ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UP Election : ભાજપના કાર્યકરો પોતાના જ ઉમેદવારને ન ઓળખી શક્યા, બીજાને પહેરાવી દીધો હાર...

ભાજપે ઉત્તર પ્રદેશ (UP Election)ના કાનપુર સંસદીય ક્ષેત્રથી તેના વર્તમાન સાંસદ સત્યદેવ પચૌરીની ટિકિટ રદ કરીને રમેશ અવસ્થી (Ramesh Awasthi) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કાનપુરથી ઉમેદવારીની જાહેરાત બાદ જ્યારે રમેશ અવસ્થી (Ramesh Awasthi) શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન દ્વારા કાનપુર પહોંચ્યા...
11:16 PM Mar 27, 2024 IST | Dhruv Parmar

ભાજપે ઉત્તર પ્રદેશ (UP Election)ના કાનપુર સંસદીય ક્ષેત્રથી તેના વર્તમાન સાંસદ સત્યદેવ પચૌરીની ટિકિટ રદ કરીને રમેશ અવસ્થી (Ramesh Awasthi) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કાનપુરથી ઉમેદવારીની જાહેરાત બાદ જ્યારે રમેશ અવસ્થી (Ramesh Awasthi) શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન દ્વારા કાનપુર પહોંચ્યા ત્યારે ભાજપના કાર્યકરો તેમને ઓળખી શક્યા ન હતા. ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે ભાજપના કાર્યકર રમેશને બદલે અન્ય કોઈએ હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.

આ કારણે થઇ સ્વાગતમાં ચૂક...

વાસ્તવમાં બન્યું એવું કે જે ટ્રેનમાં ભાજપના ઉમેદવાર રમેશ અવસ્થી (Ramesh Awasthi) કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર પહોંચ્યા તેની થોડીક સેકન્ડ પહેલાં રાજ્યસભાના સાંસદ બાબુરામ નિષાદ એ જ ટ્રેન અને એ જ બોગીમાંથી નીચે ઉતર્યા ત્યારે કાર્યકર્તાઓએ ફૂલોના હાર અને ઢોલ સાથે રમેશ અવસ્થી (Ramesh Awasthi) માનીને તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ કાર્યકર્તાઓને તેમની ભૂલનો અહેસાસ થતાં જ તેઓએ રમેશ અવસ્થી (Ramesh Awasthi)ને આવકાર્યા હતા.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે...

કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના કાર્યકરો ઉતાવળમાં પાર્ટીના ઉમેદવાર રમેશને ઓળખી શક્યા નહીં અને રાજ્યસભા સાંસદ બાબુરામ નિષાદનું સ્વાગત કર્યું. સૂત્રોચ્ચાર કરી રહેલા ભાજપના કાર્યકરોને રમેશ અવસ્થી (Ramesh Awasthi) પાછળ હોવાની જાણ થતાં તેઓ તેમનું સ્વાગત કરવા દોડી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કોણ છે રમેશ અવસ્થી?

ભાજપના ઉમેદવાર રમેશ અવસ્થી (Ramesh Awasthi) વ્યવસાયે પત્રકાર છે. 30 વર્ષથી વધુ સમય સુધી પત્રકારત્વ કર્યા બાદ હવે તેઓ રાજકારણમાં આવ્યા છે. ટિકિટ મળતા પહેલા રમેશ એક મોટા મીડિયા હાઉસ સાથે જોડાયેલા હતા. તેમણે તાજેતરમાં જ ત્યાંથી રાજીનામું આપ્યું હતું. તે અમૃતપુર વિસ્તારના નાગલા હુસા ગામનો રહેવાસી છે. તેમનો જન્મ 1 ડિસેમ્બર 1967 ના રોજ થયો હતો. તેમણે એલએલબી, એમફીલની ડીગ્રી પણ મેળવી છે. તેઓ બદ્રી વિશાલ ડિગ્રી કોલેજના વિદ્યાર્થી સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો : Lok Sabha Eelection : બગ્ગીમાં બેસીને નોમિનેશન માટે પહોંચ્યો ઉમેદવાર, જીતશે તો મતદારોને આપશે આટલા ડોલર…

આ પણ વાંચો : Liquor Policy Case : CM કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત નહીં, આગામી સુનાવણી 3 એપ્રિલે થશે…

આ પણ વાંચો : OPINION : America હોય કે પછી બીજું કોઈ… India ની આંતરિક બાબતોમાં દખલ કરશે તો નહીં ચાલે!

 

Tags :
bjp candidate Ramesh AwasthiBJP workers not recognize party candidateGujarati NewsIndiaLok Sabha Election 2024NationalPoliticsRamesh Awasthi viral video
Next Article