્ટ આપવામાં આવી હતી. તમને એ પણ જણાવી દઈએ કે તત્કાલીન ભૈરો સિંહ શેખાવતે આ સમગ્ર મામલાની સીબી-સીઆઈડી તપાસના આદેશ આપ્યા હતા. કોર્ટે આ કેસમાં ફરાર એક આરોપીને ભાગેડુ જાહેર કર્યો છે.

Advertisement

Advertisement

કેસમાં શું થયું?

  • 1992માં આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો.
  • આ કેસમાં કુલ 18 લોકો આરોપી હતા.
  • અત્યાર સુધીમાં 9 આરોપીઓ દોષિત ઠરી ચૂક્યા છે.
  • એક આરોપીએ આપઘાત કર્યો હતો.
  • એક છોકરીની છેડતીના આરોપમાં અલગથી કેસ ચલાવવામાં આવ્યો હતો.
  • એક આરોપી ફરાર છે, જેને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે.
  • બાકીના 6 આરોપીઓને મંગળવારે કોર્ટે દોષિત ઠેરવ્યા છે.
  • આ 6 આરોપીઓ નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈન છે.
  • આરોપીઓ સામે 23 જૂન 2001ના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
  • આ વર્ષે જુલાઈમાં ટ્રાયલ કોર્ટમાં 6 આરોપીઓની સુનાવણી પૂર્ણ થઈ હતી.
  • 8 ઓગસ્ટે નિર્ણય આવવાનો હતો પરંતુ એક આરોપીની તબિયત ખરાબ હોવાના કારણે નિર્ણયની તારીખ 20 ઓગસ્ટ આપવામાં આવી હતી.
  • મંગળવારે કોર્ટે આ 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.

કેવી રીતે પર્દાફાશ થયો?

રાજસ્થાનના અજમેરની ગણના દેશના પવિત્ર શહેરોમાં થાય છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ અને પુષ્કર મંદિર અજમેરની ગંગા-જામુની સંસ્કૃતિનું ઉદાહરણ રજૂ કરે છે. પરંતુ 1992માં જ્યારે અજમેરમાં ચાલી રહેલા દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલનો પર્દાફાશ થયો ત્યારે બધા દંગ રહી ગયા. સંદીપ ગુપ્તા નામના પત્રકારે રાજસ્થાનના સ્થાનિક અખબારમાં આ સમાચાર પ્રકાશિત કર્યા, જેણે માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હોબાળો મચાવ્યો.

આ પણ વાંચો:  Kolkata Doctor Murder Case : મહિલા ડોક્ટરોની સુરક્ષા મુદ્દે SCમાં સુનાવણી, CJIએ વ્યક્ત કરી ચિંતા

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

×

Live Tv

Trending News

.

×