Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Assam CM: આસામના મુખ્યમંત્રીએ ચીન મામલે સરકારને કરી અપીલ, કહ્યું - ભારતે તિબ્બતમાં...

Assam CM: લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અત્યારે જોરદાર પ્રચાર કરી રહ્યું છે. ભાજપે આસામના દીપુ લોકસભા સીટ પરથી અમરસિન ટિસોને ઉમેદવાર બનાવ્યા છે. TISO ની તરફેણમાં પ્રચાર કરવા આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ચીનને લઈને આવું નિવેદન આપ્યું છે,...
assam cm  આસામના મુખ્યમંત્રીએ ચીન મામલે સરકારને કરી અપીલ  કહ્યું   ભારતે તિબ્બતમાં

Assam CM: લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અત્યારે જોરદાર પ્રચાર કરી રહ્યું છે. ભાજપે આસામના દીપુ લોકસભા સીટ પરથી અમરસિન ટિસોને ઉમેદવાર બનાવ્યા છે. TISO ની તરફેણમાં પ્રચાર કરવા આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ચીનને લઈને આવું નિવેદન આપ્યું છે, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ મંગળવારે આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન કુમાર બોરાના કાર્બી આંગલોંગ જિલ્લાના દીપુ શહેરમાં નિવેદન પર મીડિયાના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે ભૂપેન બોરા પોતે ચિંતિત છે, તમે લોકોએ કોંગ્રેસમાંથી કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ. કોંગ્રેસના નેતાઓ ખુદ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

Advertisement

ચીન મામલે આસામના મુખ્યમંત્રીનો ધારદાર જવાબ

તમને જણાવી દઈએ કે, ચીને ભારતના અરૂણાચલ પ્રદેશ રાજ્યના 30 સ્થાનોના નામ બદલી દીધા છે. તેના પર હિમંત બિસ્વાએ કહ્યું કે, ‘હું ભારત સરકારને વિનંતી કરું છું કે તે ચીન પર ટિટ-બૉર-ટાટ નીતિ અપનાવે અને તિબેટના 60 સ્થળોના નામ પણ બદલે.’ નોંધનીય છે કે, ચીનના આ વલણ પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ગુજરાતના રાજકોટમાં એક પ્રેસને સંબોધિત કરતા કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ ભવિષ્યમાં પણ ભારતીય રાજ્ય હતું, છે અને રહેશે. વધુમાં કહ્યું કે, ‘જો હું તમારા ઘરનું નામ બદલી નાખુ તો શું તે ઘર મારૂ થઈ જાય? અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હતું, એક ભારતીય રાજ્ય છે અને ભવિષ્યમાં તે ભારતનું જ રાજ્યા રહેશે.નામ બદલી દેવાથી કઈ પણ મળવાનું નથી.’

Advertisement

આસામમાં બીજેપી સરકારના કર્યા ભરપૂર વખાણ

હિમંત બિસ્વાએ વધુમાં કહ્યું કે આસામ (Assam)ના આદિવાસી વિસ્તારો લાંબા સમયથી વિદ્રોહથી પીડિત હતા, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીનું એકમાત્ર ધ્યાન આપણા આદિવાસી વિસ્તારોના વિકાસ પર છે, આવી સ્થિતિમાં અમે આસામના તમામ જૂથો અને લોકો સાથે કરાર કર્યા છે અને આસામના આદિવાસી વિસ્તારોમાં વિકાસની લહેર ચાલી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા 10 વર્ષમાં આસામના આદિવાસી વિસ્તારોમાં ઉગ્રવાદી ગતિવિધિઓ પર સંપૂર્ણ રોક લાગી છે.

20 હજાર કરોડની વિકાસ યોજના અમલમાં મૂકીઃ હિંમંત બિસ્વા

વધુમાં તેમણે કહ્યું કે, દીપુ લોકસભા મતવિસ્તારમાં અમારી ટ્રિપલ એન્જિન સરકાર લગભગ 20 હજાર કરોડની વિકાસ યોજના અમલમાં મૂકી રહી છે. આજે આસામના આ દુર્ગમ પહાડી વિસ્તારોમાં વિકાસની આ ગતિ પીએમ મોદીના કારણે જ શક્ય બની છે.

Advertisement

આ પણ વાંચો: Foreign Minister: વિદેશ મંત્રી એસ. જયશંકર ગુજરાતના પ્રવાસે, ચીન મામલે આપ્યો ઘાતક જવાબ

આ પણ વાંચો: Lok Sabha ELection 2024: રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યા વાક્ પ્રહાર

આ પણ વાંચો: S Jaishankar in Rajkot: વિદેશ મંત્રી એસ જયશંકરે કરી ખાસ વાત, કહ્યું – ભારત UNSC નું સ્થાયી સભ્ય બનશે જ!

Tags :
Advertisement

.