Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PUNE પોર્શ કાંડમાં મોટો ખુલાસો, આરોપીના બ્લડ સેમ્પલ સાથે ડોક્ટરે કરી હતી છેડછાડ

PUNE PORSCHE CASE : પુણે ( PUNE ) પોર્શ કારની ઘટના હાલ દેશ ભરમાં ચર્ચામાં છે. આ મામલામાં પુણે ( PUNE ) પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હવે આ ઘટનામાં મોટી અપડેટ સામે આવી રહી છે. પોલીસે...
pune પોર્શ કાંડમાં મોટો ખુલાસો  આરોપીના બ્લડ સેમ્પલ સાથે ડોક્ટરે કરી હતી છેડછાડ

PUNE PORSCHE CASE : પુણે ( PUNE ) પોર્શ કારની ઘટના હાલ દેશ ભરમાં ચર્ચામાં છે. આ મામલામાં પુણે ( PUNE ) પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હવે આ ઘટનામાં મોટી અપડેટ સામે આવી રહી છે. પોલીસે કાર્યવાહી કરી સાસૂન હોસ્પિટલના બે ડોક્ટરોની ધરપકડ કરી છે. તેમના પર આરોપી સગીરના બ્લડ રિપોર્ટ સાથે ચેડાં કરવાનો આરોપ છે. આ ડોકટરોના નામ છે ડો.શ્રીહરિ હાર્લર અને ડો.અજય તાવરે. પોલીસ દ્વારા લાંબી પૂછપરછ બાદ આ બને ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..

Advertisement

શું ડૉક્ટરે સગીરનું બ્લડ સેમ્પલ બદલી નાખ્યું ?

મળતી માહિતી અનુસાર, એવો આરોપ છે કે પૂણેની ( PUNE ) સાસૂન હોસ્પિટલના આ ડૉક્ટરે સગીરનું બ્લડ સેમ્પલ બદલી નાખ્યું હતું. નોંધનીય છે કે, અકસ્માત કરનાર સગીરને તબીબી તપાસ માટે પુણેની સાસૂન સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ હોસ્પિટલના ડોકટરોને આ સગીરના પરિવારજનોએ પૈસાની લાલચ આપી હતી. ડૉ. અજય તાવરે સાસૂન હૉસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજીના હેડ છે, જ્યારે ડૉ. શ્રીહરિ હરલોલ ઈમરજન્સી વિભાગમાં ચીફ મેડિકલ ઑફિસર છે. મળતી માહિતી અનુસાર, આ ડોક્ટરને સેમ્પલમાં ફેરબદલી કરવા માટે ત્રણ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. હવે આ સમગ્ર મામલો સામે આવતા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

સગીરના દાદા, પિતા સહિત આ મામલે કુલ 9 ની ધરપકડ કરાઇ છે

સગીર આરોપીના દાદા પર પુણે અકસ્માત બાદ પોર્શના ડ્રાઈવરને ધમકાવવાનો આરોપ છે. પોલીસે આ જ આરોપમાં દાદા સુરેન્દ્ર અગ્રવાલની ધરપકડ કરી હતી. આના એક દિવસ પહેલા આ મામલામાં યરવડા પોલીસ સ્ટેશનના બે અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીના દાદા અને પિતા અને બે ડોક્ટરનો સમાવેશ થાય છે. તેમાં પબના માલિક, બે મેનેજર અને બે સ્ટાફનો પણ સમાવેશ થાય છે.

શું હતી ઘટના

Advertisement

19 મેના રોજ, પુણેના કલ્યાણી નગરમાં, પોર્શના સગીર ચાલકે બાઇક પર મુસાફરી કરી રહેલા એક યુવક અને યુવતીને કચડી નાખ્યા હતા, જેના કારણે બંનેએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત પહેલા સગીરે બે પબમાં દારૂની મહેફિલ જમાવી હતી. આ કેસમાં અગાઉ સગીરને નિબંધ લખવાની અને પોલીસ સાથે કામ કરવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં કોર્ટે જામીન રદ કરીને તેને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો : Monsoon Updates : હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા કેરળ પહોંચ્યું ચોમાસું

Tags :
Advertisement

.