Tamil Nadu Exit Poll: DMK-કોંગ્રેસનું વર્ચસ્વ ચાલુ રહેશે કે પછી NDA મારશે બાજી? જાણો શું કહે છે એક્ઝિટ પોલ...
Tamil Nadu Exit Poll : આજે લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. હવે મતગણતરી 4 જૂન એટલે કે મંગળવારે થશે. 4 તારીખ કોના માટે શુભ રહેશે તે જાણવા માટે થોડી રાહ જોવી પડશે. પરંતુ તે પહેલા ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ (Tamil Nadu)ના પરિણામો સામે આવી ગયા છે. દક્ષિણના સૌથી મોટા રાજ્ય તમિલનાડુની વાત કરવામાં આવે તો ત્યા લોકસભાની કુલ 39 બેઠકો છે. આ તમામ બેઠકો પર 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું.
તમિલનાડુ | |
NDA | 2-4 |
AIADMK+ | 0-2 |
INDIA | 33-37 |
OTH | 0 |
Exit Poll ના આંકડા જોવામાં આવે તો ભાજપ અત્યારે પાછળ ચાલી રહીં છે. તમિનનાડુની 39 બેઠકોમાંથી ભાજપને 2-4, AIADMKને 0-2 અને INDIA ગઠબંધનને 33-37 જ્યારે અન્યને 0 બેઠકનો અંદાજ આવી રહ્યો છે.
ભાજપ આ વખતે 400 બેઠકો જીતવાના લક્ષ્યને નડી શકે છે DMK!
તમને જણાવી દઇએ કે, એમકે સ્ટાલિનની આગેવાની હેઠળના DMK જે આ દક્ષિણ રાજ્યમાં સત્તામાં છે, જે લોકસભા બેઠકોની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય છે, રાજ્યમાં ભારત બ્લોકનું નેતૃત્વ કરી રહ્યું છે. તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ આ વખતે 400 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે અને તેની નજર દક્ષિણ, ખાસ કરીને તમિલનાડુ પર છે.
છેલ્લા તબક્કાના અંતના અડધા કલાક પછી જ આ જારી કરી શકાય
તમને જણાવી દઇએ કે, ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા બાદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ એક્ઝિટ પોલ કે સર્વે બહાર પાડી શકાશે નહીં. નોંધનીય છે કે, મતદાનના છેલ્લા તબક્કાના અંતના અડધા કલાક પછી જ આ જારી કરી શકાય છે. આજે લોકસભા ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે. અડધા કલાક પછી એટલે કે સાંજે 6.30 વાગ્યાથી એક્ઝિટ પોલના પરિણામો આવવાનું શરૂ થઈ જશે. નોંધનીય છે કે, અનેક મીડિયા દ્વારા એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવશે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાનો એક્ઝિટ પોલ દેશનો સૌથી વિશ્વસનીય એક્ઝિટ પોલ માનવામાં આવે છે.
લોકસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ ઉત્સાહમાં રહીં છે. આ સાથે સાથે લોકોમાં પણ મતદાનને લઈને ભારે જોશ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને લઈને સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. આ સાથે સાથે લોકસભાની ચૂંટણીને લઈને 4 જૂને મતગણતરી થશે. આ દિવસે નક્કી થશે કે દેશમાં કઈ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે?