Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિંગાપુર બાદ હોંગકોંગમાં પણ MDH અને EVEREST ના કેટલાક મસાલાના પર પ્રતિબંધ

નવી દિલ્હી : હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીજનની સરકારે સેંટર ફોર ફૂડ સેફ્ટી (CFS) દ્વારા 5 એપ્રીલે જાહેરાત કરી કે, રૂટીન સર્વેલન્સ પ્રોગ્રામ દરમિયાન એમડીએચ (MDH MASALA) ગ્રુપના ત્રણ મસાલા મિશ્રણો મદ્રાસ કરી પાઉડર, સાંભર મસાલા પાઉડર અને કરી પાઉડરમાં એથિલીન...
સિંગાપુર બાદ હોંગકોંગમાં પણ mdh અને everest ના કેટલાક મસાલાના પર પ્રતિબંધ

નવી દિલ્હી : હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીજનની સરકારે સેંટર ફોર ફૂડ સેફ્ટી (CFS) દ્વારા 5 એપ્રીલે જાહેરાત કરી કે, રૂટીન સર્વેલન્સ પ્રોગ્રામ દરમિયાન એમડીએચ (MDH MASALA) ગ્રુપના ત્રણ મસાલા મિશ્રણો મદ્રાસ કરી પાઉડર, સાંભર મસાલા પાઉડર અને કરી પાઉડરમાં એથિલીન ઓક્સાઇડ મળી આવ્યું છે.

Advertisement

સિંગાપુર બાદ હોંગકોંગમાં પણ મસાલાઓ પર પ્રતિબંધ

સિંગાપુર બાદ હવે હોંગકોંગે પણ ભારતીય મસાલા બ્રાંડો એમડીએચ (MDH MASALA) પ્રાઇવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કારણ કે આ કંપનીઓના અનેક મસાલા મિશ્રણોમાં કથિત રીતે કાર્સિનોજેનિક જંતુનાશક ઓક્સાઇડ મળી આવ્યા છે. હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીજનની સરકારના સેંટર ફોર ફૂડ સેફ્ટીએ 5 એપ્રીલે જાહેરાત કરી કે, સર્વેલન્સ પ્રોગ્રામ દરમિયાન એમડીએચ (MDH MASALA) સમુહના ત્રણ મસાલા મિશ્રણો મદ્રાસ કરી પાઉડર, સાંભર મસાલા પાઉડર અને કરી પાઉડરમાં એથિલીન ઓક્સાઇડની હાજરી હોવાનું સામે આવ્યું છે.

નિયમિત ફૂડ સર્વેલન્સમાં ચોંકાવનારી માહિતી

CFS એ એક નિવેદનમાં જણઆવ્યું કે, નિયમિત ફૂડ સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ પરીક્ષણ માટે સિમશા સુઇમાં ત્રણ છુટક દુકાનો પરથી નમુના એકત્ર કરવામાં આવ્યા. પરીક્ષણના પરિણામોથી માહિતી મળી કે નમુનામાં જંતુનાશક એથિલીન ઓક્સાઇડ હતું. CFS એ આ ગોટાળા અંગે સંબંધિત વિક્રેતાને માહિતી આપી છે અને તેમને વેચાણ અટકાવવા અને તે ઉત્પાદનોને પોતાના શેલ્ફથી હટાવવા માટેના નિર્દેશો અપાયા છે.

Advertisement

એથિલીની ઓક્સાઇડ જેવું ઘાતક રસાયણ મળી આવ્યું

આ ઉપરાંત એવરેસ્ટ ગ્રુપના ફિશ કરી મસાલામાં પણ જંતુનાશક મળી આવ્યા છે. એથિલીની ઓક્સાઇડ જેને ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર દ્વારા ગ્રુપ 1 કાર્સિનોજેન તરીક ક્લાસીફાઇ કરવામાં આવ્યું છે, ગંભીર સ્વાસ્થય અંગેનો ખતરો પેદા કરે છે. જમાં બ્રેસ્ટ કેન્સરનો પણ ખતરો છે. આ સંશોધનના પ્રતિક્રિયા સ્વરૂપ હોંગકોંગ અને સિંગાપુરે જનતાના સ્વાસ્થયના સંરક્ષણ માટે પગલું ઉઠાવ્યું. મળતી કાર્યવાહી હેઠળ સિંગાપુરે પણ સુરક્ષિત સ્તરથી વધારે કિટનાશકોની હાજરીનો હવાલો ટાંકતા એવરેસ્ટને પોતાના શેલ્ફ પરથી હટાવવા માટેના નિર્દેશ આપ્યા છે.

અમેરિકા પણ અગાઉ લગાવી ચુક્યું છે પ્રતિબંધ

આ પહેલીવાર નથી જ્યારે કોઇ ભારતીય મસાલા બ્રાંડને વિદેશમાં કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હોય. 2023 માં અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) સાલ્મોનોલા હોવાને કારણે એવરેસ્ટના ઉત્પાદનોને હટાવવા માટેનો નિર્દેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉત્પાદનોમાં કીટ નાશકનો ઉપયોગ કરવામાં આવે છે. આ કિટનાશક ખુબ જ નુકસાનકારક અને કેન્સર ઉત્પન્ન કરી શકે તેવા હોય છે.

Advertisement

Tags :
Advertisement

.