Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Abdul Malik: હલ્દ્વાની હિંસાનો માસ્ટરમાઈન્ડ આખરે ઝડપાયો, ઉત્તરાખંડ પોલીસે દિલ્હીથી કરી ઘરપકડ

ઉત્તરાખંડના (Uttarakhand) હલ્દ્વાનીમાં (Haldwani) 8 ફેબ્રુઆરીના રોજ સર્જાયેલ હિંસાની ઘટનાનો માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિક (Abdul Malik) આખરે પોલીસના ઝબ્બે ચઢ્યો છે. પોલીસ અબ્દુલને ઘણા સમયથી શોધી રહી હતી. ત્યારે હવે ઉત્તરાખંડ પોલીસને અબ્દુલ મલિકની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. ઉત્તરાખંડ...
04:57 PM Feb 24, 2024 IST | Vipul Sen

ઉત્તરાખંડના (Uttarakhand) હલ્દ્વાનીમાં (Haldwani) 8 ફેબ્રુઆરીના રોજ સર્જાયેલ હિંસાની ઘટનાનો માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિક (Abdul Malik) આખરે પોલીસના ઝબ્બે ચઢ્યો છે. પોલીસ અબ્દુલને ઘણા સમયથી શોધી રહી હતી. ત્યારે હવે ઉત્તરાખંડ પોલીસને અબ્દુલ મલિકની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. ઉત્તરાખંડ પોલીસે (Uttarakhand Police) આરોપી અબ્દુલની દિલ્હીથી ધરપકડ કરી છે. હિંસાની ઘટના બાદથી આરોપી ફરાર હતો.

બનભૂલપુરામાં (Banbhulpura) 8 ફેબ્રુઆરીએ થયેલા તોફાનોમાં અબ્દુલ મલિકને મુખ્ય કાવતરાખોર બનાવવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસ અને વહીવટીતંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. મહાનગરપાલિકા અને વહીવટીતંત્ર જે જગ્યા પર અતિક્રમણ તોડવા માટે ગયું હતું તે જગ્યા અબ્દુલ મલિકના (Abdul Malik) કબજામાં હતી. તે સમયે થયેલા પથ્થરમારા અને આગચંપીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની (Municipal Corporation) રૂ. 2.44 કરોડની મિલકતને નુકસાન થયું હતું.

મ્યુનિ. તંત્રે નુકસાનની વસૂલાત માટે નોટિસ પાઠવી

મિલકતોના નુકસાનની ભરપાઈ માટે મહાનગરપાલિકાએ અબ્દુલ મલિકને નોટિસ પણ પાઠવી હતી. પરંતુ તેના વતી કોઈ જવાબ મળ્યો નહોતો. હવે વસૂલાતની પ્રક્રિયા તહસીલ દ્વારા શરૂ કરવામાં આવી છે. તહસીલદાર સચિન કુમારે જણાવ્યું કે, વસૂલાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂકી છે. આ મામલે સાત દિવસની નોટિસ ફટકારવામાં આવી છે. જો કોઈ જવાબ નહીં મળે તો સ્થાવર મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાના અહેવાલ મુજબ, ટ્રેક્ટર, બુલડોઝર, યુટિલિટી વ્હિકલ, બોલેરો વાહનો, ગાર્બેજ ટીપર, ટ્રોલી સહિતના તમામ પ્રકારના સાધનોનો નાશ કરવામાં આવ્યો હતો.

આગોતરા જામીન અરજી પર 27મીએ સુનાવણી

માહિતી મુજબ, બનભૂલપુરા (Banbhulpura Violence) હિંસા ઘટનાના મુખ્ય સૂત્રધાર અબ્દુલ મલિકની (Abdul Malik) ધરપકડ બાદ તેના થકી જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જો કે, અબ્દુલ મલિકની આગોતરા જામીન અરજી હલ્દ્વાનીની સેશન્સ કોર્ટની (Haldwani Sessions Court) એડીજે ફર્સ્ટની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અબ્દુલ મલિકના વકીલે આ આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આગોતરા જામીન અરજીની સુનાવણી 27 ફેબ્રુઆરીએ થશે. જણાવી દઈએ કે, હલ્દ્વાની હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ મલિક અને તેની પત્ની સહિત છ લોકો સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો હતો. હિંસા બાદ અબ્દુલ મલિક ફરાર હતો અને પોલીસે તેની સંપત્તિ જપ્ત કરી લીધી હતી.

 

આ પણ વાંચો - Alliance: કોંગ્રેસ-આપનું ગઠબંધન! આ પાંચ રાજ્યોમાં એક સાથે લડશે લોકસભાની ચૂંટણી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Abdul MalikBanbhulpuraBanbhulpura ViolenceGujarat FirstGujarati NewsHaldwaniHaldwani Sessions CourtMunicipal CorporationUttarakhandUttarakhand Police
Next Article