NEET પેપર લીક, નેમપ્લેટ વિવાદ, બજેટ પહેલા સર્વપક્ષીય બેઠક મળી
Parliament session : સંસદ સત્ર (Parliament session)પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં, JDU અને YSRCPએ અનુક્રમે બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગ કરી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. આ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી હતી.
જયરામ રમેશની સોશિયલ મીડિયા પર પોસ્ટ આવી
જયરામ રમેશે રવિવારે કહ્યું, 'સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં JDU અને YSRCPએ અનુક્રમે બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ શ્રેણીના દરજ્જાની માગણી કરી હતી, પરંતુ વિચિત્ર રીતે TDP આ મામલે ચૂપ રહી હતી.' મીટિંગ ચાલુ હતી ત્યારે જ જયરામ રમેશની સોશિયલ મીડિયા પર પોસ્ટ આવી.
બીજેડીએ મેનિફેસ્ટોનું વચન યાદ અપાવ્યું
જયરામ રમેશે એક પોસ્ટમાં કહ્યું, 'સર્વ-પક્ષીય બેઠકમાં બીજેડી નેતાએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને યાદ અપાવ્યું કે ઓડિશામાં 2014ની વિધાનસભા ચૂંટણી માટે બીજેપીના મેનિફેસ્ટોમાં રાજ્યને વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાનું વચન આપવામાં આવ્યું હતું .
Ahead of the #BudgetSession of Parliament beginning tomorrow, the government holds an all-party meeting to ensure the smooth functioning of both the Houses.
Talking to reporters after the meeting, Parliamentary Affairs Minister @KirenRijiju says the government is ready to… pic.twitter.com/iUGQCOv5LY
— All India Radio News (@airnewsalerts) July 21, 2024
SPએ કાવડ યાત્રાનો મુદ્દો ઉઠાવ્યો
આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસે હાજરી આપી ન હતી. શાસક ગઠબંધન એનડીએ તરફથી જીતનરામ માંઝી અને જયંત ચૌધરી પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીએ બેઠકમાં કાવડ યાત્રાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ અંગે લેવાયેલ નેમ પ્લેટનો નિર્ણય 'સંપૂર્ણપણે ખોટો' છે. બેઠકમાં વિપક્ષે મણિપુર, NEET પેપર લીક વિવાદ, બિહાર કાયદો અને વ્યવસ્થા અને કંવર યાત્રા જેવા મુદ્દા ઉઠાવ્યા હતા. NCPએ કંવર યાત્રા સંબંધિત આદેશને પાછો ખેંચવાની માંગ કરી છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ડેપ્યુટી સ્પીકર પદનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ પદ ખાલી ન રહેવું જોઈએ. જેડીયુ ઉપરાંત એલજેપી અને આરજેડીએ પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે.
યોગ્ય જગ્યાએ મુદ્દા ઉઠાવો
YSRCP સભ્યોએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તરત જ હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે YSRCP સભ્યોએ આ મુદ્દો યોગ્ય જગ્યાએ ઉઠાવવો જોઈએ. તેમણે ખાતરી આપી હતી કે તેમને આ માટે સમય આપવામાં આવશે.
આ પણ વાંચો -HARYANA સરકારે નુહમાં મોબાઈલ ઈન્ટરનેટ અને SMS સેવાઓ મૂક્યો પર પ્રતિબંધ
આ પણ વાંચો -IAS Officers: IAS ની ટિપ્પણી કે.... શું કોઈ Airlines દિવ્યાંગને Pilot તરીકે પસંદગી કરશે?
આ પણ વાંચો -PUNE: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો