Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DELHI : RAU'S IAS COACHING INCIDENT માં 5 લોકોની કરાઇ ધરપકડ, ધરપકડનો આંકડો 7 પહોંચ્યો

DELHI ના OLD RAJENDRA NAGAR માં બનેલી ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓ પોતાના જીવ ગુમાવ્યા છે. કોચિંગ સેન્ટરના (COACHING CENTER) ભોંયરામાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા તે બાબત આગની જેમ આખા દેશમાં જાણીતી બની છે. જેના કારણે હવે સૌ લોકો...
delhi   rau s ias coaching incident માં 5 લોકોની કરાઇ ધરપકડ  ધરપકડનો આંકડો 7 પહોંચ્યો
Advertisement

DELHI ના OLD RAJENDRA NAGAR માં બનેલી ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓ પોતાના જીવ ગુમાવ્યા છે. કોચિંગ સેન્ટરના (COACHING CENTER) ભોંયરામાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા તે બાબત આગની જેમ આખા દેશમાં જાણીતી બની છે. જેના કારણે હવે સૌ લોકો મૃત વિદ્યાર્થીઓને ન્યાય અપવાવા માટે એકજુટ થઈને માંગ કરી રહ્યા છે. મૃતક વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. હવે પોલીસ પણ આ મામલે એક્શન મોડમાં આવી છે. દિલ્હી પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને વધુ 5 લોકોની ધરપકડ કરી છે. આ સાથે અકસ્માતમાં કુલ ધરપકડનો આંકડો 7 પર પહોંચ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

વધુ 5 લોકોની ધરપકડ કરાઇ

OLD RAJENDRA NAGAR માં RAU IAS STUDY CIRCLE માં આ દુર્ઘટના બની હતી. જેમાં હવે બેઝમેન્ટમાં પાણી ભરાવાના મામલામાં વધુ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં બેઝમેન્ટના માલિક અને કોચિંગ ગેટને નુકસાન પહોંચાડનાર વાહન ચલાવનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસ દ્વારા આ કેસ અંગે આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે - 'અમે આ કેસમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.'

Advertisement

DELHI પોલીસને છે શંકા

પોલીસને શંકા છે કે, કારને બહાર કાઢવા માટે દરવાજો જાણીજોઈને ખોલવામાં આવ્યો હોઈ શકે છે અને રસ્તા પર એકઠું થયેલું પાણી ભોંયરામાં પ્રવેશ્યું હોઈ શકે છે અને તેના માટે આપવામાં આવેલા અપડેટ મુજબ, જે કાળા રંગનું વાહન દેખાય છે તે થાર નથી. આ વાહન ફોર્સ ગુરખા વાહન હતું. વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર, FIR માં ઉલ્લેખિત કલમમાં ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. BNSની કલમ 105, 106(1), 115(2), 290 અને 3(5) હેઠળ FIR નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે કાર પણ જપ્ત કરી લીધી છે. હવે હજી આગળ શું થાય છે તે તો સમય જ બતાવશે.

Advertisement

આ પણ વાંચો : Alert : ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં આજે......

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad Plane Crash : દરેક મુશ્કેલીને મહાત આપી ઊંચી ઉડાનનું સપનું પૂરું કર્યું, પરંતુ તે જ મોતનું કારણ બન્યું!

featured-img
Top News

Ahmedabad Plane Crash દુર્ઘટનામાં સુરતના કોસંબા તરસાડીના દંપતીનું મોત, પરિવારમાં શોકનો માહોલ

featured-img
આંતરરાષ્ટ્રીય

Iran-israel War : ઈઝરાયલના PM નેતન્યાહૂએ PM મોદીને કર્યો ફોન, જાણો શું વાતચીત થઈ

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર એન્જિ. માટે લંડન જતાં બે યુવાનનાં પણ મોત

featured-img
Top News

Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના 14 લોકોના મોત, એકનો બચાવ, દગાચી ગામમાં શોકનો માહોલ

featured-img
બિઝનેસ

Air India Flight Crash :અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ટાટા ગ્રુપના ચેરમેનનું મોટું નિવેદન

×

Live Tv

Trending News

.

×