Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Lok Sabha : દેશના ઇતિહાસમાં અત્યાર સુધી 28 સાંસદ લોકસભામાં બિનહરીફ

Surat Lok Sabha : સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ રચાયો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તમામ અપક્ષોએ પણ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા છે અને હવે ગણતરીની મિનિટો પહેલાં જ BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પરત...
02:50 PM Apr 22, 2024 IST | Vipul Pandya
SURAT BJP

Surat Lok Sabha : સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ રચાયો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તમામ અપક્ષોએ પણ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા છે અને હવે ગણતરીની મિનિટો પહેલાં જ BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. આવો જાણીએ અગાઉ કયા પક્ષના કેટલા ઉમેદવારો આ રીતે બિનહરિફ ચૂંટાયેલા છે.

BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પરત ખેંચ્યું

સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે અને પ્રથમ વખત લોકસભામાં ભાજપ બિનહરીફ ચૂંટાયું છે. તમામ અપક્ષોએ પણ ઉમેદવારી ફોર્મ ખેંચ્યા બાદ BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતું અને તેથી જ હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે ઇતિહાસ રચાયો છે.

 

સૌથી વધુ વખત જમ્મુ-કાશ્મીરની બેઠક પરથી બિનહરીફ

જો કે સમગ્ર વિશ્વમા સૌથી મોટા લોકતંત્ર તરીકેનો ખિતાબ મેળવનારી ભારતીય લોકશાહીમાં વિના વિરોધ ચૂંટાયેલા સંસદસભ્યોમાં સૌથી વધુ કૉંગ્રેસ પાર્ટીના નેતાઓનો સમાવેશ થાય છે અને સૌથી વધુ વખત જમ્મુ-કાશ્મીરની બેઠક પરથી વિના વિરોધ સંસદસભ્યો ચૂંટાયા છે.

લોકસભામાં બિનહરીફ ચૂંટાયેલા સાંસદોની વિગત

પાર્ટી આધારિત બિનહરીફ ચૂંટાયેલા સંસદસભ્યો

બિનહરીફ લોકસભાના સાંસદ બનેલા મોટા નેતા

વિધાનસભામાં બિનહરીફ થવાનો ઈતિહાસ

➤ 298 ધારાસભ્ય અત્યાર સુધીમાં બિનહરીફ ચૂંટાયા
➤ 77 ધારાસભ્ય સાથે નાગાલેન્ડ સૌથી આગળ
➤ 63 ધારાસભ્ય જમ્મુ-કાશ્મીરથી બિનહરીફ ચૂંટાયા છે
➤ 40 ધારાસભ્ય અરુણાચલ પ્રદેશથી બિનહરીફ ચૂંટાયા
➤ 34 આંધ્ર અને 18 ધારાસભ્ય આસામથી બિનહરીફ ચૂંટાયા
➤ 6 ધારાસભ્ય ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી બિનહરીફ ચૂંટાયા
➤ 47 ધારાસભ્ય 1962માં 6 રાજ્યોમાં બિનહરીફ ચૂંટાયા, જે કોઈ એક વર્ષમાં સૌથી વધુ હતું.
➤ 45 ધારાસભ્ય 1998માં, 33 -33 ધારાસભ્ય 1967 અને 1972માં ચૂંટાયા
➤ 10 ભાજપના ધારાસભ્ય હાલની અરુણાચલ પ્રદેશની ચૂંટણીમાં 2024માં ચૂંટાયા

પક્ષોના આંકડા કેવા છે?

➤ 195 ધારાસભ્યો સાથે આ મામલે કોંગ્રેસ સૌથી આગળ છે
➤ નેશનલ કોન્ફરન્સના 34 અને ભાજપના 15 ધારાસભ્યો બિનહરીફ ચૂંટાયા છે
➤ 29 અપક્ષ ધારાસભ્યો અત્યાર સુધી બિનહરીફ ચૂંટાયા છે

આ પણ વાંચો------ LOKSABHA 2024 : ચૂંટણી પહેલા જ સુરતમાં ખીલ્યું ભાજપની જીતનું કમળ

આ પણ વાંચો---- ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણીનો ફોન સતત બંધ આવતા અનેક તર્કવિતર્ક

આ પણ વાંચો----- Congress : કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી, નિશિકાંત દુબે સામે ઉમેદવાર બદલ્યા…

 

Tags :
Amit ShahBJPCongressGujaratGujarat FirstMUKESH DALALNarendra ModiNilesh Kumbhanipolitical historySurat Lok SabhaSurat Lok Sabha seatunopposed candidate
Next Article