Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચેટજીપીટી, ડીપસીક બાદ હવે ભારત બનાવશે India AI, 10373 કરોડનો કરશે ખર્ચ

Government Launch India AI Soon : અમેરિકા અને ચીન બાદ હવે ભારત પણ પોતાના AI મોડલ બનાવી રહ્યું છે. આગામી થોડા મહિનામાં India AI લોન્ચ કરવામાં આવશે.
ચેટજીપીટી  ડીપસીક બાદ હવે ભારત બનાવશે india ai  10373 કરોડનો કરશે ખર્ચ
Advertisement
  • અમેરિકા અને ચીન બાદ હવે ભારત પણ બનાવશે AI
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં હવે ભારતની હરણફાળ
  • દેશની તમામ ભાષામાં ઉપયોગ થઇ શકે તેવું એઆઇ બનાવાશે

Government Launch India AI Soon : અમેરિકા અને ચીન બાદ હવે ભારત પણ પોતાના AI મોડલ બનાવી રહ્યું છે. આગામી થોડા મહિનામાં India AI લોન્ચ કરવામાં આવશે. આ માટે 18,693 GPU નો ઉપયોગ કરવામાં આવશે. એક પછી એક અનેક કંપનીઓ તેમના મોડલ લોન્ચ કરી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં હવે ભારત પણ પોતાનું ડગ માંડવા તરફ આગળ વધી રહ્યું છે. ઓરિસ્સામાં એઆઇ ડેટા સેન્ટરનું ઉદ્ધાટન કરતા સમયે અશ્વિની વૈષ્ણવે આ અંગેની જાહેરાત કરી હતી.

વૈષ્ણવે જણાવ્યું કે, ભારત હવે પોતાનું AI મોડલ તૈયાર કરી રહ્યું છે. મોર્ડન ટેક્નોલોજી દરેક માટે ઉપલબ્ધ હોવી જોઇએ. હવે ભારત પણ AI પર કામ કરી રહ્યું છે. જેથી ટેક્નોલોજીનો ઉપયોગ દેશની દરેક વ્યક્તિ કરી શકે. આ મોડલમાં પ્રાઇવસીને લગતી તમામ બાબતોનું બારીકાઇથી ધ્યાન રાખવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : પ્રયાગરાજ જવાનું વિચારો છો તો પહેલા જોઇ લો આ Video

Advertisement

AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઇ રહ્યું છે કામ

ભારત ખુબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ AI મોડલ પ્રોજેક્ટ માટે કોમ્પયુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાઇ રહ્યું છે. આ માટે 18,693 GPU નો ઉપયોગ કરાશે. જે પૈકી 12,896 Nvidia H100 GPU અને 1480 Nvidia H200 GPU નો ઉપયોગ કરાશે. હાલ ભારત પાસે 10,000 GPU ખામ કરવા ટૈયાર છે. આ દિશામાં કામ પણ શરૂ થઇ ગયું છે. દેશની આર્થિક અને સામાજિક જરૂરિયાતોને ધ્યાને રાખીને લાર્જ લેન્ગવેજ મોડલ તૈયાર કરાઇ રહ્યું છે. આ માટે ઓરિસ્સામાં AI મોડલ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઇ રહ્યું છે. આ સેન્ટર દ્વારા AI માટેની જે જરૂરિયાતો છે તે તમામ પુરી કરાશે.

ભારતનું અત્યંત મહત્વકાંક્ષી એઆઇ મિશન

ભારતના એઆઇ મિશનને 2024 ની માર્ચમાં કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે 10,372.92 કરોડ રૂપિયા ફાળવાયા છે. ઇન્ડિયાના સ્ટાર્ટઅપ અને રિસર્ચ કમ્યુનિટીનો પણ વિકાસ કરવા માટે આ AI મોડલનો પ્રયોગ કરાશે. ઇન્ટિયાના સ્ટાર્ટઅપ અને રિસર્ચ કમ્યુનિટીનો પણ વિકાસ કરવા માટે AI મોડલનો ઉપયોગ થશે. પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપને પણ એક નવો વેગ મળશે. દરેક ક્ષેત્રના લોકો એક સાથે આગળવધશે, જેનાથી દેશનો પણ વિકાસ થાય તે ધ્યેય સાથે આ પ્રોજેક્ટ પર સતત કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો, સચેત રહેવા તંત્રની અપીલ

દરેક ભાષાનો સપોર્ટ હશે

કેન્દ્ર સરકાર INDIA એઆઇમાં દરેક ભાષાનો સપોર્ટ કરશે. તે માટે ફાઉન્ડેશન મોડલ પણ તૈયાર કરવામાં આવશે. આ મોડલ બનાવવાનો હેતુ છે કે, સ્વદેશી એઇ મોડલમાં ભારતની તમામ ભાષાનો સમાવેશ થઇ શકે છે. આ ભાષાનો પણ તમામ ડેટા ઉપલબ્ધ થાય. આ સાથે તેમ પણ ધ્યાન રખાઇ રહ્યું છે કે કોઇ પણ ભાષા સાથે કોઇ પણ પ્રકારનો પુર્વાગ્રહ રાખવામાં ન આવે.

આ પણ વાંચો : કુરાન સળગાવનાર સલવાન મોમિકાની ગોળી મારીને હત્યા કરાઈ

Tags :
Advertisement

Related News

featured-img

Rajasthan : ટોંકની બનાસ નદીમાં 11 લોકો ડૂબી જતાં ચકચાર મચી, 8 ના મૃત્યુ

featured-img
સ્પોર્ટ્સ

નાની ઉંમરે ક્રિકેટ છોડનારા 7 ખેલાડીઓ કોણ છે? એક ખેલાડીએ તો 27 વર્ષની ઉંમરે જ અલવિદા કહ્યું

featured-img
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં અમેરિકન એરબેઝ પર વિસ્ફોટ, 4 જાપાની નાગરિક ઈજાગ્રસ્ત

featured-img
રાષ્ટ્રીય

Delhi : દ્વારકામાં ફલેટના 6ઠ્ઠા માળે લાગી વિકરાળ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

featured-img
ગાંધીનગર

11 Years of Modi Government : PM મોદીનો 11 વર્ષનો કાર્યકાળ વિકાસનો દશક બન્યો - CM Bhupendra Patel

featured-img
ગાંધીનગર

11 Years of Modi Government : આખું પુસ્તક લખી શકાય એટલી PM મોદીની સિદ્ધિઓ છે - C.R. Patil

×

Live Tv

Trending News

.

×