Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોદી 3.0 કેબિનેટમાં TDP નો કેટલો હિસ્સો હશે, કોણ લેશે શપથ... આવી ગઈ લિસ્ટ!

નરેન્દ્ર મોદી આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત PM તરીકે શપથ લેશે. લગભગ એક દાયકા બાદ ગઠબંધન સરકાર દેશમાં પરતફરી રહી છે. વર્ષ 2014 થી 2019 સુધી BJP એ પોતાના દમ પર બહુમતી મળી હતી. પરંતુ આ વખતે લોકસભા...
મોદી 3 0 કેબિનેટમાં tdp નો કેટલો હિસ્સો હશે  કોણ લેશે શપથ    આવી ગઈ લિસ્ટ

નરેન્દ્ર મોદી આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત PM તરીકે શપથ લેશે. લગભગ એક દાયકા બાદ ગઠબંધન સરકાર દેશમાં પરતફરી રહી છે. વર્ષ 2014 થી 2019 સુધી BJP એ પોતાના દમ પર બહુમતી મળી હતી. પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાગવા પાર્ટીનો બહુમતીનો આંકડો 272 થી 32 બેઠક ઘટીને 240 થઇ ગયો છે. જો કે, BJP નેતૃત્વમાં ગઠબંધન NDA પાસે 293 બેઠકો સાથે પૂર્ણ બહુમતી છે. ચંદ્રબાબુ નાયડુની TDP અને નીતિશ કુમારની JDU સયુંકત NDAના બે મુખ્ય ઘટક છે.

Advertisement

મોદી 3.0 માં કેબિનેટનું સ્વરૂપ કેવું હશે તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી અને માત્ર અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન TDP એ તેના ક્વોટા મંત્રીઓના નામની જાહેરાત કરી છે. મોદી 3.0 મંત્રી પરિષદમાં TDP ને એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રીનું સ્થાન મળ્યું છે. ત્રણ વખતના સાંસદ રામ મોહન નાયડુ TDP ક્વોટામાંથી નવા રચાયેલા કેન્દ્રીય કેબિનેટમાં કેબિનેટ મંત્રી હશે અને પી ચંદ્રશેખર પેમ્માસાની રાજ્ય મંત્રી હશે.

Advertisement

જયદેવ ગલ્લાએ કરી પોસ્ટ...

TDP નેતા જયદેવ ગલ્લાએ એક પોસ્ટમાં રામ મોહન નાયડુને અભિનંદન પાઠવ્યા હતા તમારી પ્રામાણિકતા અને નમ્ર સ્વભાવ દેશના વિકાસમાં ચોક્કસપણે મદદરૂપ સાબિત થશે. તમારી નવી ભૂમિકા માટે તમને શુભેચ્છાઓ. રામ મોહન નાયડુ TDP ના વડા ચંદ્રાબાબુ નાયડુના નજીકના સાથી છે. તેઓ લોકસભામાં શ્રીકાકુલમ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

ડૉ. પી. ચંદ્રશેખર પેમ્માસાની ગુંટુરથી પહેલીવાર સાંસદ બન્યા...

ડૉ. પી. ચંદ્રશેખર પેમ્માસાની ગુંટુરથી પહેલીવાર સાંસદ બન્યા છે. તે વ્યવસાયે ડોક્ટર અને ઉદ્યોગસાહસિક છે. આ લોકસભા ચૂંટણીમાં તેઓ સૌથી ધનિક ઉમેદવારોમાંથી એક હતા. તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશમાં આ વખતે TDP, ભાજપ અને જનસેના પાર્ટીએ ગઠબંધન કરીને વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી હતી. આંધ્રમાં લોકસભાની 25 બેઠકો છે, જેમાંથી TDP એ 16, BJP એ 3 અને જનસેનાએ 2 બેઠકો જીતી છે. જગન મોહન રેડ્ડીની YSRCP ને 4 બેઠકો મળી છે. આ રીતે NDA આંધ્રમાં 25 માંથી 21 સંસદીય બેઠકો જીતી હતી.

Advertisement

PM મોદી મંત્રી પરિષદના સભ્યોને મળશે...

શપથ ગ્રહણ સમારોહ પહેલા નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર નવા મંત્રી પરિષદના સભ્યોને મળશે. શપથગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. PM નો શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો છે ત્યારે રાજધાની દિલ્હી અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસ સુરક્ષાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. નવી દિલ્હી વિસ્તાર આગામી બે દિવસ સુધી નો ફ્લાઈંગ ઝોન રહેશે. દિલ્હી પોલીસના 3 હજાર જવાનો, અર્ધલશ્કરી દળોની 15 કંપનીઓ, NSG, SPG અને ઈન્ટેલિજન્સ વિંગના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાંજે 5 વાગ્યાથી મહેમાનો રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું શરૂ કરશે. શપથ ગ્રહણ 7:15 વાગ્યે શરૂ થશે.

Tags :
Advertisement

.