9 વર્ષની બાળકીના પેટમાંથી નિકળ્યાં ડોઢ કીલો વાળ, મનોરોગ હોવાને કારણે થઇ સ્થિતિ
- બાળકી છેલ્લા 15 દિવસથી કાંઇ જ ખાતી નહોતી
- બાળકીને મનોરોગના કારણે માત્ર વાળ જ ખાતી હતી
- ડોક્ટર્સ દ્વારા ઓપરેશન કરી બચાવાયો બાળકીનો જીવ
મુજફ્ફરપુર : મુજફ્ફરપુરમાં 9વર્ષની બાળકીના પેટમાંથી ડોઢ કિલો વાળ નિકળ્યાં. બાળકી ગત્ત 7 વર્ષથી વાળ ખાઇ રહી હતી. જેના કારણે તેના પેટમાં દર્દ અને ભુખ નહીં લાગવાની સમસ્યા થઇ રહી હતી. એસકેએમસીએચના ડોક્ટરે સફળ ઓપરેશન કરી તેમને રાહત આપી. ડોક્ટરનું કહેવું છે કે, બાળકીને ટ્રાઇકોટિલોમેનિયા નામનો મનોરોગ છે.
બિહારની બાળકીને વિચિત્ર મનોરોગ
બિહારના મુજફ્ફરપુરમાં skmch ના ડોક્ટરે 9 વર્ષની બાળકીના પેટમાંથી ડોઢ કિલો વાળ કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. બાળકી છેલ્લા 7 વર્ષથી વાળ ખાઇ રહી હતી, જે એક મનોરોગ ટ્રાઇકોટિલોમેનિયાના કારણે થાય છે.
આ પણ વાંચો : ગોંડલમાં ક્રાઈમ બ્રાન્ચનો નકલી ASI ઝડપાયો, વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ લાખનો તોડ કર્યો
પેટમાં સતત દુખાવાની હતી ફરિયાદ
બાળકી સાહેબગંજની રહેવાસી છે. તેને પેટમાં સતત દુખાવો અને ભુખ નહીં લાગવાની ફરિયાદ બાદ પરિવાર દ્વારા તેને હોસ્સિપટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીના પેટનો એક્સ રે અને સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. જેના કારણે વાળનો ગુચ્છો દેખાયો હતો.
બાળકીના પેટમાંથી નિકળ્યાં દોઢ કિલો વાળ
ત્યાર બાદ પેડિયાટ્રિક સર્જરી વિભાગના અધ્યક્ષ આશુતોષ કુમારના નેતૃત્વમાં ડોક્ટરની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું. બાળકીના પેટમાંથી છેલ્લા 15 દિવસની ખાવાનું નહોતી ખાઇ રહી અને દર વખતે ઉલ્ટી કરી દેતી હતી.
આ પણ વાંચો : મણિપુરમાં ભાજપને મોટો આંચકો, નીતિશ કુમારની પાર્ટી JDUએ ટેકો પાછો ખેંચ્યો
બાળકીને ટ્રાઇકોટિલોમેનિયા નામનો રોગ
ડોક્ટર આશુતોષે જણાવ્યું કે, બાળકીને ટ્રાઇકોટિલોમેનિયા નામનો મનોરોગ છે, જેમાં દર્દી વાળ ખાય છે. અમે બાળકીનું ઓપરેશ કરીને પેટમાંથી ડોઢ કિલો વાળ કાઢ્યા હતા. હાલ તેની સ્થિતિ સ્થિર છે. દર્દીઓને મનોરોજ નિષ્ણાંતોની સલાહ પણ આપવામાં આવી રહી છે.
બાળકીને ટ્રાઇકોટિલોમેનિયા નામનો મનોરોગ
ઓપરેશન કરનારી ટીમમાં ચાઇલ્ડ સર્જન ડૉ. નરેન્દ્ર અને એનેસ્થેશિયા વિભાગના ડૉ. નરેન્દ્ર સહિત અન્ય ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. બાળકીના પિતા મજુરી કરે છે અને પરિવાર આર્થિક રીતે નબળા છે. ડોક્ટરે ઓપરેશન પહેલા બાળકીને લોહી ચડાવ્યું.
બાળકીને સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરાઇ
ડોક્ટરોએ કહ્યું કે, આ મામલે દર્દીને કાઉન્સેલિંગ અને સાઇકેટ્રિક ટ્રિટમેન્ટની જરૂર હોય છે. હાલ બાળકીને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે. ડોક્ટર દ્વારા સમગ્ર મામલે મનોરોજ નિષ્ણાંત ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Share Market :ઘટાડા બાદ શેરબજારમાં રિકવરી,સેન્સેક્સ 600 પોઈન્ટનો ઉછાળો