Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અતીક-અશરફ હત્યા કેસમાં 5 પોલીસ કર્મી સસ્પેન્ડ, હત્યારાઓને 4 દિવસના રિમાન્ડ 

દેશને ચોંકાવી દેનારા ગેંગસ્ટર અતીક એહમદ તથા અશરફ એહમદ હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે કડક એક્શન લીધું છે અને શાહગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ યુપી પોલીસે અતીક ગેંગના 50 હજારના ઇનામી...
અતીક અશરફ હત્યા કેસમાં 5 પોલીસ કર્મી સસ્પેન્ડ  હત્યારાઓને 4 દિવસના રિમાન્ડ 
દેશને ચોંકાવી દેનારા ગેંગસ્ટર અતીક એહમદ તથા અશરફ એહમદ હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે કડક એક્શન લીધું છે અને શાહગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ યુપી પોલીસે અતીક ગેંગના 50 હજારના ઇનામી શૂટર અસદ કાલીયાને પણ ઝડપી લીધો છે. ઉપરાંત પોલીસે  બુધવારે અતીક-અશરફ હત્યા કેસના ત્રણ આરોપીને અદાલતમાં રજૂ કરી ઉંડી તપાસ માટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હત્યાના કારણોની ઉંડી તપાસ 
પોલીસ સુત્રોએ કહ્યું કે  રિમાન્ડ દરમિયાન આરોપીઓની ઉંડી પૂછપરછ કરીને કે આરોપીઓએ હત્યા માટેના હથિયારો ક્યાંથી મેળવ્યા, કોણે આપ્યા તથા હત્યા કયા કારણોસર કરવામાં આવી અને અન્ય કોણ સંડોવાયેલું છે તે સહિતના વિવિધ મુદ્દા પર તપાસ કરવામાં આવશે. હવે આરોપીઓને 23 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Advertisement

કોર્ટ સંકુલ કેન્ટોનમેન્ટમાં ફેરવાયું
બુધવારે સવારે કોર્ટ ખુલી ત્યારે પોલીસે અતીક-અશરફની હત્યા કરનાર ત્રણેય હુમલાખોરોને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્રણેય આરોપીઓને પ્રતાપગઢ જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા હતા. કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ સંકુલ સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગયું હતું. યુપી પોલીસને પ્રથમ બે સ્તરોમાં તૈનાત કરવામાં આવી હતી જ્યારે આરએએફને આંતરિક વર્તુળમાં સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. અને તેની અંદર આરએએફ તૈનાત કરવામાં આવી છે. કોર્ટની અંદર સમગ્ર કાર્યવાહી રેકોર્ડ કરવામાં આવી હતી. સુનાવણી બાદ ત્રણેય આરોપીઓને રિઝર્વ પોલીસ લાઈનમાં લઈ જવામાં આવ્યા હતા.
અતીક-અશરફનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંને ભાઈઓ ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ કસ્ટડીમાં હતા અને તેમને ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે અતીક અને અશરફ હોસ્પિટલની બહાર મીડિયા સાથે અનૌપચારિક વાતચીત કરી રહ્યા હતા ત્યારે પત્રકારોના વેશમાં આવેલા હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ હુમલાખોરો લવલેશ તિવારી, અરુણ કુમાર મૌર્ય અને સનીની ધરપકડ કરી હતી.
Tags :
Advertisement

.