Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાડમેરમાં રવિન્દ્ર સિંહ ભાટીનો જાદુ ચાલશે કે કોંગ્રેસ મારશે બાજી? જાણો શું કહે છે Exit Poll

Ravindra Singh Bhati: લોકસભા ચૂંટણીને લઈ આજે મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમને જણાવી દઇએ કે, 4 જૂને ચૂંટણીના પરિણામની જાહેર કરવામાં આવશે. આ પહેલા લોકસભા ચૂંટણીની 543 બેઠકોને લઈને એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય...
11:49 PM Jun 01, 2024 IST | VIMAL PRAJAPATI
avindra Singh Bhati

Ravindra Singh Bhati: લોકસભા ચૂંટણીને લઈ આજે મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમને જણાવી દઇએ કે, 4 જૂને ચૂંટણીના પરિણામની જાહેર કરવામાં આવશે. આ પહેલા લોકસભા ચૂંટણીની 543 બેઠકોને લઈને એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાએ તમામ સીટો માટે સૌથી સચોટ એક્ઝિટ પોલ જાહેર કર્યા છે.

દેશની અનેક બેઠકો આ વખતે રહીં ચર્ચામાં

ભારતમાં અનેક એવી બેઠકો ઠે જે આ વખતે ખુબ જ ચર્ચામાં રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બેઠકોને લોકોનું ધ્યાન ખેચ્યું અને સમીકરણો બદલવા માટે મતદાન થયું હશે તેવું અનુમાન લગાવી શકાય છે. આ બેઠકોમાં આ બેઠકોમાંથી એક રાજસ્થાનની બાડમેર-જેસલમેર લોકસભા બેઠક છે. અહીં અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટી, કોંગ્રેસના ઉમેદવાર ઉમેદારામ બેનીવાલ અને ભાજપના કૈલાશ ચૌધરી મેદાનમાં છે.

એક્ઝિટ પોલ || રાજસ્થાન (25 સીટ)
એજન્સીNDA ભાજપ INDIA કોંગ્રેસઅન્ય
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા16-195-71-2
એબીપી-સી-વોટર્સ21-232-40
ઈન્ડિયા ટીવી21-232-70
ન્યૂઝ નેશન2230
News1818-232-70
પોલ ઓફ પોલ્સ2142

રવિન્દ્ર ભાટી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જામ્યો જંગ

તમને જણાવી દઇએ કે, આ લોકસભા બેઠક પર રવિન્દ્ર ભાટી (Ravindra Singh Bhati) અને કોંગ્રેસના ઉમેદવાર ઉમ્મેદારામ બેનીવાલ વચ્ચે જંગ જામ્યો છે. આ મામલે ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર બાડમેર-જેસલમેર લોકસભા સીટ પર ભાટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. વાતાવરણ તેની તરફેણમાં હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ માટે મોટો ફટકો પડી શકે છે.

રાજસ્થાનમાં લોકોનું ધ્યાન ખેંચવામાં રહ્યા સફળ

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે સફળ રહેલા રવિન્દ્ર સિંહ ભાટી રાજસ્થાનના બાડમેડ જિલ્લાની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર છે. આ સમગ્ર ચૂંટણી દરમિયાન તેઓ તેમની સભાઓમાં ભીડને કારણે સતત હેડલાઇન્સમાં રહ્યા હતા. તેમની રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા, જેને જોતા ચૂંટણી પહેલા જ તેમની જીતના અનેક દાવાઓ થવા લાગ્યા. તેમના દાવાને કારણે ભાજપને સૌથી મોટો ફટકો પડ્યો છે. કારણ કે, તેમણે બાડમેરથી ભાજપના વર્તમાન સાંસદ કૈલાશ ચૌધરી માટે મુશ્કેલી ઊભી કરી હતી.

આ પણ વાંચો: RAJASTHAN EXIT POLL: એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં કાયમ રહેશે ભાજપનો પરચમ

આ પણ વાંચો: Tamil Nadu Exit Poll: DMK-કોંગ્રેસનું વર્ચસ્વ ચાલુ રહેશે કે પછી NDA મારશે બાજી? જાણો શું કહે છે એક્ઝિટ પોલ…

આ પણ વાંચો:  Exit Polls: એકબાજું 400 પારનો નારો તો સામે I.N.D.I.A ને ગઢબંધનનો સહારો, જાણો કોનું શું દાવ પર લાગ્યું?

Tags :
Barmer Exit PollExit PollExit Poll Latest NewsExit Poll NewsEXIT POLL UpdateLok Sabha Election 2024Lok Sabha Election NewsLok-Sabha-electionnational newsrajasthan newsRavindra Singh BhatiRavindra Singh Bhati Barmer
Next Article