ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોવાના દરિયામાં અકસ્માત, નૌસેના અને માછીમારી કરતા જહાજ વચ્ચે ટક્કર

ગુરુવારે ગોવાના દરિયામાં ભારતીય નૌકાદળની સબમરીન અને માછીમારી જહાજ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં માછીમારી જહાજના બે ક્રૂ મેમ્બર ગુમ થયા છે, જ્યારે 11 ને ભારતીય નૌકાદળ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં 6 જહાજ અને એક વિમાન જોડાયા છે. ગુમ થયેલા બે લોકોની શોધખોળ માટે નૌકાદળ દ્વારા શોધખોળ ચાલુ છે. ઘટનાના કારણોની તપાસ ચાલુ છે.
12:41 PM Nov 22, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage
Navy rescue operation in Goa

ગુરુવારે ગોવા (Goa) ના ઉત્તર-પશ્ચિમ દરિયાકાંઠે ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં ભારતીય નૌકાદળની સબમરીન (Indian Navy submarine) અને માછીમારી જહાજ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી અનુસાર, આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જહાજમાં સવાર 13 ક્રૂ મેમ્બરોમાંથી 11 ને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકી 2ની શોધ માટે મિશન ચાલુ છે.

દુર્ઘટનાની વિગતો

આ દુર્ઘટના દરિયાકાંઠેથી લગભગ 70 નોટિકલ માઈલ દૂર ગોવાના દરિયામાં સાંજે બની હતી. માર્થોમા નામના માછીમારી જહાજ અને ભારતીય નૌકાદળની સબમરીન વચ્ચે અથડામણ થતાં જહાજના કેટલાક ભાગોને નુકસાન થયું હતું. નૌસેનાએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને 11 લોકે સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. માછીમારી જહાજના બે ગુમ થયેલા ક્રૂ મેમ્બરો માટે નૌકાદળ દ્વારા હાલ પણ શોધખોળ ચાલુ છે. નૌકાદળે આ કાર્યમાં મેરિટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (MRCC)મુંબઈ સાથે સંકલન કર્યુ છે. બચાવ કાર્ય વધુ ગતિશીલ બનાવવા માટે વધારાની સંપત્તિઓ મોકલવામાં આવી છે.

વધુ માહિતી માટે રાહ

આ અકસ્માતના કારણો વિશે સ્પષ્ટ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. નેવી દ્વારા જણાવ્યું છે કે, ઘટનાની પૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ અન્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો:  ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો! દિલ્હી-રાજસ્થાનમાં લોકો ઠઠરવા લાગ્યા

Tags :
Fishing crew rescuefishing vesselFishing vessel MarthomaGoaGoa maritime mishapGoa submarine accidentGujarat FirstHardik ShahIndian Naval unit GoaIndian Navy collisionIndian Navy rescue missionIndian Navy vesselIndian Ocean accidentMarthomaMissing fishing crewMRCC Mumbai coordinationNautical mile accidentNavy and fishing boat collisionNavy safety protocolsNavy vessel collisionRescue operation GoaSubmarine collision investigationSubmarine fishing boat crash