Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election પહેલા TMC ને ફટકાર, બે નેતાઓએ ધારણ કર્યો કેસરિયો

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીની કાલે શનિવારે ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. અત્યારે લોકસભાની ચૂંટણીમાં બીજેપીનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. વિપક્ષના અનેક નેતાઓ પોતાના પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં પણ અત્યારે ટીએમસીને ઝટકો લગ્યો...
lok sabha election પહેલા tmc ને ફટકાર  બે નેતાઓએ ધારણ કર્યો કેસરિયો

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીની કાલે શનિવારે ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. અત્યારે લોકસભાની ચૂંટણીમાં બીજેપીનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. વિપક્ષના અનેક નેતાઓ પોતાના પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં પણ અત્યારે ટીએમસીને ઝટકો લગ્યો છે. ટીએમસીની વાત કરવામાં આવે તો અહીં બે નેતાઓને ટીએમસીએ ટિકિટ ના આપી તો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયાં છે. અર્જુન સિંહ અને દિવ્યેન્દુ અધિકારીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરિયા કરી લીધા છે.

Advertisement

પશ્ચિમ બંગાળમાં અત્યારે ટીએમસીએ પોતાની ઉમેદવાર યાદી જાહેર કરી હતી. જેમાં સુવેન્દ્ર અધિકારીના ભાઈ દિવ્યેન્દુ અધિકારીને ટિકિટ ના મળી તો પાર્ટી છોડી દીધી છે. એવી અટકળો વર્તાઈ રહીં હતીં કે, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, આ અટકળનો અંત આવી ગયો છે. કારણ કે, શુક્રવારે દિવ્યેન્દુ અધિકારીએ ભાજપમાં જોડાઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના વરિષ્ઠ નેતાઓએ દિવ્યેન્દુ અધિકારીઓને પાર્ટીમાં કેસરિયા કરાવ્યા છે.

Advertisement

અર્જુન સિંહ અને દિવ્યેન્દુ અધિકારી સાથે ભાજપમાં જોડાયા

ઉલ્લેખનીય છે કે, બેરકપુરના સાંસદ અર્જુન સિંહનું નામ પણ ટીએમસીની યાદીમાં નથી. મમતા બેનર્જીએ તેમની ટિકિટ રદ કરી અને મંત્રી પાર્થ ભૌમિકને તેમના ઉમેદવાર જાહેર કર્યા. આ વાતથી અર્જુન સિંહ નારાજ હતા. આ પછી અર્જુન સિંહ દિવ્યેન્દુ અધિકારી સાથે ભાજપમાં જોડાયા હતા. અર્જુન સિંહનું બીજેપીમાં ઘર વાપસી છે, કારણ કે તે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. આ પછી, તેઓ વિધાનસભા ચૂંટણી દરમિયાન ટીએમસીમાં જોડાયા હતા. તે જ સમયે, સુવેન્દુ અધિકારીના ભાજપમાં જોડાવાને કારણે, TMCએ તેમના ભાઈ અને પિતાની ટિકિટો રદ કરી દીધી. જોકે, તેમના પિતા શિશિર અધિકારીએ ચૂંટણી લડવાની પહેલા જ ના પાડી દીધી હતી.

Advertisement

ટીએમસી પર અર્જુન સિંહે કર્યા વાક્ પ્રહાર

ભાજપમાં જોડાયા બાધ અર્જુન સિંહે નિવેદન આપતા કહ્યું કે, ‘હું 2019માં (ભાજપમાંથી) સાંસદ બન્યો અને 2021માં પાર્ટીના કાર્યકરોને બચાવવા માટે મારે ભાજપથી દૂર રહેવું પડ્યું. મેં જોયું કે ટીએમસી માત્ર પોલીસ અને ગુંડાઓની મદદથી સત્તામાં રહેવા માંગે છે. આનું તાજેતરનું ઉદાહરણ આપણે સંદેશખાલીમાં જોયું. અહીં માત્ર એક સંદેશખાલી નથી, બંગાળના સરહદી વિસ્તારના લોકો પણ આવી જ સંદેશખાલીમાં રહે છે.’

જાણો શું કહ્યું દિવ્યેન્દુ અધિકારીએ ?

બીજેપીમાં જોડાયા બાધ દિવ્યેન્દુ અધિકારીએ કહ્યું કે, આ દિવસ મારા માટે ખુબ જ ખાસ છ. કારણ કે, આજે હું ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં જોડાઈ ગયો છું. વધુમાં કહ્યું કે, સંદેશખાલી માત્ર બંગાળનો નહીં દેશનો મામલો છે. બીજેપી પીડિય પરિવાર સુધી સૌથી પહેલા પહોંચી હતી. અન્ય કોઈ રાજકીય પક્ષ આવું કરી શક્યો નથી. લોકોને બંગાળના મુખ્યમંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, કારણ કે તે પણ એક મહિલા છે. બંગાળમાં મહિલાઓને જોઈએ તેવું સન્માન મળતું નથી. ત્યાં કાયદાનું શાસન નથી.

આ પણ વાંચો: Lok Sabha Election: ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું એનાલિસિસ, જાણો ચૂંટણીની તમામ વિગતો
આ પણ વાંચો: Lok Sabha Election Date : આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે કરશે જાહેરાત…
આ પણ વાંચો: Pashupati Kumar Paras: જો NDA પશુપતિ પારસના સાંસદોનું આગામી સમયમાં નહીં વિચારે, તો….
Tags :
Advertisement

.