Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad East Lok Sabha seat : ભાજપનો દબદબો કોંગ્રેસ તોડી શકશે ?

Ahmedabad East Lok Sabha seat : અમદાવાદ પૂર્વ લોકસભા (Ahmedabad East Lok Sabha seat) મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલા 26 લોક સભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે. Ahmedabad East મતવિસ્તાર 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો....
ahmedabad east lok sabha seat   ભાજપનો દબદબો કોંગ્રેસ તોડી શકશે

Ahmedabad East Lok Sabha seat : અમદાવાદ પૂર્વ લોકસભા (Ahmedabad East Lok Sabha seat) મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલા 26 લોક સભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે. Ahmedabad East મતવિસ્તાર 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. તેમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના હરિન પાઠક હતા. 2014માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ
Ahmedabad East મતવિસ્તારના પ્રતિનિધિત્વ બન્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. 2024ની ચૂંટણીમાં ભાજપે આ બેઠક પર હસમુખ પટેલને ફરી ટિકીટ આપી છે. જો કે આ લખાય છે ત્યાં સુધી કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થયું નથી.

Advertisement

ઐતિહાસિક સ્થિતિ --

યુનેસ્કો તરફથી જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે તે શહેર એટલે અમદાવાદ. અમદાવાદમાં બે લોકસભા બેઠકો આવે છે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ.અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં પહેલીવાર અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા બન્યા હતા.અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમાં ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને 1960થી 1972 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.

Advertisement

રાજકીય ઈતિહાસ --

1951થી 2009 સુધી અમદાવાદની લોકસભા બેઠક એક જ હતી..2008માં નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી.. તેમાં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરિન પાઠક હતા. 1951થી 1984 સુધી કોંગ્રેસનું એકહથ્થું શાસન અમદાવાદની બેઠક પર રહ્યું હતું..1989માં ભાજપમાંથી હરિન પાઠક સતત 7 ટર્મ માટે ચૂંટાયા હતા..તે પૈકી તેમની સાતમી ટર્મ નવા સીમાંકનમાં આવેલી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હતી. 2014માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ મતવિસ્તારના પ્રતિનિધિત્વ બન્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા.

Advertisement

અમદાવાદ પૂર્વ બેઠકનું સમીકરણ

વર્ષ  વિજેતાનું નામ પક્ષ
2009 હરિન પાઠક ભાજપ
2014 પરેશ રાવલ ભાજપ
2019 હસમુખ પટેલ ભાજપ

વિધાનસભાની બેઠક --

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં ગાંધીનગર દક્ષિણ, દહેગામ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર અને બાપુનગર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતી હતી.

2022ની વિધાનસભા ચૂંટણીનું પરિણામ

બેઠક વિજેતા પક્ષ

દહેગામ--બલરાજસિંહ ચૌહાણ--ભાજપ
ગાંધીનગર દક્ષિણ--અલ્પેશ ઠાકોર--ભાજપ
વટવા--બાબુસિંહ જાદવ--ભાજપ
નિકોલ--જગદીશ વિશ્વકર્મા--ભાજપ
નરોડા--પાયલબેન કુકરાણી--ભાજપ
ઠક્કરબાપાનગર--કંચનબેન રાદડિયા--ભાજપ
બાપુનગર --દિનેશસિંહ કુશવાહ---ભાજપ

વર્તમાન સાંસદની કામગીરીનું સરવૈયું --

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના વર્તમાન સાંસદ હસમુખભાઈ પટેલ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલની 61.76 ટકા મત સાથે જીત થઈ હતી. જેમાં તેમને 7,49,834 મત મળ્યાં હતા. આ બેઠક તેમણે 4,34,330 મતના માર્જીનથી જીતી હતી.

હસમુખ પટેલનો સંસદનો ટ્રેક રેકર્ડ (2019-2024)

હાજરીઃ 93 ટકા
પ્રશ્નો પૂછ્યાઃ 146
ચર્ચામાં ભાગ લીધોઃ 18
ખાનગી બિલઃ 1

હસમુખ પટેલની ફંડ ફાળવણી (2019-2024)

કુલ ભંડોળઃ 17 કરોડ
કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમઃ 9.50 કરોડ
વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમઃ 9.72 કરોડ
સાંસદ દ્વારા ભલામણઃ 15.35 કરોડ
મંજૂર થયેલી રકમઃ 10.49 કરોડ
ખર્ચાયેલી રકમઃ 8.83 કરોડ
કેટલા ટકા ઉપયોગઃ 90.99 ટકા
વપરાયા વિનાની રકમઃ 89 લાખ

ગ્રાન્ટ -- ભલામણ કરેલાં કામ -- પૂર્ણ થયેલાં કામ

વર્ષ 2019-20માં 2.50 કરોડની ગ્રાન્ટ સામે 4.49 કરોડનો ખર્ચ, કુલ 99 કામની ભલામણ તે પૈકી 61 પૂર્ણ થયા
વર્ષ 2020-21માં 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવણી સામે કોરોનાના કારણે શૂન્ય ખર્ચ
વર્ષ 2021-22માં 2 કરોડ ગ્રાન્ટ ફાળવણી સામે 2.18 કરોડનો ખર્ચ, 11 કામની ભલામણ તે પૈકી 4 પૂર્ણ
વર્ષ 2022-23માં 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવણી સામે 1.97 કરોડનો ખર્ચ, 117 કામની ભલામણ તે પૈકી 27 પૂર્ણ
વર્ષ 2023-24માં શૂન્ય ગ્રાન્ટની ફાળવણી, કુલ 76 કામની ભલામણ

કોણ છે સાંસદ હસમુખ પટેલ?

