Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કપિલ સિબ્બલને સલાહ આ કેસથી દૂર રહો! જાણો કોણે આ અપીલ કરી

અધીર રંજનનો ચેતાવણી ભર્યો સંદેશ: કોલકતા કેસમાંથી હટો, સિબ્બલ સિબ્બલ સામે સોશિયલ મીડિયામાં વિરોધ અધીર રંજનનો મમતા સરકાર પર આક્ષેપ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (RG Kar Medical College and Hospital in Kolkata) માં મહિલા ડૉક્ટર પર...
કપિલ સિબ્બલને સલાહ આ કેસથી દૂર રહો  જાણો કોણે આ અપીલ કરી
  • અધીર રંજનનો ચેતાવણી ભર્યો સંદેશ: કોલકતા કેસમાંથી હટો, સિબ્બલ
  • સિબ્બલ સામે સોશિયલ મીડિયામાં વિરોધ
  • અધીર રંજનનો મમતા સરકાર પર આક્ષેપ

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (RG Kar Medical College and Hospital in Kolkata) માં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) કેસને લઈને બંગાળ સહિત દેશભરમાં ભારે વિરોધ  પ્રદર્શનો (Heavy protests) થઇ રહ્યા છે. આ મુદ્દે મમતા બેનર્જીની સરકાર વિપક્ષ તેમજ TMCની અંદર પણ તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.

Advertisement

અધીર રંજનની કપિલ સિબ્બલને ચેતવણી

બંગાળ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આ ઘટનાને લઈ મમતા સરકાર પર કટાક્ષ કર્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં મમતા સરકાર તરફથી કેસ લડતા દિગ્ગજ વકીલ કપિલ સિબ્બલને આ કેસમાંથી હટી જવાની માંગ કરી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, "કપિલ સિબ્બલને આ કેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવું જોઈએ, કારણ કે આ મામલાને લઈને બંગાળની જનતામાં ભારે ગુસ્સો છે." અધીર રંજન ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું કે, "કપિલ સિબ્બલનું નામ કાયદાકીય ક્ષેત્રમાં ખુબ જાણીતું છે. તેઓ એક સમયે લોકસભાના પ્રતિનિધિ પણ હતા અને હાલ રાજ્યસભાના સભ્ય છે. બંગાળની જનતા આ ઘટના બાદ ખુબ જ રોષમાં છે અને આ રોષને ધ્યાનમાં રાખીને કપિલ સિબ્બલને આ કેસમાંથી દૂર રહેવું જોઈએ. જો તમે ગુનેગારોના પક્ષમાં ન ઉભા રહો, તો સારું છે." તેમણે આક્ષેપ કર્યો કે, આ ઘટના બાદ મમતા બેનર્જી મૃત ડૉક્ટરના પરિવારને મળીને તેમને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી અને મૌન રાખવા જણાવ્યું. તેમણે કપિલ સિબ્બલને ચેતવણી આપતા કહ્યું કે, "સિબ્બલ સાહેબ, આ કેસમાં જોડાઈને તમે લોકોના ગુસ્સાને પણ સહન કરવું પડશે. "

સોશિયલ મીડિયા પર તમારી વિરુદ્ધ ખરાબ લખતા હોય છે : અધીર રંજન

તેમણે આગળ કહ્યું, 'આરજી કર હોસ્પિટલની ઘટના બાદ સામાન્ય લોકોમાં જે ગુસ્સો જ્વાળામુખીની જેમ બહાર આવી રહ્યો છે તેને જોતા તમારે (સિબ્બલ) વિચારવું જોઈએ. બંગાળના મુખ્યમંત્રી તેમના મૃત્યુ પછી ડૉક્ટરના પરિવારને મળ્યા અને કહ્યું કે તમને 10 લાખ મળશે, ચૂપ રહો. તમને (કપિલ સિબ્બલ) પણ ઓછી રકમ આપવામાં આવશે નહીં. મમતા બેનર્જી પાસે ઘણા પૈસા છે જે અમારા ટેક્સના પૈસા છે. સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કરતાં અધીર રંજન ચૌધરીએ કહ્યું, 'સિબ્બલ સાહેબ, હવે સોશિયલ મીડિયા પર જે જોવા મળી રહ્યું છે તે જોઈને મને ખરાબ લાગે છે. જ્યારે લોકો સોશિયલ મીડિયા પર તમારી વિરુદ્ધ ખરાબ લખતા હોય ત્યારે મને સારું નથી લાગતું. તમે એક સમયે અમારી પાર્ટીના નેતા, મંત્રી અને માનવ સંસાધન મંત્રી હતા. તમે નાના મંત્રી નથી. આ બધાને ધ્યાનમાં રાખીને, તમે આ કેસમાંથી પોતાને પાછા ખેંચી લો, આ મારી તમને વિનંતી છે.

Advertisement

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં ખુલ્યું કે તે મહિલાની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ હવે CBIને સોંપવામાં આવી છે. આ ઘટનાએ તબીબી જગતમાં પણ આંદોલન કરી દીધું છે. ડૉક્ટરોએ હડતાલ પર જઈને વિરોધ દર્શાવ્યો છે. બીજી તરફ, CBI આ મામલે દ્રષ્ટાંતમૂલક તપાસ કરી રહી છે. સંપૂર્ણ રીતે, આ ઘટના મમતા બેનર્જી સરકાર માટે એક મોટો પડકાર બની છે, જ્યાં આંતરિક અને બાહ્ય દબાણો બન્ને વધતા જઈ રહ્યા છે.

આ પણ વાંચો:  કોલકતા કેસમાં વકીલ પર ભડક્યા CJI, કહ્યું - સોશિયલ મીડિયામાંથી જ્ઞાન લઇને અહીં ન સંભળાવશો

Advertisement

Tags :
Advertisement

.