Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બીજાપુર એન્કાઉન્ટરમાં 31 નક્સલવાદીઓ ઠાર, 28 ની ઓળખ, 8 લાખનો ઇનામી પણ ઠાર

છત્તીસગઢ પોલીસે શુક્રવારે દાવો કર્યો કે મૃત્યુ પામેલા 31 માઓવાદીઓમાંથી 17 પુરૂષ અને 11 મહિલાઓ સહિત 28 ની ઓળખ કરી લીધી છે.
બીજાપુર એન્કાઉન્ટરમાં 31 નક્સલવાદીઓ ઠાર  28 ની ઓળખ  8 લાખનો ઇનામી પણ ઠાર
Advertisement
  • ભારતીય સુરક્ષા કર્મચારીઓ પર થયેલા સૌથી મોટા હુમલાનો માસ્ટરમાઇન્ડ ઠાર
  • કુલ 1.10 કરોડ રૂપિયાના ઇનામી ઉગ્રવાદીઓને ઠાર મારવામા આવ્યા
  • 31 પૈકી 28 ઉગ્રવાદીઓની ઓળખ સ્થાનિક પોલીસે કરી લીધી

બસ્તર : છત્તીસગઢ પોલીસે શુક્રવારે દાવો કર્યો કે મૃત્યુ પામેલા 31 માઓવાદીઓમાંથી 17 પુરૂષ અને 11 મહિલાઓ સહિત 28 ની ઓળખ કરી લીધી છે. આ તમામના માથા પર કૂલ 1.10 કરોડ રૂપિયાનું ઇનામ હતું.

Advertisement

1.10 કરોડ રૂપિયાના ઇનામી ઉગ્રવાદીઓ ઠાર

છત્તીસગઢ પોલીસે શુક્રવારે દાવો કર્યો કે, ઠાર મરાયેલા 31 માઓવાદીઓમાંથી 17 પુરૂષ અને 11 મહિલાઓ સહિત 28 ની ઓળખ કરી લેવાઇ છે. આ તમામના માથે કૂલ 1.10 કરોડ રૂપિયાનું ઇનામ હતું. મૃત્યુ પામેલા માઓવાદીઓમાં 6 જાન્યુઆરીએ થયેલા આઇઇડી વિસ્ફોટનો માસ્ટર માઇન્ડનો સમાવેશ થાય છે. વિસ્ફોટમાં આઠ સુરક્ષા કર્મચારીઓ અને એક નાગરિકનો જીવ ગયો હતો. આ ઉપરાંત અનેક અન્ય ધાકત હુમલા પણ થયા હતા.

Advertisement

આ પણ વાંચો : Gujarat: બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મદદ માટે માહિતી પુસ્તિકા લોન્ચ કરવામાં આવી

Advertisement

હુંગા કર્મા પર 8 લાખ રૂપિયાનું ઇનામ હતું

બસ્તર રેંજના ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ સુંદરરાજ પીએ જણાવ્યું કે, ઠાર મરાયેલા 31 ઉગ્રવાદીઓમાં હુંગા કર્માનો પણ સમાવેશ થાય છે, જે પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) ના પશ્ચિમ બસ્તર ડિવિઝનનો સચિવ હતો અને તેના પર 8 લાખ રૂપિયાનું ઇનામ હતું. આઇજીએ કહ્યું કે, તેઓ 6 જાન્યુઆરી સુરક્ષા કર્મચારીઓ પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ હતો. કર્મા 2006 ના મુરકીનાર કૈમ્પ હુમલા માટે પણ જવાબદાર હતો, જેમાં 11 પોલીસ કર્મચારીઓ ઠાર મરાયા હતા અને 2007 ના રાનીબોદનમી કેમ્પ હુમલા માટે પણ જવાબદાર હતો. જેમાં 55 સુરક્ષા કર્મચારીઓ શહીદ થઇ ગયા હતા.

માઓવાદીઓના એક ડિવિઝન કમિટીનો સભ્ય હતો

કર્મા જેને સોનકુ નામથી પણ ઓળખતા હતા, માઓવાદીઓની એક ડિવિઝન કમિટીનો સભ્યો હતો. સુંદરરાજે જણાવ્યું કે તે 1996 માં પ્રતિબંધિત સંગનઠમાં જોડાયેલો હતો અને તેની વિરુદ્ધ બીજાપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેસનમાં પોલીસ ટીમો અને શિબિરો પર હુમલા, અપહરણ અને હત્યાના 8 નક્સલી સંબંધિત કેસ દાખલ હતા. ઠાર મરાયેલા 31 ઉગ્રવાદીઓમાંથી 28 ની ઓળખ કરી લેવાઇ છે. જેમાં 17 પુરૂષ અને 11 મહિલાઓ છે જેના પર સામુહીક રીતે 1.10 કરોડ રૂપિયાનું ઇનામ હતું.

આ પણ વાંચો : Gandhinagar: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો

Tags :
Advertisement

Trending News

.

×