Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Excise Policy Case: AAP નેતા સંજ્ય સિંહની મુશ્કેલીની ખાળ સતત ઊંડી થઈ રહી

AAP સાંસદ સંજય સિંહની કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાઈ દિલ્હી રોઝ એવન્યુ કોર્ટે 21 ડિસેમ્બર દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં AAP સાંસદ સંજય સિંહની કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાવી છે. ED દ્વારા AAP નેતા સંજય સિંહની 4 ઓક્ટોબરે...
delhi excise policy case  aap નેતા સંજ્ય સિંહની મુશ્કેલીની ખાળ સતત ઊંડી થઈ રહી
Advertisement

AAP સાંસદ સંજય સિંહની કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાઈ

Advertisement

દિલ્હી રોઝ એવન્યુ કોર્ટે 21 ડિસેમ્બર દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં AAP સાંસદ સંજય સિંહની કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાવી છે. ED દ્વારા AAP નેતા સંજય સિંહની 4 ઓક્ટોબરે તેમના નિવાસસ્થાન પર દરોડા પાડી અને પૂછપરછના ઘણા કલાકો પછી ધરપકડ કરવામાં આવી હતી. ED નો દાવો છે કે દારૂ નીતિમાં તેમણે ફાયદો કરાવવા માટે કથિત રીતે ઘણા ડીલરો પાસેથી પૈસા લીધા હતાં.

Advertisement

10 જાન્યુઆરી સુધી ED તમામ પુરાવો સાથે દલિલ કરશે

Advertisement

દિલ્હી કોર્ટમાં સુનાવણી દરમિયાન ED ના વકીલે સંજ્ય સિંઘ પાસે પ્રોસિક્યુશન ફરિયાદ (ED ચાર્જશીટની જેમ) તેમજ અગાઉની પ્રોસિક્યુશન ફરિયાદો અને કેટલાક અન્ય દસ્તાવેજો આપવા માટે સમય માંગ્યો હતો. કોર્ટે કહ્યું કે અગાઉની તમામ ચાર્જશીટની નકલો સિવાય અન્ય દસ્તાવેજો અને પાંચમી પ્રોસિક્યુશન ફરિયાદની એક નકલ આરોપીના વકીલને 23 ડિસેમ્બર સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ત્યારે દિલ્હી કોર્ટે કહ્યું, "10 જાન્યુઆરીએ જ્યારે મુખ્ય કેસની સુનાવણી નિર્ધારિત છે ત્યારે તેને સૂચિબદ્ધ રીતે રજૂ કરવામાં આવશે." ત્યારે સંજ્ય સિંહની કસ્ટડીનો સમયગાળો 10 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયા દારૂ નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ છે. તે ઉપરાંત ED એ આ મામલે પૂછપરછ કરવા માટે મુખ્યમંત્રી અને AAP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને પણ સમન્સ પાઠવ્યાં છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીને તેમનું નિવેદન ફરી ભારે પડ્યું, હાઇકોર્ટે આપ્યો આ આદેશ 

Tags :
Advertisement

Trending News

.

×