Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi Election: તમિલનાડુમાં 3 જાન્યુ. એ PM મોદી ઐતિહાસિક સભાને સંબોધશે

PM Modi Election: હાલમાં, PM Modi બે દિવસીય માટે તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના રાજકીય પ્રવાસે છે. તેના અંતર્ગત PM નરેન્દ્ર મોદી 3 જાન્યુ. તમિલનાડુના થ્રિસુરમાં બે લાખ મહિલાઓની વિશાળ સભાને સંબોધશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીતાં આ સભાને BJP નું...
pm modi election  તમિલનાડુમાં 3 જાન્યુ  એ pm મોદી ઐતિહાસિક સભાને સંબોધશે

PM Modi Election: હાલમાં, PM Modi બે દિવસીય માટે તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના રાજકીય પ્રવાસે છે. તેના અંતર્ગત PM નરેન્દ્ર મોદી 3 જાન્યુ. તમિલનાડુના થ્રિસુરમાં બે લાખ મહિલાઓની વિશાળ સભાને સંબોધશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીતાં આ સભાને BJP નું ચૂંટણી બ્યુગલ માનવામાં આવી રહ્યું છે.

Advertisement

આ સભામાં આંગણવાડી શિક્ષકાઓ, આશા કાર્યકરો, સાહસિકો, કલાકારો, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકરો સહિત વિવિધ પૃષ્ઠભૂમિની મહિલાઓ ઉપસ્થિત રહેશે તેવી શક્યતાઓ છે. જો કે આ કાર્યક્રમનું આયોજન મહિલાઓની વિશાળ સભા તરીકે કરવામાં આવ્યું છે. પરંતુ કેરળમાં BJP દ્વારા રાજકીય પ્રવેશ કરવાના પ્રયાસરૂપે આગામી સામાન્ય ચૂંટણીઓ માટે BJP એ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે.

Advertisement

PM Modi Election

પરંતુ હાલમાં, કેરળના રાજકારણમાં CPI-M (કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ) ની આગેવાની હેઠળના LDF (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ)  અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF (યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) નું વર્ચસ્વ છે. BJP ના કેરળ રાજ્ય નેતૃત્વએ તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે લોકસભાની ચૂંટણી પહેલા આગામી થોડા મહિનામાં વધુ રાષ્ટ્રીય નેતાઓ દક્ષિણ રાજ્યની મુલાકાત લેશે અને લોકો સાથે વાતચીત કરશે.

કેરળના થ્રિસુરને સામૂહિક કાર્યક્રમ સ્થળ તરીકેની પસંદગી પણ નોંધપાત્ર છે. કારણ કે તે આ મતવિસ્તાર એવો છે જ્યાં BJP આગામી ચૂંટણીમાં સારો દેખાવ કરશે તેવી અપેક્ષા છે. BJP ના રાજ્ય અધ્યક્ષ Surendran એ કહ્યું છે કે PM મોદીના થ્રિસુરમાં યોજાનાર કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની મહિલાઓ હાજરી આપશે અને તેમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ ઉભી કરનાર અગ્રણી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે.

Advertisement

તેમણે દાવો કર્યો કે PM મોદીની ત્રિશૂરની મુલાકાત દક્ષિણ રાજ્યના રાજકીય ઈતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. Surendran એ નિવેદન આપ્યું હતું કે,"અભિનેત્રી-નૃત્યાંગના શોભના, ક્રિકેટર મિન્નુ મણિ, ઉદ્યોગસાહસિક બીના કન્નન, ગાયિકા વૈકોમ વિજયાલક્ષ્મી અને મારિયાકુટ્ટી જેમણે ભ્રષ્ટાચાર અને Red tapism વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે, તે લોકો આ સભામાં ઉપસ્થિત રહેશે.

તેમણે કહ્યું કે આ કાર્યક્રમ હેઠળ કેરળના વિવિધ વર્ગોની મહિલાઓ થ્રિસુરમાં એકત્ર થશે અને તેમાં કોઈ શંકા નથી કે તે એક ઐતિહાસિક ઘટના બની જશે. Surendran એ દાવો કર્યો હતો કે સત્તાધારી LDF અને UDF ટૂંક સમયમાં રાજ્યના રાજકારણમાં તેમનું વર્ચસ્વ ગુમાવશે.

આ પણ વાંચો: S.Jaishankar : પાકિસ્તાનની આતંકી શરતો પર નહી થાય વાત: વિદેશ મંત્રી જયશંકર

Tags :
Advertisement

.