Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan : હવામહેલના બાલ મુકુંદ આચાર્યની જીતથી રાજસ્થાનના રાજકારણની પરંપરા જળવાઇ, વાંચો કેમ

રાજસ્થાનના રાજકારણમાં હવામહેલ બેઠકની ભૂમિકા ખુબ અગત્યની ગણાય છે. આ વખતે ભાજપે આ બેઠક પર મહંત બાલમુકુંદ આચાર્યને ટિકીટ આપી ત્યારથી જ આ બેઠકની ચારેબાજુ ચર્ચા શરુ થઇ ગઇ હતી. હવામહેલ બેઠકની રોચક વાત એ છે કે છેલ્લા 20 વર્ષમાં...
rajasthan   હવામહેલના બાલ મુકુંદ આચાર્યની જીતથી રાજસ્થાનના રાજકારણની પરંપરા જળવાઇ  વાંચો કેમ

રાજસ્થાનના રાજકારણમાં હવામહેલ બેઠકની ભૂમિકા ખુબ અગત્યની ગણાય છે. આ વખતે ભાજપે આ બેઠક પર મહંત બાલમુકુંદ આચાર્યને ટિકીટ આપી ત્યારથી જ આ બેઠકની ચારેબાજુ ચર્ચા શરુ થઇ ગઇ હતી. હવામહેલ બેઠકની રોચક વાત એ છે કે છેલ્લા 20 વર્ષમાં હવામહેલની સીટ જેણે જીતી તે પક્ષની રાજસ્થાનમાં સરકાર બનાવે છે અને આ વખતે પણ ભાજપના મહંત બાલમુકુંદ આચાર્યએ આ બેઠક જીતી લીધી છે અને સાથે જ રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર બની રહી છે.

Advertisement

હવા મહેલના પવનની દિશા રાજસ્થાનના રાજકારણની દિશા નક્કી કરે છે

હવા મહેલના પવનની દિશા રાજસ્થાનના રાજકારણની દિશા નક્કી કરે છે. છેલ્લા 20 વર્ષમાં હવામહેલમાં જે પાર્ટીના ઉમેદવાર જીત્યા તે પાર્ટીએ સરકાર બનાવી. જે ઉમેદવાર ​​હાર્યો તેની પાર્ટી સત્તાથી બહાર! હવામહેલની હવાનો રાજસ્થાનના રાજકીય સમીકરણ સાથે ઊંડો સંબંધ છે. 20 વર્ષથી હવામહેલની રાજકીય હવામાં જે પક્ષનો ઉમેદવાર જીત્યો તે જ પક્ષ સત્તામાં આવ્યો. હવામહલની બેઠક જીત્યા બાદ તે પક્ષને સત્તામાં આવવાની તક મળી. સુરેન્દ્ર પારીક, બ્રજકિશોર શર્મા, મહેશ જોષી ભુતકાળમાં જીત્યા, અને પછી તેમની પાર્ટીની સરકાર બની.આ વખતે હવામહેલમાં 3.38 ટકા વધુ મતદાન થયું. ચોંકાવનારા મતદાન બાદ પરિણામો પણ ચોંકાવનારા આવ્યા છે.

Advertisement

રાજસ્થાનમાં ભાજપની સરકાર 

આજે જાહેર થયેલા પરિણામમાં હવામહેલ બેઠક પર ભાજપના મહંત બાલમુકુંદ આચાર્ય 974 મતની સરસાઇથી જીતી ગયા છે અને તે પરંપરા પણ જળવાઇ રહી છે કે રાજસ્થાનમાં ભાજપની સરકાર બની રહી છે. છેલ્લા 20 વર્ષની આ પરંપરા આ ચૂંટણીમાં પણ જળવાઇ રહી છે.

Advertisement

કોંગ્રેસમાંથી આરઆર તિવારી અને ભાજપના મહંત બાલ મુકુંદ આચાર્ય વચ્ચે જોરદાર ટક્કર

હવામહલ બેઠક પરથી મોટા મોટા નેતાઓ હવામાં ઉડી ગયા છે પરંતુ ભંવરલાલ શર્મા ભાજપના એવા ઉમેદવાર હતા જેમણે મોટા રાજકીય તોફાનોનો સામનો કર્યો અને તેઓ સતત 6 વખત જીત્યા. 1977 થી 2003 સુધી, ભંવરલાલ શર્માએ હવામહલ સીટ પરથી જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, તેઓ એક વખત જનતા દળ અને 5 વખત ભાજપમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા. આ વખતે હવામહેલથી કોંગ્રેસમાંથી આરઆર તિવારી અને ભાજપના મહંત બાલ મુકુંદ આચાર્ય વચ્ચે જોરદાર ટક્કર હતી.

કોણ છે બાલમુકુંદ આચાર્ય?

જયપુર- હથોજ ધામના મહંત સ્વામી બાલમુકુંદ આચાર્ય છે. બાલમુકંદ આચાર્ય મહારાજ અખિલ ભારતીય સંત સમાજ રાજસ્થાનના વડા છે. લાંબા સમયથી બાલમુકુંદ આચાર્ય પરકોટા વિસ્તારના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારની પણ મુલાકાત લેતા હતા. આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે આ વિસ્તારોમાં સેંકડો મંદિરો બાંધવામાં આવ્યા હતા, જેને એક ષડયંત્રના ભાગરૂપે તોડીને નષ્ટ કરવામાં આવ્યા હતા. મીડિયા સાથે વાત કરતા આચાર્યએ દાવો કર્યો કે તેમની પાસે દરેક મંદિરના દસ્તાવેજો છે. તેઓ દરેક મંદિરની ઓળખ કરશે અને તેને ફરીથી અસ્તિત્વમાં લાવશે.

હિંદુઓના સ્થળાંતરનો મુદ્દો

જયપુરના હવામહાલ વિધાનસભા ક્ષેત્રમાં હિંદુઓના સ્થળાંતરનો મુદ્દો તાજેતરમાં હેડલાઇન્સમાં હતો. આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેમાં હિંદુઓ દ્વારા મુસ્લિમોને મકાનો વેચવામાં આવ્યા હતા. મકાનનું વેચાણ સંમતિ અને પરસ્પર વાટાઘાટો દ્વારા થયું હશે પરંતુ હવામહાલ વિધાનસભા ક્ષેત્રમાં તે મુદ્દો બની ગયો હતો. દિવાલ પર ઘણા ઘરો પર હિંદુઓના હિજરતના પોસ્ટરો હતા. આવી બાબતોમાં બાલ મુકુંદ આચાર્ય પણ હિંદુઓના સમર્થનમાં મક્કમતાથી ઉભા છે. ભાજપે પણ કોંગ્રેસની ગેહલોત સરકારને મુદ્દો બનાવીને ઘેરી હતી.

આ પણ વાંચો----MADHYA PRADESH : મધ્યપ્રદેશમાં કેમ કારમી હારનો સામનો કરવો પડ્યો કોંગ્રેસને ? વાંચો આ મુદ્દાસર અહેવાલ

Tags :
Advertisement

.