Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટામેટાના ભાવ વધારાથી ખેડૂત બન્યો કરોડપતિ, આવો જાણીએ કેવી રીતે

છેલ્લા ઘણા દિવસોથી ટામેટાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે સામાન્ય નાગરિક પરેશાન છે. ઘણા શહેરોમાં તેની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એક તરફ જ્યાં લોકો મોંઘવારીથી પરેશાન છે તો બીજી તરફ ટામેટાના વધેલા...
ટામેટાના ભાવ વધારાથી ખેડૂત બન્યો કરોડપતિ  આવો જાણીએ કેવી રીતે

છેલ્લા ઘણા દિવસોથી ટામેટાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે સામાન્ય નાગરિક પરેશાન છે. ઘણા શહેરોમાં તેની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એક તરફ જ્યાં લોકો મોંઘવારીથી પરેશાન છે તો બીજી તરફ ટામેટાના વધેલા ભાવે તેલંગાણાના એક ખેડૂતને કરોડપતિ બનાવી દીધો છે.

Advertisement

દેશમાં ભલે ટામેટાના ભાવથી સામાન્ય માણસ પરેશાન હોય પરંતુ તેલંગાણાનો એક ખેડૂત આ વધેલા ભાવના કારણે કરોડપતિ થઇ ગયો છે. તેની આ ભાવ વધારાના કારણે કિસ્મત બદલાઈ ગઇ છે. જણાવી દઇએ કે, તેલંગાણાના મેડક જિલ્લાના મહિપાલ રેડ્ડીએ છેલ્લા 40 દિવસમાં લગભગ 2 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મહિપાલ રેડ્ડીએ 8 એકરમાં ટામેટાની ખેતી કરી હતી. મેડક જિલ્લાના કૌડીપલ્લી મંડલના મોહમ્મદ નગર ગામના બી મહિપાલ રેડ્ડીએ મંગળવારે જણાવ્યું હતું કે, તેમના ખેતરોમાં હજુ એક કરોડ રૂપિયાનો ટમેટાનો પાક બાકી છે. આ ખેડૂતે વધુમાં જણાવ્યું કે, તે સતત વરસાદને જોતા પાકને લઈને ચિંતિત છે કારણ કે તેનાથી પાકને નુકસાન થશે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેની કિંમત અલગ-અલગ જગ્યાએ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા પ્રતિ કિલો છે. પોતાની સફરને યાદ કરતા રેડ્ડીએ કહ્યું કે, તેઓ ગામમાં તેમની 20 એકર ખેતીની જમીન પર ડાંગરની ખેતી કરતા હતા. ડાંગરની ખેતીમાં ઘણી વખત નુકસાન સહન કર્યા બાદ આઠ વર્ષ પહેલાં તેણે આઠ એકરમાં શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું હતું. તેલંગાણા સામાન્ય રીતે તેના ટામેટા પડોશી આંધ્ર પ્રદેશના મદનપલ્લે અને કર્ણાટકના કોલારમાંથી મેળવે છે અને રેડ્ડીએ તે સ્થળોની મુલાકાત લીધી હતી અને તેમની ખેતીની શૈલી અને તકનીકોનો અભ્યાસ કર્યો હતો.

Advertisement

તેલંગાણામાં એપ્રિલ અને મે દરમિયાન ઊંચા તાપમાનનો અનુભવ થાય છે જે ટામેટાની ખેતી માટે યોગ્ય નથી. તેથી, તાપમાન અને આબોહવાની પરિસ્થિતિઓની અસરને નિયંત્રિત કરવા માટે, તેમણે ટામેટાની ખેતીના આઠ એકર વિસ્તારમાં નેટ શેડ બનાવવા માટે રૂ. 16 લાખનો ખર્ચ કર્યો. આનાથી ટામેટાનું ઉચ્ચ ઉપજ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન સુનિશ્ચિત થયું. તે એપ્રિલમાં ટમેટાના બીજ વાવે છે અને જૂનના અંત સુધીમાં પાક લણવા માટે તૈયાર છે. મહિપાલ રેડ્ડીએ કહ્યું કે તેઓ ખેતીમાં ટપક સિંચાઈ અને 'સ્ટેકિંગ' પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે, જો બધુ બરાબર રહેશે તો તે એક સપ્તાહની અંદર તેના બાકીના તમામ ટામેટા વેચી દેશે.

તેમણે હૈદરાબાદ અને તેની બહારના વિસ્તારોમાં બોયેનપલ્લી, શાહપુર અને પટંચેરુ માર્કેટમાં તેના ટામેટા વેચ્યા છે. 25 થી 28 કિલોના ટામેટાના બોક્સ માટે તેમને રૂ. 2,500 થી રૂ. 2,700 મળ્યા હતા. તેમણે લગભગ રૂ. 2 કરોડમાં આવા 7,000 કેરેટ વેચ્યા છે. રેડ્ડીની સોમવારે હૈદરાબાદમાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે તેમની પ્રશંસા કરી હતી. રેડ્ડીએ કહ્યું કે, પોતાની 20 એકર જમીન સિવાય તેમણે 80 એકર લીઝ પર લીધી છે અને 60 એકરમાં ડાંગરની ખેતી કરી છે. તે બાકીની જમીનમાં અન્ય પાક પણ ઉગાડે છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.