AIMIMના સુપ્રીમો ઓવૈસી દ્વારા કરાયા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું
AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતાને આડે હાથ લેતા ઓવૈસીએ કહ્યું કે,રાહુલ ગાંધી કહે છે "ઓવૈસી જ્યાં જાય છે ત્યાં અમને નુકસાન પહોંચાડે છે, પણ હું અમેઠી ગયો નથી, તો રાહુલ કેવી રીતે હારી ગયો?"
અસદુદ્દીન ઓવૈસીએ જયપુરમાં વધુમાં કહ્યું,'જે રાહુલ ગાંધી અને અશોક ગેહલોતનો મતદાર છે તે પણ પીએમ મોદીને પોતાનો હીરો માને છે અને તેમને મત આપે છે. જ્યારે અમે ચૂંટણી લડીએ છીએ ત્યારે અમારા પર આરોપ લગાવવામાં આવે છે કે અસદુદ્દીન ઓવૈસી વોટ કાપવા આવ્યા છે. હું તેમને પૂછવા માંગુ છું કે હું રાજસ્થાનમાં પહેલી વાર ચૂંટણી લડી રહ્યો છું, પરંતુ આ પહેલા ભાજપ કોના કારણે જીત્યું? કોંગ્રેસ આનો જવાબ આપી શકશે નહીં પરંતુ તેઓ આવતી કાલથી શરૂ કરશે જ્યારે ઓવૈસી આવ્યા અને ભડકાઉ ભાષણ આપ્યું.
ગેહલોત ચૂંટણી હારી જાય તો તેઓ મારી સાથે હૈદરાબાદ આવે - ઓવૈસી
તેમણે કહ્યું કે, જ્યારે અશોક ગેહલોત ચૂંટણી હારી જાય તો તેઓ મારી સાથે હૈદરાબાદ આવે, હું તેમને બતાવીશ કે ત્યાં મુસ્લિમો માટે કેટલું કામ થયું છે. આને કહેવાય રાજકીય શક્તિનો ઉપયોગ. શાળાઓમાં 1 લાખ 30 હજાર છોકરીઓ મફતમાં અભ્યાસ કરે છે.
આ પણ વાંચો --Thief : પોલીસને 2 તૂટેલા દાંત મળ્યા અને ચોર 4 મહિના બાદ પકડાયો
આ પણ વાંચો -- એમપીમાં ગઠબંધન પર હંગામો, પણ રાજસ્થાનમાં કોંગ્રેસે લંબાવ્યો ‘હાથ’!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે