Murshidabad હિંસા પર AIMPLBનું નિવેદન, પોલીસ પર હત્યાનો આરોપ
- મુર્શિદાબાદ હિંસા પર AIMPLBનું નિવેદન
- AIMPLB એ પોલીસ કાર્યવાહીની નિંદા કરી
- બોર્ડે પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો
Murshidabad violence: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. હવે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીની નિંદા કરી છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના ફઝલુર રહીમ મુજદ્દીદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ દ્વારા આ અંગે એક નિવેદન જારી કર્યું છે. વીડિયો પોસ્ટમાં મૌલાના મુજદ્દીદીએ કહ્યું કે, AIMPLB પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા અધિનિયમ, 2025 વિરુદ્ધ રેલી દરમિયાન પોલીસની બર્બરતાની સખત નિંદા કરે છે.
બોર્ડે પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો
બોર્ડના મહાસચિવે કહ્યું, "મુર્શિદાબાદમાં પોલીસની બર્બરતાને કારણે ત્રણ મુસ્લિમ યુવાનોએ જીવ ગુમાવ્યા. બોર્ડ પોલીસની આ કાર્યવાહીની સખત નિંદા કરે છે." મૌલાના મુજદ્દીદીએ પશ્ચિમ બંગાળ સરકાર પાસે માંગ કરી કે તે આ કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે અને માર્યા ગયેલા ત્રણ મુસ્લિમ યુવાનોના પરિવારોને 25-25 લાખ રૂપિયાનું વળતર આપે.
આ પણ વાંચો : શિકોહપુર જમીન કૌભાંડ કેસમાં ED એ રોબર્ટ વાડ્રાને પાઠવ્યું સમન્સ, આજે થશે પૂછપરછ
બોર્ડે વકફ સુધારા કાયદા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પોતાના નિવેદનમાં વક્ફ સુધારા કાયદા અંગે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે. બોર્ડે કહ્યું, "કેન્દ્ર સરકારે મનસ્વી રીતે સંસદમાં વક્ફ સુધારો કાયદો પસાર કર્યો. આ કાયદાથી મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. દેશના ઘણા વિસ્તારોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે."
બોર્ડે મુસ્લિમ સમુદાયને અપીલ કરી
બોર્ડે પોતાના નિવેદનમાં મુસ્લિમ સમુદાયના લોકોને પણ અપીલ કરી છે. બોર્ડે કહ્યું, "વકફ સુધારા કાયદાનો વિરોધ કરી રહેલા તમામ યુવાનો અને મુસ્લિમ સમુદાયના અન્ય સભ્યોએ પોતાનો ઉત્સાહ અને સંવેદના જાળવી રાખવી જોઈએ." બોર્ડે લોકોને અપીલ કરી અને કહ્યું કે વકફ સુધારા કાયદાનો વિરોધ જરૂરી છે, પરંતુ તે શાંતિપૂર્ણ રીતે અને કાયદાના દાયરામાં રહેવો જોઈએ.
આ પણ વાંચો : Telangana માં SC પેટા કેટેગરીને પણ મળશે અનામત, સુપ્રીમ કોર્ટના નિર્ણયને લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું