ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

16th BRICS Summit : PM મોદી રશિયાની બે દિવસીય મુલાકાતે, ચીન સાથે થઇ શકે છે દ્વિપક્ષીય વાર્તાલાપ

રશિયામાં બે દિવસ બ્રિક્સ સમિટ બ્રિક્સ સમિટને લઇને કઝાનને રોશનીથી શણગારાયું રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું શહેર વડાપ્રધાન મોદી પણ બ્રિક્સ સમિટમાં આપશે હાજરી સમિટમાં અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા અનેક દેશના નેતાઓ સાથે યોજાશે દ્વિપક્ષીય બેઠક PM Modi :...
07:54 AM Oct 22, 2024 IST | Hardik Shah
16th BRICS Summit 2024

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આજે મંગળવારના રોજ રશિયાના કઝાન શહેર જવા રવાના થવાના છે. વડાપ્રધાન મોદીની આ રશિયાની બે દિવસીય (22-23 ઓક્ટોબર) મુલાકાત છે, જેમાં તેઓ રશિયાની અધ્યક્ષતામાં યોજાનારી 16મી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે. કઝાનમાં યોજાનારી આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં, વડાપ્રધાન મોદી બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ સાથે વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદી તેમના રશિયન સમકક્ષ સહિત અન્ય બ્રિક્સ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય મિટિંગ્સ કરશે તેવી અપેક્ષા છે. આ મુલાકાત દરમિયાન, તેઓ અર્થતંત્ર, વિદેશ નીતિ અને વૈશ્વિક ઉદ્યોગોના વિસ્તરણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. 16મી BRICS સમિટની મુખ્ય થીમ 'સમાન વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવો' છે. આ સમિટ અગ્રણી વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.

કાર્યક્રમનું શેડ્યુલ

PM મોદી 22-23 ઓક્ટોબરે રશિયામાં રહેશે. વિદેશ મંત્રાલય PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પર કામ કરી રહ્યું છે. બ્રિક્સ સમિટની વિગતો શેર કરતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે સંસ્થાપક સભ્યોની સાથે નવા સભ્યો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. સમિટ 22 ઓક્ટોબરથી શરૂ થશે અને પહેલા દિવસે સાંજે નેતાઓ માટે ડિનર હશે. સમિટનો મુખ્ય દિવસ 23 ઓક્ટોબર (બુધવાર) છે. આ દિવસે બે મુખ્ય સત્રો હશે. સવારે એક ક્લોઝ કપ્લિટ સત્ર અને ત્યારબાદ બપોરમા એક ઓપન કપ્લિટ સત્ર હશે. જે 16મી બ્રિક્સ સમિટમાં ચર્ચાનો મુખ્ય વિષય હશે.

સરહદ વિવાદ ઉકેલવા માટે ચીન સાથે નવી પહેલ

બ્રિક્સ સંમેલન પહેલા ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે. 2020 થી ચાલી રહેલા સરહદ વિવાદને ઉકેલવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે. ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં 52 મહિનાથી ચાલી રહેલો સરહદી તણાવ દૂર થઈ ગયો છે. બંને દેશો વચ્ચે સૈન્ય અને રાજદ્વારી સ્તરે કવાયત બાદ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ અને સૈન્ય તણાવ ઘટાડવા માટે સમજૂતી થઈ છે.

બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ

નિર્ણયની જાહેરાત કરતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, 2020માં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની ઘટનાઓથી અમે સૈન્ય અને રાજદ્વારી સ્તરે ચીનના પક્ષ સાથે સતત સંપર્કમાં છીએ. WMCC અને સૈન્ય કમાન્ડર સ્તરે બંને દેશો વચ્ચે વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા છે. વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા કઝાન શહેરની તસવીરો સામે આવી છે. અહીં ભારતીય સમુદાયના લોકો પણ PM મોદીના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે.

આ દેશો બ્રિક્સ સમૂહમાં સામેલ

ગયા વર્ષના વિસ્તરણ પછી આ પ્રથમ BRICS સમિટ હશે. BRICS જૂથમાં 2010થી બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. હવે ઈરાન, ઈજીપ્ત, ઈથોપિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) પણ તેમાં જોડાઈ ગયા છે.

આ પણ વાંચો:  કેનેડા સાથેનાં તણાવ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન! કહ્યું- ભારત હળવા સંબંધોમાં..!

Tags :
Brics Summit agendaBrics Summit programGujarat FirstHardik ShahPM Modi and Xi JinpingPM Modi participate in BRICS summitPM Modi Russia VisitPM Modi Russia Visit today
Next Article