Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાવડયાત્રાને પગલે હરિદ્વારની શાળાઓમાં 7 દિવસનું વેકેશન જાહેર

હરિદ્વાર : જિલ્લામાં હાલમાં ચાલી રહેલી કાવડયાત્રાને પગલે કલેક્ટર દ્વારા 27 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. હરિદ્વાર ખાતે લાખો કાવડીયા માતા ગંગાનું પાણી ભરવા માટે આવવાના હોવાના કારણે કોઇ ભાગદોડ કે દુર્ઘટના ટાળવા માટે કલેક્ટર દ્વારા...
કાવડયાત્રાને પગલે હરિદ્વારની શાળાઓમાં 7 દિવસનું વેકેશન જાહેર

હરિદ્વાર : જિલ્લામાં હાલમાં ચાલી રહેલી કાવડયાત્રાને પગલે કલેક્ટર દ્વારા 27 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. હરિદ્વાર ખાતે લાખો કાવડીયા માતા ગંગાનું પાણી ભરવા માટે આવવાના હોવાના કારણે કોઇ ભાગદોડ કે દુર્ઘટના ટાળવા માટે કલેક્ટર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારથી કાવડયાત્રાની શરૂઆત થઇ ચુકી છે.

Advertisement

કાવડયાત્રા શરૂ થતા થનારી ભીડને જોઇને લેવાયો નિર્ણય

અત્રે ઉલ્લેખનીય છે કે, કાવડયાત્રાની શરૂઆત થતાની સાથે જ કાવડીયાઓ પાણી ભરવા માટે હરિદ્વાર ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. આ કાંવડયાત્રામા કાવડીયાઓ પાણીથી ભરેલા પાત્ર વાંસ સાથે બાંધીને લઇ જાય છે. તેઓ આ કાવડ ક્યાંય પણ જમીનને સ્પર્શવા દેતા નથી. પોતાના ખભા અથવા તો કોઇ દંડા પર આ કાવડને ટેકવી રાખતા હોય છે.

ધોરણ 1થી12 ની સરકારી-ખાનગી તમામ શાળાઓમાં રજા

કાવડયાત્રીઓને ધ્યાને રાખીને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ ધીરજ સિંહ ગરબિયાલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને આગામી 27 તારીખથી 2 ઓગસ્ટ સુધી તમામ સરકારી, ખાનગી શાળાઓ તથા આંગણવાડીઓ બંધ રહેશે. ધોરણ 1થી 12 ના તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે કાવડયાત્રા અનેક કારણોથી વિવાદમાં રહી છે. મુજફ્ફરપુરમાં તમામ દુકાનદારો અને રેસ્ટોરન્ટ માલિકોના નામની જાહેરાત કરવાથી માંડીને અનેક મામલે ઉત્તરપ્રદેશ સરકાર ખુબ જ વિવાદમાં રહી છે.

Advertisement

Tags :
Advertisement

.