ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Air India ની ફ્લાઈટમાં કારતૂસ મળતાં હડકંપ, સુરક્ષા પર ઉઠ્યા સવાલ

દુબઈથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક કારતૂસ મળી આવ્યો છે. આ ઘટના 27 ઓક્ટોબરના રોજ બની હતી જ્યારે વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું હતું અને બધા મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. વિમાનની સીટના પોકેટમાંથી કારતૂસ મળી આવ્યું હતું. એર ઈન્ડિયાએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું હતું. આ ઘટનાએ એરલાઈન્સની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
03:38 PM Nov 02, 2024 IST | Hardik Shah
Cartridge found in Air India flight

Cartridge found in Air India flight : છેલ્લા ઘણા દિવસોથી દેશના ધાર્મિક સ્થળો, એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ (Threat)  મળી રહી છે. આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, દુબઈથી દિલ્હી (Dubai to Delhi) આવતી એર ઈન્ડિયા (Air India) ની ફ્લાઈટમાં એક કારતુસ મળી આવ્યો છે. ઘટના 27 ઓક્ટોબરની છે, જ્યા ફ્લાઈટની સીટના પોકેટમાંથી એક કારતૂસ મળી આવ્યું હતું. સુત્રોની માનીએ તો આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા.

ફ્લાઈટમાં કરતૂસ મળી આવ્યું

સમગ્ર ઘટના અંગે એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે શંકાસ્પદ વસ્તુ મળી આવતા જ એર ઈન્ડિયાએ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો. એરલાઈને આ ઘટનાને ગંભીરતાથી લીધી અને સુરક્ષા માટે જરૂરી પગલાં લીધા હતા. પ્રવક્તાએ કહ્યું કે અમારી સુરક્ષા નીતિઓ ખૂબ જ કડક છે અને અમે કોઈપણ પ્રકારની ભૂલને નકારી શકતા નથી.પ્રવક્તાએ કહ્યું કે 27 ઓક્ટોબર, 2024ના રોજ દુબઈથી દિલ્હી ઉતર્યા બાદ અમારી ફ્લાઈટ AI916ના સીટ પોકેટમાંથી એક દારૂગોળો કારતૂસ મળી આવ્યો હતો. જો કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. મામલાને ગંભીરતાથી લઈને એર ઈન્ડિયાએ તાત્કાલિક એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: ભારતીય વિમાનોને બોમ્બની ખોટી ધમકીઓ મળતા એરલાઈન્સને થઇ રહ્યું છે આર્થિક નુકસાન

એરલાઈન્સની સુરક્ષા પર સવાલો ઉભા થયા

સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટના રૂટીન ચેકઅપ દરમિયાન કારતૂસ મળી આવ્યું હતું. ફ્લાઇટ લેન્ડ થયા પછી અને તમામ મુસાફરો નીચે ઉતર્યા પછી, કેબિન ક્રૂ અને સુરક્ષા ટીમે નિયમિત તપાસ હાથ ધરી જ્યારે સીટમાંથી કારતૂસ મળી આવ્યું. હાલમાં આ કારતૂસ પ્લેનમાં કેવી રીતે આવ્યું અને તેને લાવવાનો હેતુ શું હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ એરલાઈન્સની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. વિમાનમાં કારતુસ જેવી વસ્તુઓ મળવાથી સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 26 ઓક્ટોબર પહેલા 13 દિવસમાં ઈન્ડિયન એરલાઈન્સની 300થી વધુ ફ્લાઈટમાં બોમ્બની ખોટી માહિતી મળી હતી. મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. માત્ર એક જ દિવસમાં 50 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી.

આ પણ વાંચો:  લંડન જતી ફ્લાઇટમાં બોમ્બ! વિમાનને ફ્રેન્કફર્ટમાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું

Tags :
air india flight cartridgeAir India flight cartridge foundair india flight newsAirline bomb threats IndiaAirline safety scrutinyAirline security protocolsBomb threats on religious sitesCartridgeCartridge found in Air India flightCartridge found in flight seat pocketDubaiDubai to Delhi flight securityFlight AI916 safety measuresFlight bomb threats investigationGujarat FirstHardik ShahOctober 27 Air India incidentOne ammunition cartridge found in air india flightPassenger safety airline threatsplane came to IndiapolicePolice investigation Air India cartridgeSecurity concerns in Indian airlinesSocial media bomb hoaxesSuspicious object Air India
Next Article