ADANI કરોડોનું કૌભાંડ કરી ગયા પણ CBI વિપક્ષની લિપસ્ટિક ક્યાંથી આવી તેની તપાસ કરી રહી છે
- Adani એ કરોડોનું કૌભાંડ કર્યું તમામ સંસ્થાઓ મૌન
- વિપક્ષની લિપસ્ટિક શોધી રહેલી CBI એ અદાણી કેસમાં તપાસ કરવી જોઇએ
- સરકારી સંસ્થાઓ સરકારના ઇશારે સર્વોચ્ચ કોર્ટમાં પણ ખોટુ બોલી રહી છે
Mahua Moitra On Adani Bribery Case : અમેરિકામાં FBI દ્વારા ADANI GROUP પર રૂ.2200 કરોડના કૌભાંડના આક્ષેપ પર તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ SEBI, સુપ્રીમ કોર્ટ અને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. મોઇત્રાએ સેબી અને ગૌતમ અદાણીએ સુપ્રીમ કોર્ટમાં ખોટા પુરાવા રજુ કરવા ક્લિનચીટ મેળવી હોવાનો દાવો પણ કર્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad : High Court માં ગૂંજ્યો Khyati hospital 'કાંડ'! કોર્ટ મિત્રની રજૂઆત, HC ની ટકોર
CBI વિપક્ષની લિપસ્ટિકમાં વ્યસ્ત
મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને સીબીઆઇ પર આકરા શબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણઆવ્યું કે, FBI જેવી વિદેશી સંસ્થા દેશમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે. જો કે આપણી સ્થાનિક સંસ્થા સીબીઆઇ વિપક્ષના નેતાની લિપસ્ટિક ક્યાંથી આવી તેની તપાસ કરી રહી છે. 2200 કરોડ રૂપિયાના મોટા ભ્રષ્ટાચારની તપાસ 15 મહિનાથી ચાલી રહી છે. જો કે સીબીઆઇ દ્વારા કોઇ જ કાર્યવાહી થઇ નથી. સીબીઆઇ માત્ર વિપક્ષની લિપસ્ટિક શોધવામાં વ્યસ્ત છે. ભારતીય અધિકારીઓને અપાયેલા 2200 કરોડ રૂપિયાની લાંચ મામલે મૌન છે.
શું છે લિપસ્ટિક કેસ
મહુઆ મોઇત્રાએ લોકસભામાં દેશના સૌથી ધનિક ગૌતમ અદાણી વિરુદ્ધ સવાલો ઉઠાવવા બદલ બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી દુબઇમાં મોંઘી મોંઘી ભેટ, બ્રાન્ડેડ વસ્તુઓ અને લિપસ્ટિક લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. રોકડ, વિદેશ ટૂર અને પોતાના બંગ્લાના રિનોવેશનના નાણા પણ હિરાનંદાની પાસે લીધા હતા. તેના બદલામાં આઇડી પાસવર્ડ દર્શનને આપ્યા હતા. જેમાં મોઇત્રાએ સ્વિકાર્યું કે, હિરાનંદાની તેના મિત્ર છે તેથી તેની પાસેથી મોંઘી ગિફ્ટ્સ, લિપસ્ટિક જેવી ભેટ સ્વિકારી હતી.જેમાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ કરી નથી.
India has outsourced integrity of regulatory & investigative agencies to foreign country. FBI acted in March 2023 but CBI silent till now. SEBI & Madhabi Adani Buch lied to Supreme Court on affidavit. Markets tanking, investors losing, Modi silent. pic.twitter.com/PTsoP7DEu4
— Mahua Moitra (@MahuaMoitra) November 22, 2024
માધબી પુરી બુચ પણ ખોટુ બોલ્યા
મહુઆએ વીડિયોમાં જણાવ્યું કે, અમેરિકાની ફેડરલ બ્યૂરો ઇન્વેસ્ટિગેશનને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું છે. એફસીપીએ (ફોરેન કરપ્ટ પ્રેક્ટિસિસ એક્ટ)નો ભંગ ગણાવીને ગુનાહિત પ્રવૃતિ માટે માર્ચ 2023 માં વોરન્ટ ઇશ્યું કર્યું હતું. અદાણી, વિનિત જૈન સહિત કૂલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. માધબી બુચ પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ ખોટુ બોલ્યા અને પોતાને આ અંગે કોઇ જ માહિતી નહીં હોવાનું જણાવીને કોર્ટને ગેરમાર્ગે દોરી હતી. અદાણી ગ્રુપ માટે સરકાર હવે કેટલી હદ સુધી નીચે ઉતરશે.
આ પણ વાંચો : Morbi સબ જેલમાં દુષ્કર્મના આરોપીની દારૂની મહેફિલ! હાથ ધરાયું સઘન ચેકિંગ
ભારતમાં લાંચ અને તપાસ અમેરિકામાં કેમ?
યુએસ, સ્વિત્ઝરલેન્ડમાં ભારતમાં લેવાયેલી લાંચ કેસમાં ચાલી રહી છે. ભારતની સીબીઆઇ, સેબી સહિતની સંસ્થાઓ આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે. અમેરિકાનો FCPA એક્ટ તેને વિશ્વના કોઇ પણ દેશમાં અધિકારી દ્વારા લેવાયેલી લાંચની તપાસ કરવાની મંજૂરી આપે છે. જેમાં અમેરિકાના રોકાણકારો સાથે છેતરપિંડી મામલો પણ સામેલ છે. મોઇત્રાએ ટીકા કરી કે, 2200 કરોડની લાંચ ભરતમાં અપાઇ હતી. તેની તપાસ ભારત સરકારે કરવી જોઇએ. જો કે આપણી સરકાર તો આંખે પાટા બાંધીને બેઠી છે. તમામ એજન્સીઓ સરકારી પોપટ છે તેથી તે કાંઇ પણ બોલશે નહીં. તેવામાં દેશ કેટલા ગંભીર તરભેટે આવીને ઉભો છે તે લોકોએ સમજવું પડશે.
આ પણ વાંચો : IND vs AUS : 'ઈંટ કા જવાબ પથ્થર સે' કાંગારુ બેટ્સમેનોને ભારતીય બોલરોએ ધોઇ નાખ્યા