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી સાંસદ છે હસમુખભાઈ પટેલ. અગાઉ તેઓ 2 ટર્મ માટે અમદાવાદ મ્યુનિસિપિલમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી બે ટર્મ માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2019માં ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળતાં તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ સ્વચ્છ છબી ધરાવતા રાજનેતામાં ગણના પામે છે. ડીપ્લોમા ઈન ટેક્સટાઈલનો અભ્યાસ કરેલો છે. 17મી લોકસભામાં તેઓએ ટેક્સટાઈલ વિભાગની કમિટી અને સ્ટેન્ડિંગ કમિટી ઓન વોટર રિસોર્સમાં સભ્ય તરીકે સેવાઓ આપી છે.

વોટબેન્કનું સમીકરણ ઘણું રસપ્રદ

અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પર વોટબેન્કનું સમીકરણ ઘણું રસપ્રદ રહ્યું છે. આમ તો શહેરી બેઠક હોવાથી વર્ષ 1984 બાદ આ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસના હાથમાં કશું આવ્યું નથી. 1894થી અહીં ભાજપનો દબદબો જોવા મળ્યો છે.

2009માં અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ સીટ બની

અમદાવાદ પૂર્વ બેઠકમાં 7 વિધાનસભાનો સમાવેશ
ગાંધીનગર દક્ષિણ, દહેગામમાં પાટીદાર, ઠાકોરોનું વર્ચસ્વ
નરોડામાં સિંધી, પરપ્રાંતિય મતોનો જોરદાર પ્રભાવ
વટવામાં મુસ્લિમ અને પરપ્રાંતિય મતદારોનું પ્રભુત્વ
નિકોલ, ઠક્કરબાપાનગર, બાપુનગરમાં પાટીદાર પ્રભાવી
1951થી 1984 સુધી કોંગ્રેસ, અપક્ષનું હતું વર્ચસ્વ
2009માં અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ સીટ બની

અમદાવાદ પૂર્વના કુલ મતદાર

કુલ---20,10,350 મતદાર
10,52,968--પુરુષ મતદાર
9,57,269--સ્ત્રી મતદાર
અન્ય મતદાર--113

જ્ઞાતિવાદી સમીકરણ

પાટીદાર- 17 ટકા
વણિક- 6 ટકા
ઓબીસી- 16 ટકા
દલિત- 17 ટકા
મુસ્લિમ- 9 ટકા
બ્રાહ્મણ- 8 ટકા
રાજપૂત- 9 ટકા
અન્ય- 21 ટકા

અમદાવાદ પૂર્વનું 2019નું ચૂંટણી પરિણામ

2019માં અમદાવાદ પૂર્વમાં ભાજપની જીત
ભાજપના હસમુખ પટેલ ચૂંટણી જીત્યા હતા
હસમુખ પટેલને મળ્યાં હતા 7,49,834 મત
4,34,330 મતથી ભાજપને મળી હતી જીત
કોંગ્રેસના ગીતાબેન પટેલ ચૂંટણી હાર્યા હતા

વિધાનસભા પ્રમાણે ગણિત

દહેગામ- ભાજપ
ગાંધીનગર દક્ષિણ- ભાજપ
વટવા- ભાજપ
નિકોલ- ભાજપ
નરોડા- ભાજપ
ઠક્કરબાપાનગર- ભાજપ
બાપુનગર- ભાજપ

અમદાવાદ પૂર્વ લોકસભાની સમસ્યાઓ

ગટર અને વરસાદી પાણી નિકાલની સમસ્યા
ખારીકટ કેનાલનો પ્રશ્ન હજુ સંપૂર્ણ નથી ઉકેલાયો
ઔદ્યોગિક એકમોના દૂષિત પાણીનો પ્રશ્ન
સારા રસ્તાનો અભાવ અને ટ્રાફિકની સમસ્યા
નવા વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી નથી મળતું પાણી
અનેક વોર્ડમાં પાયાગત સુવિધાઓનો છે અભાવ

અહેવાલ----વિજયકુમાર દેસાઇ, અમદાવાદ

આ પણ વાંચો----- Sabarkantha Lok Sabha : ક્યારેક કોંગ્રેસનો ગઢ અને હવે ભાજપનો ગઢ

આ પણ વાંચો---- Patan Lok Sabha—ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

આ પણ વાંચો---- Banaskantha Lok Sabha : 2 મહિલાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ

Tags :
Advertisement

.