Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Politics : લોકસભા ચૂંટણીની પહેલા આ રાજ્યમાં બનશે 6 નાયબ મુખ્યમંત્રી? કોંગ્રેસ ધારાસભ્યનો મોટો દાવો

આવતા વર્ષે દેશમાં આવનારી લોકસભા ચૂંટણીને લઇ અત્યારથી પક્ષો પોતાની કમર કસી રહ્યા છે. આ ઉપરાંત આ વર્ષના અંતમાં છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવાની છે જેને લઈ પક્ષો પ્રચારના કામે લાગી ગયા છે. એવામાં હાલ કર્ણાટકમાં કોંગ્રેસે (Karnataka Politics)...
politics    લોકસભા ચૂંટણીની પહેલા આ રાજ્યમાં બનશે 6 નાયબ મુખ્યમંત્રી  કોંગ્રેસ ધારાસભ્યનો મોટો દાવો

આવતા વર્ષે દેશમાં આવનારી લોકસભા ચૂંટણીને લઇ અત્યારથી પક્ષો પોતાની કમર કસી રહ્યા છે. આ ઉપરાંત આ વર્ષના અંતમાં છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવાની છે જેને લઈ પક્ષો પ્રચારના કામે લાગી ગયા છે. એવામાં હાલ કર્ણાટકમાં કોંગ્રેસે (Karnataka Politics) મોટો ફેરફારનો દાવો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજ રાયારેડ્ડીએ એક મોટો દાવો કર્યો હતો. રાયરેડ્ડીએ કહ્યું કે, અમે વધુ પાંચ નાયબ મુખ્યમંત્રી (Karnataka Deputy CM) બનાવવા અંગે ચર્ચા કરી રહ્યા છીએ. ઘણા નેતાઓએ આનું સમર્થન કર્યું છે.

Advertisement

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાય શકે છે

Advertisement

કોંગ્રેસ ધારાસભ્ય બસવરાજ રાયારેડ્ડીએ કહ્યું કે, સિદ્ધારમૈયા સરકારમાં વધુ પાંચ ડેપ્યુટી સીએમ બનાવવાના પ્રસ્તાવને ગૃહમંત્રી જી. પરમેશ્વરા અને એમબી પાટીલ સહિત અનેક નેતાઓએ સમર્થન આપ્યું છે. એક વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, હજુ પાંચ ડેપ્યુટી સીએમની નિમણૂક કરવા માટે ચર્ચા ચાલી રહી છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી શકે છે.

Advertisement

કર્ણાટકમાં વધુ પાંચ નાયબ મુખ્યમંત્રી બનાવવા આવશે

બસવરાજ રાયારેડ્ડીએ કહ્યું કે, તેઓ વધુ સારા વહીવટ ચલાવવા માટે વધુ ડેપ્યુટી સીએમની નિમણૂક કરવાના કેએન રાજન્નાના નિવેદનને સમર્થન આપે છે. હવે નિર્ણય મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને હાઈકમાન્ડે લેવાનો છે. ડીકે શિવકુમાર કર્ણાટક સરકારમાં ડેપ્યુટી સીએમ છે. આવી સ્થિતિમાં જો વધુ પાંચ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તો કુલ છ નાયબ મુખ્યમંત્રી બનશે.

આ પણ  વાંચો -સચિન તેંડુલકરરે PM મોદીને ‘નમો’ લખેલી જર્સી ભેટમાં આપી

Tags :
Advertisement

.