ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BJP MLA ના ફાર્મ હાઉસમાંથી રાઈફલ લૂંટાઈ, આરોપી પોલીસકર્મી નીકળ્યા

ચાર લોડેડ મેગેઝિનની Farmhouse માંથી લૂંટ મચાવી પોલીસે 28 ઓગસ્ટે પાંચ લોકોની ધરપકડ કરી મૈનમ બોમચા ધારાસભ્યના Farmhouse નો કેરટેકર છે BJP MLA Jai Kishan Singh Farmhouse : તાજેતરમાં BJP MLA Jai Kishan Singh ને આપવામાં આવેલી રાઈફલની લૂંટ...
08:35 PM Aug 30, 2024 IST | Aviraj Bagda
4 Manipur cops among 5 arrested over stealing of rifles from BJP MLA's farmhouse

BJP MLA Jai Kishan Singh Farmhouse : તાજેતરમાં BJP MLA Jai Kishan Singh ને આપવામાં આવેલી રાઈફલની લૂંટ તેમના નિવાસસ્થાનેથી કરવામાં આવી હતી. ત્યારે આ લૂંટની પોલીસ તપાસ કરીને પાંચ લોકોની ધરપકડ કરી છે. પરંતુ આ ઘટનામાં રસપ્રદ માહિતી એ છે કે, આ પાંચ આરોપીઓ મૂળ સ્વરૂપે પોલીસ છે. તે ઉપરાંત આ બધી રાઈફલો BJP MLAના Farmhouseમાંથી લૂંટાઈ છે (BJP MLA rifles stolen). પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને લશ્કરી ગણવેશ જેવી અલગ-અલગ વસ્તુઓ પણ જપ્ત કરી હતી.

ચાર લોડેડ મેગેઝિનની Farmhouse માંથી લૂંટ મચાવી

એક અહેવાલ અનુસાર, 27 ઓગસ્ટના રોજ લગભગ 8 વાગ્યાની આસપાસ કેટલાક અજાણ્યા લોકો BJP MLA Jai Kishan Singh ના સેકમાઈ લેકિંથાબીમાં આવેલા Farmhouseમાં ઘૂસ્યા હતાં. તેઓએ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને બંધક બનાવી લીધા હતાં. અને આ લૂંટારુઓએ ત્રણ રાઈફલ અને ચાર લોડેડ મેગેઝિનની Farmhouse માંથી લૂંટ મચાવી હતી. રિપોર્ટ અનુસાર તેમાં 80 જેટલા કારતુસ હતાં.

આ પણ વાંચો: આવતીકાલથી આ રાજ્યોમાં શરું કરાશે 3 નવી Vande Bharat trains

પોલીસે 28 ઓગસ્ટે પાંચ લોકોની ધરપકડ કરી

પોલીસે કાર્યવાહી કરી અને 28 ઓગસ્ટે પાંચ લોકોની ધરપકડ કરી. ટીમે ઈસ્ટ ઈમ્ફાલના સેકાતા અવાંગ લીકાઈ નામના વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને આરોપીને પકડ્યો હતો. પોલીસે ત્રણ મેગેઝીન સાથે ત્રણ ઇન્સાસ રાઇફલ, એક ઇન્સાસ લાઇટ મશીનગન અને બે એકે-56 રાઇફલ પણ રિકવર કરી છે.

મૈનમ બોમચા ધારાસભ્યના Farmhouse નો કેરટેકર છે

તો મણીપુર પોલીસના જણાવ્યા અનુસાર, ચાર પોલીસકર્મીઓની ઓળખ મૈસ્નમ કૃષ્ણદાસ, મૈબામ શંજીત સિંહ, લોંગજામ જયંત સિંહ અને ઓઈનમ બંટી સિંહ તરીકે થઈ છે. પાંચમો આરોપી મૈનમ બોમચા ધારાસભ્યના Farmhouse નો કેરટેકર છે. આ Farmhouseમાંથી રાઈફલો લૂંટાઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને 10 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે.

આ પણ વાંચો: Kidnapper નીકળ્યો બાળકનો પિતા, જુઓ પિતા-બાળકનો ભાવૂક વીડિયો

Tags :
BJP MLA Jai Kishan Singh Farmhousecops arrested for stealing rifles from BJP MLA farmhouseGujarat FirstKh Joykishan SinghManipurManipur NewsManipur Policemanipur police armsmanipur rifles stolen from bjp mlaManipur rifles stolen from BJP MLA's farmhouseManipur Violence
Next Article