Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Valsad બેઠક ભાજપને ફળશે કે કોંગ્રેસને..?

Valsad : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેશણ કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની વલસાડ...
07:15 PM May 08, 2024 IST | Vipul Pandya
VALSAD LOKSABHA SEAT

Valsad : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેશણ કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની વલસાડ (Valsad ) બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ ખેલાયો છે. અહીં ભાજપ જીતશે કે કોંગ્રેસ તેના પર સહુની નજર છે.

ભાજપના ધવલ પટેલ અને કોંગ્રેસના અનંત પટેલ વચ્ચે ટક્કર

વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલ અને કોંગ્રેસના અનંત પટેલ વચ્ચે ટક્કર છે. આ વખતની ચૂંટણીમાં વલસાડ બેઠક પર સૌથી વધુ 72.44 ટકા મતદાન નોંધાયું છે. જો કે ગત વર્ષ કરતા વલસાડમાં 2.78 ટકા મતદાન ઘટ્યું છે. આદિવાસી ડાંગ વિસ્તારનો પણ વલસાડ બેઠકમાં સમાવેશ થયેલો છે.

આયાતી ઉમેદવારના લેબલથી ધવલ પટેલને નુકસાન થશે તે પણ એક સવાલ

જો કે આ વખતની ચૂંટણીમાં આયાતી ઉમેદવારના લેબલથી ધવલ પટેલને નુકસાન થશે તે પણ એક સવાલ પુછાઇ રહ્યો છે. આંદોલનકારી અનંત પટેલનો આક્રમક સ્વભાવ મતદારોને આકર્ષશશે કે કેમ તેની પર નજર છે. બીજી તરફ બૂથ મેનેજમેન્ટ અને વિશાળ નેટવર્કનો ફાયદો ભાજપને થશે કે કેમ તે પણ જોવાનું રહે છે.

વલસાડમાં જે પક્ષ જીતે તેની દેશમાં સરકાર બને છે

વલસાડમા જે પક્ષ જીતે તેની દેશમાં સરકાર બને છે તેવી કહેવત છે. અને વલસાડની બેઠકમાં સૌથી વધુ મતદાન થયું છે. કોંગ્રેસના અનંત પટેલનું નામ પહેલાં જ જાહેર થઇ ગયું હતું જેથી તેમને પ્રચારનો વધુ સમય મળી ગયો હતો. બીજી તરફ ભાજપના ધવલ પટેલનું નામ જાહેર થયું ત્યારે આંતરીક વિરોધ થયો હતો. પાટીદારો આદિવાસી પ્રભુત્વ આ બેઠક પર છે અને ક્ષત્રિય આંદોલનની પણ અસર છે. ધવલ પટેલનો આંતરીક વિરોધ હતો પણ હવે મતદારોએ શું નિર્ણય લીધો તે જોવાનું રહે છે. આદિવાસી અને ઇતર સમાજ કોની તરફ ઝુકાવ છે તેની પર પણ નજર છે.

આદિવાસી પટ્ટામાં સૌથી વધુ મતદાન થયું

આ વિસ્તારના વરિષ્ઠ પત્રકાર હર્ષદ આહિરે મત પ્રગટ કર્યો કે આ બેઠક પર ભાજપ સત્તા પર છે. આ વખતે આદિવાસી પટ્ટામાં સૌથી વધુ મતદાન થયું છે. જે કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે જ્યારે શહેરી વિસ્તારમાં ઓછું મતદાન થયું છે તેમાં ભાજપને નુકશાન થઇ શકે છે. ભાજપના આંતરીક વિખવાદની અસર થશે તેવું જણાતું નથી. સ્થાનિક મંત્રી અને પૂર્વ સાંસદ પણ પ્રચારમાં લાગ્યા હતા.જો કે આંતરીક વિસ્તારમાં અનંત પટેલની લોકપ્રિયતા વધારે છે અને તેમના સમર્થકોએ વધુ મતદાન કરાવ્યું છે. વલસાડમાં નિરસ મતદાન થયું છે જેથી મોદી ફેક્ટર જણાતું નથી.

આ પણ વાંચો----- કોળી મતદારોના પ્રભુત્વવાળા Surendranagar માં કોનું પલડું ભારે?

આ પણ વાંચો----- Amreli ના મતદારોનો મિજાજ કોની તરફ રહ્યો

Tags :
Anant PatelBJPCongressDHAVAL PATELGujaratGujarat FirstLoksabha Elections 2024ValsadValsad LOKSABHA seat
Next Article