ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Pahalgam attack બાદ યુપીમાં યોગી આદિત્યનાથે શરુ કર્યું 'ઓપરેશન પાકિસ્તાની'

CM યોગી આદિત્યનાથના નિવાસસ્થાને બેઠક મળી પાકિસ્તાન પાછા મોકલવાનો નિર્ણય કરાયો. 1500 પાકિસ્તાની લોકોની ઓળખ કરવામાં આવી   Up Pakistani citizens : જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી, સીસીએસ એટલે કે સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ પાકિસ્તાન  (Up Pakistani...
07:44 PM Apr 25, 2025 IST | Hiren Dave
CM યોગી આદિત્યનાથના નિવાસસ્થાને બેઠક મળી પાકિસ્તાન પાછા મોકલવાનો નિર્ણય કરાયો. 1500 પાકિસ્તાની લોકોની ઓળખ કરવામાં આવી   Up Pakistani citizens : જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી, સીસીએસ એટલે કે સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ પાકિસ્તાન  (Up Pakistani...
featuredImage featuredImage
CM Yogi Adityanath

 

Up Pakistani citizens : જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી, સીસીએસ એટલે કે સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ પાકિસ્તાન  (Up Pakistani citizens)વિરુદ્ધ કેટલાક મોટા નિર્ણયો લીધા હતા. આમાંના એક નિર્ણયમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભારતમાં રહેતા તમામ પાકિસ્તાનીઓને પાછા મોકલવામાં આવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી પણ બધા વિઝા રદ કરવાના આદેશો આવ્યા છે. એવું કહેવાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી. આ દરમિયાન અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભારત આવેલા પાકિસ્તાનીઓને ઓળખીને તેમને પાકિસ્તાન પરત મોકલવામાં આવે.

 

યોગી આદિત્યનાથની  બેઠક મળી

 યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાને સરકારના ગૃહ વિભાગની એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના વિઝા પર પાકિસ્તાનથી આવેલા લોકો પર લાંબી ચર્ચા કરવામાં આવી અને તેમને પાકિસ્તાન પાછા(Pakistani citizens visa) મોકલવાનો નિર્ણય કરાયો.

આ પણ  વાંચો -Punjab Border: RDX, હેન્ડ ગ્રેનેડો, પિસ્તોલો...પંજાબ બોર્ડર પાસેથી જપ્ત કરાયો હથિયારોનો ભંડાર

પાકિસ્તાનીઓને પાછા મોકલવાની કાર્યવાહી શરૂ

વહીવટીતંત્ર પાકિસ્તાનથી ભારત આવેલા નાગરિકોની ઓળખ કરી રહ્યું છે અને તેમને પાછા મોકલી રહ્યું છે. વિઝિટર વિઝા પર આગ્રા આવેલા 9 પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી બે પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવામાં આવ્યા છે. બાકીના સાત પાકિસ્તાની નાગરિકો આજે અથવા કાલે પાકિસ્તાન જવા રવાના થશે. પાકિસ્તાનથી લાંબા ગાળાના વિઝા પર ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોની સંખ્યા 43 છે. વહીવટીતંત્ર દ્વારા આ લોકોની પણ ઓળખ કરવામાં આવી છે. લાંબા ગાળાના વિઝાના નિયમો અનુસાર, તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

આ પણ  વાંચો -J&K Search Operation : કઠુઆ જિલ્લામાં 4 શંકાસ્પદ લોકો દેખાતા મહિલાએ સુરક્ષા દળોને કરી જાણ

1500 પાકિસ્તાની લોકોની ઓળખ

માહિતી અનુસાર, મેરઠ, સહારનપુર અને આગ્રાથી પાકિસ્તાનીઓને પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોને પાછા પણ મોકલી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં લગભગ 1500 પાકિસ્તાની લોકોની ઓળખ કરવામાં આવી છે.ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે અહીં આવેલા પાકિસ્તાની હિન્દુઓ સાથે શું કરવું જોઈએ. આ જ કારણ છે કે પાકિસ્તાની મુસ્લિમોને મોકલવાની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભમાં તમામ જિલ્લાઓના એસપી અને પોલીસ કમિશનરોને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

ક્યાં, કેટલા પાકિસ્તાનીઓ ઓળખાયા?

  1. બરેલી-35
  2. રામપુર-30
  3. બુલંદશહર-18
  4. વારાણસી-10

પાકિસ્તાનીઓ ભારત તો આવ્યા પણ પાછા ન જઈ શક્યા

આ સાથે તેમણે જણાવ્યું કે ઘણા પાકિસ્તાનીઓ એવા છે જે ભારત આવ્યા હતા પરંતુ પાકિસ્તાન પાછા ફર્યા નથી. તેમણે કહ્યું કે ઘણા પાકિસ્તાનીઓ એવા છે જે ક્રિકેટ મેચ માટે આવ્યા હતા અને પાછા ફર્યા નથી. તેમણે કહ્યું કે આવા લોકો પર દેખરેખ પણ રાખવામાં આવે છે અને સમયાંતરે દરોડા પણ પાડવામાં આવે છે. જૈને એમ પણ કહ્યું કે કેટલાક લોકો વિઝા પર ભારત આવે છે પરંતુ પછી કોઈને તેમના વિશે ખબર નથી. જૈને કહ્યું કે આવા લોકો એક મોટો પડકાર છે. તેમણે કહ્યું કે એવી શંકા છે કે તેમાંના ઘણા જાસૂસ છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે.

Tags :
india Pakistani citizenspahalgam terror attackPakistani citizens in uttar pradeshPakistani citizens visaUp Pakistani citizensUP Policevisa of Pakistani citizens