Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

6 લાખ મોબાઇલ ફોન બંધ, 65 હજાર URL બ્લોક, સાયબર ફ્રોડ વિરુદ્ધ સરકારની સર્જીકલ સ્ટ્રાઇક

નવી દિલ્હી : 2023 માં NCRP (National Cyber crime Reporting Portal) ને 1 લાખ કરતા વધારે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સની ફરિયાદો મળી છે. સમગ્ર દેશમાં તેના સંબંધિત આશરે 17 હજાર ફરિયાદો પણ થઇ છે. બીજી તરફ જાન્યુઆરી 2024 થી સપ્ટેમ્બર 2024 સુધી...
6 લાખ મોબાઇલ ફોન બંધ  65 હજાર url બ્લોક  સાયબર ફ્રોડ વિરુદ્ધ સરકારની સર્જીકલ સ્ટ્રાઇક

નવી દિલ્હી : 2023 માં NCRP (National Cyber crime Reporting Portal) ને 1 લાખ કરતા વધારે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સની ફરિયાદો મળી છે. સમગ્ર દેશમાં તેના સંબંધિત આશરે 17 હજાર ફરિયાદો પણ થઇ છે. બીજી તરફ જાન્યુઆરી 2024 થી સપ્ટેમ્બર 2024 સુધી ડિજિટલ અરેસ્ટની 6000, ટ્રેડિંગ સ્કેમની 20,043, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની 62,687 અને ડેટિંગ સ્કેમની 1725 ફરિયાદો મળી છે.

Advertisement

ગૃહમંત્રાલય દ્વારા I4C વિંગની રચના કરવામાં આવી

ગૃહમંત્રાલયના સાયબર વિંગ I4C સતત સાયબર ફ્રોડ પર નકેલ કસવા પર કામ કરી રહ્યા છે. આ ક્રમમાં આકરુ પગલું ઉઠાવતા સરકારે 6 લાખ મોબાઇલ ફોન બંધ કર્યા છે. તેની સાથે જ MHA ના સાયબરવિંગના આદેશ પર 65 હજાર સાયબર ફ્રોડ કરનારા URLs ને પણ બ્લોક કરવામાં આવ્યા છે. સુત્રોએ મોટી માહિતી આપતા જણાવ્યું કે, સાયબર ફ્રોડમાં સંડોવણી હોય તેવી 800 એપ્લીકેશનને પણ બ્લોક કરી છે. સાયબર ફ્રોડને અટકાવવા માટે ગૃહમંત્રાલયે I4C વિંગ સતત મોટા પગલા ઉઠાવી રહ્યું છે.

સાયબર ફ્રોડના કિસ્સાઓમાં થઇ રહ્યો છે સતત વધારો

2023 માં NCRP ને 1 લાખ કરતા વધારે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની ફરિયાદ મળી છે. સમગ્ર દેશમાં તેના સંબંધિત 17 હજાર ફરિયાદો દાખલ થઇ છે. જાન્યુઆરી 2024 થી સપ્ટેમ્બર 2024 સુધી ડિજિટલ અરેસ્ટની 6000, ટ્રેડિંગ સ્કેમની 20,043 અને ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની 62,687 અને ડેટિંગ સ્કેમની 1725 ફરિયાદો મળી છે.

Advertisement

સાયબર વિંગે શું એક્શન લીધી

1. ગત્ત 4 મહિનામાં 3.25 લાખ Mule accounts (ફ્રોડ કરનારા એકાઉન્ટ) ડેબિટ ફ્રીઝ કર્યા
2. સાયબર ગુનામાં ઉપયોગ કરવામાં આવનારા 3401 સોશિયલ મીડિયા, વેબસાઇટ, વ્હોટ્સએપ ગ્રુપ બંધ કર્યા
3. ગત્ત થોડા વર્ષોમાં સાયબર ફ્રોડના કારણે 2800 કરોડ રૂપિયા બચાવાયા
4. MHA દ્વારા 8.50 લાખ સાયબર વિક્ટીમને ફ્રોડથી બચાવાયા

સાયબર ગુના ઉકેલવા માટે અનેક પગલા ઉઠાવી રહી છે I4C વિંગ

1. સમગ્ર દેશમાં સાયબર ગુનાઓના મામલા ઉકેલવા માટે એક રાષ્ટ્રીય સ્તરનું કોઓર્ડિનેશન સેન્ટર બનાવવું
2. સાયબર ગુનાઓ અંગેની ફરિયાદોને સરળતાથી નોંધવામાં મદદ કરવી
3. સાયબર ગુનાની પ્રવૃતિઓ અને પેટર્નની ઓળખ કરવી
4. સાયબર ગુનાની પ્રવૃતિઓ અને પેટર્નની ઓળખ કરવી
5.લોગોને સાયબર ગુનાઓ અંગે માહિતગાર કરવા અને તે અંગે જરૂરી પ્રચાર પ્રસાર અને દિશા નિર્દેશ આપવા
6. નકલિ ડિજિટલ પ્લેટફોર્મની ઓળખ કરીને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી
7. ડિજિટલ અરેસ્ટ પર એલર્ટ જાહેર કરવું અને અરેસ્ટની વધતી ઘટનાઓ અંગે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની પોલીસને એલર્ટ કરવી
8. સાયબર કમાન્ડોની ટ્રેનિંગ, આગામી પાંચ વર્ષમાં 5000 સાયબર કમાન્ડોની ટ્રેનિંગ માટે તૈયાર કરવા

Advertisement

શું છે I4C વિંગ

I4C વિંગની સ્થાપના 5 ઓક્ટોબર, 2018 ના રોજ ગૃહમંત્રાલયના સાયબર અને માહિતી સુરક્ષા વિભાગની (CIS ડિવીઝન) અંદર સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હેઠળ કરવામાં આવી હતી. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં સાયબ ગુના સંબંધિત તમામ મુદ્દાઓના ઉકેલ માટે એક રાષ્ટ્રીય સ્તરનું કોઓર્ડિનેશન સેન્ટર સ્થાપિત કરવાનું છે. આ સેંટર તમામ રાજ્યોના કંટ્રોલ રૂમ સાથે જોડાઇને હાઇપ્રાયોરિટી કેસનું મોનિટરિંગ કરશે.

આ પોર્ટલ સાયબર ગુનાઓમાં ઉપયોગ થનારા નકલી કાર્ડ અને એકાઉન્ટ, સાયબર ક્રાઇમનો અટકાવવા, ગુનાના વિશ્લેષણ અને તપાસમાં સહયોગ અને સમન્વયનું કામ કરે છે. CCTV ફુટેજ માંગવાની રિકવેસ્ટ આ પ્લેટફોર્મ દ્વારા મોકલી શકાય છે. સાથે જ આ પ્લેટફોર્મ ટેક્નીકલ અને કાયદાીય મદદ પણ અપાવશે. તેના માટે પેરામિલિટ્રી ફોર્સ અને સ્ટેટ પોલીસના જવાનોની પસંદગી કરવામાં આવી છે.

Tags :
Advertisement

.