Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ranjan Bhatt વિરુદ્ધ લાગેલા બેનરની ચૂંટણી પંચ દ્વારા તપાસ શરુ

Ranjan Bhatt : વડોદરા (vadodara)માં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ ( Ranjan Bhatt ) ને સતત ત્રીજી વાર રિપીટ કરાયા બાદ અસંતોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ જાહેરમાં આ મુદ્દો રોષ પ્રગટ કર્યો હતો. હવે વડોદરાના કારેલીબાગ...
ranjan bhatt વિરુદ્ધ લાગેલા બેનરની ચૂંટણી પંચ દ્વારા તપાસ શરુ

Ranjan Bhatt : વડોદરા (vadodara)માં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ ( Ranjan Bhatt ) ને સતત ત્રીજી વાર રિપીટ કરાયા બાદ અસંતોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ જાહેરમાં આ મુદ્દો રોષ પ્રગટ કર્યો હતો. હવે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રંજન ભટ્ટ ( Ranjan Bhatt ) વિરુદ્ધ બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે રંજનબેનની ફરિયાદ બાદ ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોર્ડે અને પોલીસે તપાસ શરુ કરી છે અને બેનર કોણે લગાવ્યા તે દિશામાં તપાસ શરુ કરી છે.

Advertisement

પોલીસે બેનર લગાડનાર શખ્સની તપાસ કરી શરૂ

વડોદરાના ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં બેનર લાગતાં આજે સવારથી જ વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.આ મામલે રંજનબેન ભટ્ટે વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરતાં પોલીસે બેનર લગાડનાર શખ્સની તપાસ કરી શરૂ છે.

Advertisement

ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ તપાસ માટે પહોંચી

બીજી તરફ રંજનબેન ભટ્ટના વિરુદ્ધ લાગેલા બેનર મામલે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ તપાસ માટે ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પહોચી હતી જેમાં પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારી ચિરાગ સુરતીએ જણાવ્યું કે અમને બેનર અંગેની ફરીયાદ મળતા તપાસ કરવા આવ્યા છીએ. હાલમાં બેનર કાઢી નાખ્યા હોવાથી સીસીટીવી કેમેરાની તપાસ કરીશું

Advertisement

સોસાયટીના રહીશો શું કહે છે.

આ મામલે ગાંધી પાર્ક સોસાયટીના રહીશ જયેશ ત્રિવેદીનું મોટું નિવેદન પણ બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે અમે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવ્યા નથી અને કાઢ્યા પણ નથી. તેમણે કોઈ ત્રાહિત વ્યક્તિ બેનર લગાવીને ગઈ હોવાની શંકા વ્યક્ત કરીને કહ્યું કે ચૂંટણી પંચે તપાસ કરવી જોઈએ કારણ કે અમારી સોસાયટીને બદનામ કરવાનું કાવતરું છે. અમે રંજનબેન ભટ્ટ અને ભાજપના સમર્થકો છીએ

સંગમ અને કારેલીબાગ વિસ્તાર માં આવેલ સોસાયટીઓ ના નાકા પર પોસ્ટરો લાગ્યા હતા

ઉલ્લેખનિય છે કે વડોદરા શહેરમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા હતા. શહેરના સંગમ અને કારેલીબાગ વિસ્તાર માં આવેલ સોસાયટીઓ ના નાકા પર પોસ્ટરો લાગતાં ચકચાર મચી હતી. ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયના રોડ પર પોસ્ટર લાગ્યા હતા.

આ પણ વાંચો------ Gandhinagar : આખરે માની ગયા કેતન ઇનામદાર

આ પણ વાંચો---- VADODARA : BJP માંથી સસ્પેન્ડેડ ડો. જ્યોતિ પંડ્યાએ કહ્યું, “AAP સંપર્કમાં, મારૂ મન કેસરિયુ છે”

Tags :
Advertisement

.