Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Porbandar: પોરબંદરમાં ખાંટ રાજપૂત સમાજે કલેક્ટરને આવેદન પત્ર આપી કરી આ માંગણી

Porbandar: રાજકોટમાં અત્યારે પરશોત્તમ રુપાલાની નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. જેમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતાં. જો કે, જગ્યાએ લોકો પરશોત્તમ રુપાલાના સમર્થનમાં પણ આવતા જોવા મળ્યા હતાં. મળતી વિગતો પ્રમાણે રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલના નિવેદન...
porbandar  પોરબંદરમાં ખાંટ રાજપૂત સમાજે કલેક્ટરને આવેદન પત્ર આપી કરી આ માંગણી

Porbandar: રાજકોટમાં અત્યારે પરશોત્તમ રુપાલાની નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. જેમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતાં. જો કે, જગ્યાએ લોકો પરશોત્તમ રુપાલાના સમર્થનમાં પણ આવતા જોવા મળ્યા હતાં. મળતી વિગતો પ્રમાણે રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે પોરબંદર (Porbandar)માં પણ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ યથાવત જોવા મળ્યો છે. આજે 12 એપ્રિલના રોજ પોરબંદર સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા પોરબંદર જિલ્લા કલેકટરને આવેદનત્ર પાઠવ્યું.

Advertisement

ટિકિટ રદ કરો નહિતર ઉપવાસ આંદોલન: ખાંટ રાજપૂત સમાજ

મળતી વિગતો પ્રમાણે અત્યારે ખાંટ રાજપૂત સમાજે માંગ કરી છે કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે નહિતર ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. પરશોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ ભાજપ દ્વારા પરશોત્તમ રૂપાલાને બદલવાના મૂડમાં નથી ત્યારે હવે ક્ષત્રિય સમાજમાં રોષ વધતો જઈ રહ્યો છે. પોરબંદરમાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે, પરશોત્તમ રૂપાલા અત્યારે પોતાના પ્રચાર પણ કરી રહ્યાં છે.

ખાંટ રાજપૂત સમાજે પીએમ મોદીને કરી વિનંતી

પોરબંદર ખાંટ રાજપૂત સમાજે જિલ્લાના કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા સમસ્ત ક્ષત્રિય સમાજ વિરૂધ્ધ વિવાસ્પદ ઉચ્ચરાણો /ટીકા ટીપ્પણી કરેલ તેના વિરુદ્ધ માં અમારા સમસ્ત ખાંટ રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે. જો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહિ આવે તો સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા આવનારા દિવસોમાં ગાંધી ચીધ્યા માર્ગે ઉપવાસ અંદોલન કરવાની ફરજ પડશે. તો અમારી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરી સમસ્ત ક્ષત્રિય સમાજ ને ન્યાય અપાવે એવી અમારી માંગણી અને લાગણી છે તેવું સમસ્ત પોરબંદર ખાંટ રાજપૂત સમાજ આવેદનમાં દ્વારા જણાવ્યુ હતું.

Advertisement

અહેવાલ: કિશન ચૌહાણ, પોરબંદર

આ પણ વાંચો: Kathi Kshatriya : બીજા પ્રશ્નો ગૌણ છે જ્યારે PM MODI ની વાત હોય..!

આ પણ વાંચો: VADODARA : લોકસભા ચૂંટણીના કેન્દ્રીય ખર્ચ નિરીક્ષક સત્યપાલ કુમારની પ્રથમ બેઠક યોજાઇ

આ પણ વાંચો:  Dubai માં બેસેલા બુકીઓને કેમ ભારતીય સિમ કાર્ડ જ જોઈએ છે ?

Tags :
Advertisement

.