BJP માં જોડાયા દિલ્હીના 8 ધારાસભ્ય, કાલે AAP માંથી આપ્યું હતું રાજીનામું
- આમ આદમી પાર્ટીમાંથી કાલે એક સાથે 8 MLA એ આપ્યા હતા રાજીનામા
- તમામ ધારાસભ્યોએ મોડી સાંજે ભાજપમાં અધિકારીક રીતે જોડાઇ ગયા હતા
- આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ કપાયા બાદ તમામે આપી દીધા હતા રાજીનામા
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી છોડી ગયેલા તમામ 8 ધારાસભ્યો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ગઈકાલે જ તમામ 8 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજા જ દિવસે બધા ભાજપમાં જોડાયા હતા.
તમામ 8 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
ભાજપમાં જોડાતા ધારાસભ્યોમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહેરૌલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદનલાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, આદર્શ નગરના ધારાસભ્ય પવન શર્મા, બિજવાસનના ધારાસભ્ય બીએસ જૂન, અને માદીપુરના ધારાસભ્ય ગિરીશ. સોનીનું નામ શામેલ છે.
આ પણ વાંચો : જિનપિંગ માટે બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું પરમાણુ બંકર, અમેરિકાને પેઠી ચિંતા
આમ આદમી પાર્ટી પર લગાવ્યા હતા ગંભીર આક્ષેપ
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોએ તેમના પત્રમાં કહ્યું હતું કે, પાર્ટી હવે તે પ્રામાણિક વિચારધારાથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. જેના પર આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ હતી. આમ આદમી પાર્ટીની હાલત જોઈને મને ખૂબ જ દુઃખ થયું.
ટિકિટ કપાયા બાદ નારાજ હતા 8 ધારાસભ્યો
આમ આદમી પાર્ટી છોડનારા 8 ધારાસભ્યો ટિકિટ ન મળવાથી નારાજ હતા અને અન્ય પક્ષોના સંપર્કમાં હતા. મોટાભાગના ધારાસભ્યોએ સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામા શેર કર્યા અને ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ માટે આમ આદમી પાર્ટીની ટીકા કરી હતી. આમ આદમી પાર્ટી પર લગાવ્યા હતા.
આ પણ વાંચો : Gujarat: રાજ્યના 24 IAS અધિકારીઓને બઢતી અને બદલીના ઓર્ડર, વાંચો આ મોટા સમાચાર