Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શાહિદ કપૂરે મૃણાલ ઠાકુર અને શિલ્પા શેટ્ટી સાથે કર્યો ફની ડાન્સ

ફિલ્મ 'જર્સી'ના પ્રમોશન માટે  શિલ્પા શેટ્ટી સાથે ફની ડાન્સ કરતા શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ 'જર્સી' 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હાલના દિવસોમાં સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. શાહિદ અને મૃણાલ રિયાલિટી શોના પ્લેટફોર્મ પર ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન બંને 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં ફિલ્મ
શાહિદ કપૂરે મૃણાલ ઠાકુર અને શિલ્પા શેટ્ટી સાથે કર્યો ફની ડાન્સ
ફિલ્મ 'જર્સી'ના પ્રમોશન માટે  શિલ્પા શેટ્ટી સાથે ફની ડાન્સ કરતા શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ 'જર્સી' 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હાલના દિવસોમાં સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. શાહિદ અને મૃણાલ રિયાલિટી શોના પ્લેટફોર્મ પર ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન બંને 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા. આ સેટ પર શાહિદ અને મૃણાલે શિલ્પા શેટ્ટી સાથે ખૂબ જ મસ્તી કરી સાથે  ડાન્સ પણ કર્યો હતો. આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Advertisement


શાહિદ અને શિલ્પાએ ફની ડાન્સ કર્યો 
શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શાહિદ કપૂર, મૃણાલ ઠાકુર અને શિલ્પા શેટ્ટી 'તુ મેરે અગલ બગલ હૈ' ગીત પર મસ્તીભર્યો ડાન્સ કરતા જોવા મળે છે. ત્રણેયનો આ ફની ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.પોસ્ટના કેપ્શનમાં ડાન્સ સિવાય પણ ઘણી મસ્તી છે. વિડિયો શેર કરતી વખતે, શિલ્પા શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું, 'ખાલી પીલીને રોકવા માટે નહીં, જર્સી થિયેટરમાં જોવાનું ભૂલશો નહીં... આ શુક્રવાર 14 એપ્રિલથી બાજુના સિનેમાઘરોમાં.'
Tags :
Advertisement

.