Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : વસ્ત્રાપુરમાં આયોજિત 'ઢોલનાં તાલે નવરાત્રિ' કાર્યક્રમમાં DGP વિકાસ સહાયની ખાસ ઉપસ્થિતિ

વસ્ત્રાપુરમાં યોજાયો 'ઢોલનાં તાલે નવરાત્રિ' કાર્યક્રમ (Ahmedabad) શિલ્પ શાલિગ્રામ સોસાયટીમાં કાર્યક્રમનું આયોજન રાજ્યનાં DGP વિકાસ સહાય પત્ની સાથે રહ્યા હાજર સોસાયટીનાં આગેવાનો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત Ahmedabad : ગુજરાત સહિત દેશ-વિદેશમાં હાલ નવરાત્રિ પૂર્વની (Navratri 2024) ધૂમધામથી ઉજવણી કરવામાં...
ahmedabad   વસ્ત્રાપુરમાં આયોજિત  ઢોલનાં તાલે નવરાત્રિ  કાર્યક્રમમાં dgp વિકાસ સહાયની ખાસ ઉપસ્થિતિ
  1. વસ્ત્રાપુરમાં યોજાયો 'ઢોલનાં તાલે નવરાત્રિ' કાર્યક્રમ (Ahmedabad)
  2. શિલ્પ શાલિગ્રામ સોસાયટીમાં કાર્યક્રમનું આયોજન
  3. રાજ્યનાં DGP વિકાસ સહાય પત્ની સાથે રહ્યા હાજર
  4. સોસાયટીનાં આગેવાનો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત

Ahmedabad : ગુજરાત સહિત દેશ-વિદેશમાં હાલ નવરાત્રિ પૂર્વની (Navratri 2024) ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યનાં DGP વિકાસ સહાય (DGP Vikas Sahay) અને તેમના પત્ની શ્રીમતી સહાયે ગઈકાલે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ શિલ્પ શાલિગ્રામ સોસાયટી (Shilp Shaligram Society) દ્વારા આયોજિત 'ઢોલ ના તાલે નવરાત્રી' કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Advertisement

આ પણ વાંચો - Navratri 2024 : સ્વામિનારાયણનાં વધુ એક સંતનો બફાટ! કહ્યું- પહેરવેશનાં નામે માત્ર અંગ પ્રદર્શન..!

Advertisement

નવરાત્રિ કાર્યક્રમમાં DGP Vikas Sahay હાજર રહ્યાં

અમદાવાદનાં (Ahmedabad) વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી શિલ્પ શાલિગ્રામ સોસાયટીમાં નવરાત્રિ પર્વ નિમિત્તે 'ઢોલનાં તાલે નવરાત્રિ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે આ કાર્યક્રમમાં રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાય (DGP Vikas Sahay) અને તેમના પત્ની શ્રીમતી સહાયે ખાસ હાજરી આપી હતી. આગેવાન મનોજ જગ્યાસી, અલ્કેશ પારેખ, શ્રી ઓઝા અને સોસાયટીની મેનેજિંગ કમિટીએ તેમનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો - Junagadh : 'Eco Sensitive Zone' સામે 'ગરબા' થકી વિરોધ! વધુ એક BJP નેતા આવ્યા મેદાને

Advertisement

સંબોધનમાં નવરાત્રિનાં નવ શુભ દિવસોનાં મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો

DGP વિકાસ સહાયે તેમના સંબોધનમાં નવરાત્રિનાં (Navratri 2024) આ નવ શુભ દિવસોનાં મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને વર્ષ 1991 થી ગુજરાતની (Gujarat) તેમની મુલાકાતનાં અનુભવો પણ શેર કર્યા હતા, જે તેમને આ મહાન સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો બનાવે છે. આ કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ તેમણે શિલ્પ શાલિગ્રામ ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો - Banaskantha : પેપોળ ગામનાં 24 વર્ષીય વીર જવાને કલકત્તાનાં કુચ બિહારમાં શહીદી વિહોરી

Tags :
Advertisement

.