Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAP આગામી 15 દિવસમાં પંજાબની 13 અને ચંડીગઢની એક સીટ માટે ઉમેદવાર જાહેર કરશે

AAP Punjab: લોકસભાની ચૂંટણીની તારીખે જાહેર થવાની તૈયારી છે. અત્યારે દેશની તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. પરંતું ઇન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસ પર ચિંતાના વાદળો ઘેરાયેલા છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબની...
aap આગામી 15 દિવસમાં પંજાબની 13 અને ચંડીગઢની એક સીટ માટે ઉમેદવાર જાહેર કરશે

AAP Punjab: લોકસભાની ચૂંટણીની તારીખે જાહેર થવાની તૈયારી છે. અત્યારે દેશની તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. પરંતું ઇન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસ પર ચિંતાના વાદળો ઘેરાયેલા છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબની મુલાકાતે ગયેલા છે. રાજ્યમાં પોતાની યાત્રા દરમિયાન તેઓએ પંજાબના મુખ્યમંત્રી સાથે અનેક સરકારી યોજનાઓની શરૂઆત કરી રહ્યા છે. બન્ને મુખ્યમંત્રીઓ અત્યારે પંજાબમાં પ્રજા પાસે પોતાના મત માંગી રહ્યા છે. આ સાથે તેમણે જાહેરાત કરી છે કે, તેઓ રાજ્યની તમામ સીટો પર પોતાનો ઉમેદવાર ચૂંટણી લડશે.

Advertisement

અરવિંદ કેજરીવાલે પંજાબમાં કર્યું એલાન

શનિવારે પંજાબના ખન્નામાં પોતાનું ભાષણ આપતા અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ હતું કે, આમ આદમી પાર્ટી 15 દિવસમાં પંજાબની 13 અને ચંડીગઢની એક લોકસભા એમ 14 લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘આજથી 2 વર્ષ પહેલા તમે અમને ખુબ મોટો આશીર્વાદ આપ્યો અને પંજાબમાં 117 સીટોમાંથી એમને 92 સીટો પર જીત અપાવી હતી. આજે હું તમારી પાસે વધું એક આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. 2 મહિના પછી લોકસભાની ચૂંટણી થવાની છે. આ લોકસભા માટે પંજાબની 13 સીટો અને ચંડીગઢની એક સીટ માટે અમે 15 દિવસમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કરીશું.’

Advertisement

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રીએ પંજાબમાં પોતાના ભાષણ કહ્યું કે, ‘તમારા બધાના આશીર્વાદથી અમે 2 વર્ષ પહેલા પંજાબમાં ચૂંટણી જીત્યા હતા. તેવી જ રીતે હવે તમારે પંજાબની 14 લોકસભાની સીટો પર મત આપીને અમને વિજેતા બનાવવાના છે. તમે અમને જેટલા વધારે મજબૂત કરશો એટલી વધારે તાકાતથી અમે કામ કરશું અને આખી જિંદગી તમારી સેવા માટે કામ કરીશું.’

પંજાબમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લોકસભાની ચૂંટણી લડશે

અરવિંદ કેજરીવાલે પંજાબમાં ભાષણ આપી સ્પષ્ટ કહ્યું છે કે, આમ આદમી પાર્ટી પંજાબમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.તેનો મતલબ એ છે કે, પંજાબમાં આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો સાથે છોડી રહી છે. તાજેતરમાં મીડિયા એજન્સી સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું હતું કે બેઠક વહેંચણી પર બેઠક દરમિયાન, પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એકમોએ એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, જેને સીટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. શેરિંગ કમિટી પણ લીલી ઝંડી આપવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement

.