ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

West Bengal Exit Poll: લોકસભામાં મમતાનો જાદુ નહીં ચાલે! એક્ઝિટ પોલમાં NDA ને આટલી બેઠકો...

West Bengal Exit Poll: લોકસભા ચૂંટણીમાં તમામ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે. હવે ભારતના લોકો પરિણામની રાહ જોઈને બેઠા છે. તમને જણાવી દઈએ કે, આગમી 4 જૂને પરિણામ જાહેર થવાનું છે. આ પહેલા અત્યારે એક્ઝિટ પોલના આંકડાઓ સામે...
10:24 PM Jun 01, 2024 IST | VIMAL PRAJAPATI
West Bengal Exit Poll

West Bengal Exit Poll: લોકસભા ચૂંટણીમાં તમામ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે. હવે ભારતના લોકો પરિણામની રાહ જોઈને બેઠા છે. તમને જણાવી દઈએ કે, આગમી 4 જૂને પરિણામ જાહેર થવાનું છે. આ પહેલા અત્યારે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં બીજેપીની જીત દેખાઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી દરમિયાન શબ્દોનું જોરદાર યુદ્ધ થયું હતું. હવે સવાલ એ થઈ રહ્યો છે કે, શું તૃણમૂલ કૉંગ્રેસના વડા મમતા બેનર્જી લોકસભા ચૂંટણીમાં પોતાનો કિલ્લો બચાવી શકશે? આ સાથે ભારતીય જનતા પાર્ટી તેમાં કેટલો બગાડ કરી શકશે? ચાલે જાણીએ એક્ઝિટ પોલ (Exit Poll) શું કહે છે...

એક્ઝિટ પોલ || પશ્ચિમ બંગાળ || 42 સીટ
એજન્સીભાજપ કોંગ્રેસ લેફ્ટઅન્ય
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા26-310-211-14
એબીપી-સી-વોટર્સ23-371-313-17
ન્યૂઝ ટુડે ચાણક્ય25-290-117-22
SAAM- જન કી બાત21-260-216-18
રિપબ્લિક ભારત- મેટ્રિઝ21-250-116-20
પોલ ઓફ પોલ્સ27116

રાજ્યમાં આ બેઠકો પર તમામ સાત તબક્કામાં મતદાન થયું

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠકો છે. રાજ્યમાં આ બેઠકો પર તમામ સાત તબક્કામાં મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળની ત્રણ લોકસભા બેઠકો - કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. બીજા તબક્કામાં દાર્જિલિંગ, રાયગંજ, બાલુરઘાટ અને માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જાંગીપુર, મુર્શિદાબાદ બેઠકો પર 26મી એપ્રિલે અને ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળમાં એનડીએને 26થી 31 બેઠકો મળવાની ધારણા

પશ્ચિમ બંગાળમાં એક્ઝિટ પોલના આંકડાની વાત કરવામાં આવે તો, આવી આગાહી કરવામાં આવી છે કે એનડીએને 46 ટકા વોટ મળશે, ટીએમસીને 40 ટકા વોટ મળશે અને કોંગ્રેસ-ડાબેરીઓને 12 ટકા વોટ મળશે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર એનડીએને 26થી 31 બેઠકો મળવાની ધારણા છે. ટીએમસીને 11 થી 14 બેઠકો મળવાની ધારણા છે અને ઈન્ડિયા બ્લોકને શૂન્યથી બે બેઠકો મળવાની ધારણા છે.

લોકસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ ઉત્સાહમાં રહીં છે. આ સાથે સાથે લોકોમાં પણ મતદાનને લઈને ભારે જોશ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને લઈને સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. આ સાથે સાથે લોકસભાની ચૂંટણીને લઈને 4 જૂને મતગણતરી થશે. આ દિવસે નક્કી થશે કે દેશમાં કઈ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે?

નોંધ : આ માત્ર વિવિધ એજન્સીઓ દ્વારા સરવે કરી જાહેર કરાયેલ એક્ઝિટ પોલના આંકડા છે. સચોટ પરિણામ 4 જૂનના રોજ જાણી શકાશે, જ્યારે મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરાશે. Gujarat First આ આંકડાઓની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: RAJASTHAN EXIT POLL: એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં કાયમ રહેશે ભાજપનો પરચમ

આ પણ વાંચો: Tamil Nadu Exit Poll: DMK-કોંગ્રેસનું વર્ચસ્વ ચાલુ રહેશે કે પછી NDA મારશે બાજી? જાણો શું કહે છે એક્ઝિટ પોલ…

આ પણ વાંચો:  Exit Polls: એકબાજું 400 પારનો નારો તો સામે I.N.D.I.A ને ગઢબંધનનો સહારો, જાણો કોનું શું દાવ પર લાગ્યું?

Tags :
Exit PollExit Poll NewsEXIT POLL UpdateLok Sabha Election 2024lok-sabhaVimal PrajapatiWest BengalWest Bengal Exit PollWest Bengal Exit Poll NewsWest Bengal Exit Poll UPdatewest bengal news
Next Article