Surat : નિલેશ કુંભાણીથી છેડો ફાડતી કોંગ્રેસ
Surat : સુરત (Surat) લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી થયા બાદ ટેકેદારોની ખોટી સહીના મુદ્દે જેમનું ફોર્મ રદ કરાયું હતું તેવા નિલેશ કુંભાણીને કોંગ્રેસે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસનો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા જેવો ઘાટ
લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસે અંતે નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસનો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો છે. નિલેશ કુંભાણીએ સુરતમાં કોંગ્રેસનો દાવ નાખ્યો હતો કારણ કે જેને ઉમેદવાર બનાવ્યા એમણે જ મોટો ખેલ કરી નાખ્યો હતો. ટેકેદારોની એફિડેવિટ પછી નિલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયું હતુ. નિલેશ કુંભાણી વિરુદ્ધ સ્થાનિક નેતાઓ સતત આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસના અસલમ સાયકલવાલાએ આરોપ જ કર્યા હતા
તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી
શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઇ પટેલે નિલેશ કુંભાણીને પત્રમાં જણાવ્યું કે તમોને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી. તમારા ફોર્મને રદ્દ થવાની બાબતમાં તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભારતીય જનતા પાર્ટી સાથે તમારું મેળાપીપણું હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી. આમ છતાં, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તમો નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈપણ જાતનો તમારા પક્ષે ખુલાસો કરેલ નથી, જેથી પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
તમારું ફોર્મ રદ્દ થવું એ અત્યંત કમનસીબ ઘટના
તમારું ફોર્મ રદ્દ થવું એ અત્યંત કમનસીબ ઘટના છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રનો દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ, લાલચ, ભય અને ત્રાસ આપીને બધા જ ફોર્મ પરત ખેંચાવી લઈને લોકશાહીની હત્યા કરી છે. મતદાતાને ચૂંટણી સમયે મત આપવાનો એક પવિત્ર અધિકાર છે.
આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરમાં લખાશે
સુરતમાં બનેલ ઘટનાથી લોકોના મત આપવાના અધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા તરાપ મારવામાં આવી છે અને લોકશાહીના ઈતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરમાં લખાશે. 18 વર્ષની ઉંમરનો થયેલ યુવા મતદાર પ્રથમ વખત લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા થનગની રહ્યો હતો તેને પણ હતાશા પ્રાપ્ત થઈ છે. આ પ્રકારની પરિસ્થિતિ એ અત્યંત શરમજનક ઘટના છે. આપ જાણતા હશો કે આપશ્રી સામે પણ સુરતના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયાથી લઈને તમામ સ્થળોએ તમારી સામે ભયંકર રોષ લોકો ઠાલવી રહ્યા છે. આથી, આપને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો શિસ્ત સમિતિએ નિર્ણય લીધેલો છે.
આ પણ વાંચો----- Navsari : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું શક્તિ પ્રદર્શન
આ પણ વાંચો---- BJP Gujarat: ‘આપ’ને છોડ્યા પછી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ધારણ કરશે કેસરિયો
આ પણ વાંચો---- VADODARA : મતદાન માટે બેલેટ મોકલી અપાયા