Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Election: કાશ્મીરમાં કલમ 370 અને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું : અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહેનો જમ્મુ કાશ્મીરમાં બીજો દિવસ ગૃહમંત્રી અમિત શાહે જમ્મુના પલૌરામાં જનસભાને સંબોધી કાશ્મીરમાં કલમ 370 અને પૂર્ણ રાજ્યનો દરજ્જા આપીશું : ગૃહમંત્રી Assembly Election: દેશના ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જમ્મુના પલૌરામાં...
02:30 PM Sep 07, 2024 IST | Hiren Dave
Home Minister Amit Shah

Assembly Election: દેશના ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જમ્મુના પલૌરામાં એક રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે આ એક યોગાનુયોગ છે કે ગણેશ ચતુર્થીના દિવસે જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ ચૂંટણી સંમેલન શરૂ થઈ રહ્યું છે અને આપણે બધા માનીએ છીએ કે વિઘ્નહર્તા યાત્રાઓમાં આવતા તમામ અવરોધોને દૂર કરે છે. હું દેશવાસીઓને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજથી જૈન ભાઈઓના પર્યુષણ પર્વનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. હું તમામ જૈન ભાઈઓ અને તમામ દેશવાસીઓને પર્યુષણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

આગામી ચૂંટણી ઐતિહાસિક છેઃ ગૃહમંત્રી

શાહે કહ્યું કે આગામી ચૂંટણી (Assembly Election)ઐતિહાસિક ચૂંટણી છે. દેશને આઝાદી મળ્યા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરના મતદાતાઓ બે ઝંડા નહીં પણ એક ત્રિરંગા નીચે મતદાન કરશે. પ્રથમ વખત, બે બંધારણ હેઠળ નહીં પણ ભારતના બંધારણ (જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખવામાં આવ્યું હતું) હેઠળ મતદાન થવા જઈ રહ્યું છે. અમિત શાહે કહ્યું કે અમે લોકોને તેમના (National Conference and Congress)ના વિભાજનકારી એજન્ડાથી વાકેફ કરવા માટે ઘરે-ઘરે જઈએ છીએ. મેં પ્રેસ કોન્ફરન્સ કરીને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના વિભાજનકારી એજન્ડાનો પર્દાફાશ કર્યો હતો. પરંતુ આજે હું તમારા બધાની સામે આવ્યો છું, કારણ કે મને મીડિયા કરતાં તમારા પર વધુ વિશ્વાસ છે કારણ કે હું પણ તમારા જૂથનો છું, હું બૂથ પ્રમુખ પણ રહ્યો છું.

આ પણ  વાંચો -Madhya Pradesh : જબલપુરમાં ટ્રેન અકસ્માત, સોમનાથ એક્સપ્રેસનાં બે કોચ પાટા પરથી ઉતર્યાં

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું

શાહે કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરની માતાઓ અને બહેનોને 70 વર્ષ પછી અધિકાર મળ્યો છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી આ અધિકારો છીનવી લેવા માંગે છે. શું તમે આ અધિકાર છીનવી લેવા દો? નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી પથ્થરબાજી અને આતંકવાદમાં સામેલ લોકોને જેલમાંથી મુક્ત કરવા માંગે છે જેથી કરીને જમ્મુ, પૂંછ, રાજૌરી જેવા વિસ્તારોમાં જ્યાં શાંતિ છે ત્યાં આતંકવાદ પાછો ન આવે. શું તમે આતંકવાદને આ વિસ્તારોમાં પાછા આવવા દેશો?

આ પણ  વાંચો -Haryana Assembly Elections: બ્રિજ ભૂષણે કહ્યું - 'કોંગ્રેસે દીકરીઓની ગરિમાને ઠેસ પહોંચાડી..!

રાહુલ ગાંધીએ પાકિસ્તાન અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા પર આ વાત કહી

અમિત શાહે કહ્યું, કે હું રાહુલ ગાંધીને એક વાત કહેવા માંગુ છું કે તમે ગમે તેટલી કોશિશ કરો.અમે ગુર્જરો, પહાડીઓ અને દલિતોના આરક્ષણને અસર નહીં થવા દઈએ.જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં થાય.અને વધુમાં જણાવ્યું  કે  હું નાનપણથી જ ચૂંટણીના આંકડાનો વિદ્યાર્થી છું અને હું તમને કહી રહ્યો છું કે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને ફારૂક અબ્દુલ્લાની સરકાર ક્યારેય બની શકે નહીં.

આ પણ  વાંચો -GaneshUtsav: હૈદરાબાદમાં શ્રીજીની 70 ફૂટ ઊંચી અદભૂત અને સુંદર પ્રતિમાની સ્થાપના, જુઓ video

રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરો છે :  અમિત  શાહ

અમિત  શાહે કહ્યું, કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ કહી રહ્યા છે કે તેઓ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશે. મને કહો કે તે કોણ આપી શકે? તે કેન્દ્ર સરકાર, પીએમ મોદી જ આપી શકે છે. તેથી જમ્મુ-કાશ્મીરના લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. અમે કહ્યું છે કે ચૂંટણી પછી અમે યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું. અમે સંસદમાં આ વાત કહી છે. રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.

Tags :
Amit Shahassembly election 2024BJPcongresJammujammu kashmir assembly election 2024PalauraTricolor
Next Article