Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટામેટાં બાદ હવે સરકાર પણ સસ્તા ભાવે અપાશે ડુંગળી, જાણો કેટલી કિંમત હશે

સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ કારણથી સામાન્ય લોકોને લગભગ એક મહિનાથી સસ્તા દરે ટામેટાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. હવે સરકાર પણ સસ્તા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. આ અંતર્ગત લોકોને...
ટામેટાં બાદ હવે સરકાર પણ સસ્તા ભાવે અપાશે ડુંગળી  જાણો કેટલી કિંમત હશે

સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ કારણથી સામાન્ય લોકોને લગભગ એક મહિનાથી સસ્તા દરે ટામેટાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. હવે સરકાર પણ સસ્તા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. આ અંતર્ગત લોકોને 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી મળશે. સોમવાર 21 ઓગસ્ટથી રાહત ભાવે ડુંગળીનું વેચાણ શરૂ થશે. સસ્તા ભાવે ડુંગળીનું આ વેચાણ સહકારી એજન્સી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે (NCCF) દ્વારા કરવામાં આવશે.

Advertisement

એક દિવસ અગાઉ નિકાસ પર લગાવી ડ્યુટી

સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોમવારથી NCCF 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળી વેચશે. આ પહેલા શનિવારે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવવાની માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે દેશમાંથી ડુંગળીના નિકાસ પર 40 ટકાની ભારે ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે. નિકાસ પરનો આ પ્રતિબંધ 31 ડિસેમ્બર 2023 સુધી અમલમાં રહેશે.

Advertisement

આ કારણે લેવાયા પગલાં

કેન્દ્ર સરકારના આ પગલાને ડુંગળીના ભાવમાં વધારાની આશંકા દૂર કરવાના પ્રયાસોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ટામેટા બાદ ડુંગળી પણ સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે અને સપ્ટેમ્બરથી તેના ભાવમાં ભારે વધારો જોવા મળી શકે છે. આ જ કારણ છે કે આગામી મહિનાઓમાં તહેવારોની સીઝનમાં મોંઘવારી લોકોને વધુ પરેશાન ન કરે તે માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે

Advertisement

ટામેટાએ લોકોને કર્યા પરેશાન

આ પહેલા ટામેટાંના ભાવે લોકોને પરેશાન કર્યા છે. દેશના વિવિધ શહેરોમાં એક સમયે ટામેટાંના ભાવ 200-250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. જે બાદ NCCF અને NAFEDએ સસ્તા દરે ટામેટાં વેચવાનું શરૂ કર્યું. અગાઉ ટામેટાં 90 પ્રતિ કિલો વેચાતા હતા. હવે આજથી તેની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ટામેટાં અને અન્ય શાકભાજીના ભાવમાં વધારાને કારણે જૂલાઈમાં છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર કરી ગયો હતો.

આ પણ  વાંચો-દેશના સાત રાજ્યોમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.