Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara News : વાઘોડીયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામુ

Vadodara news: ગુજરાતના રાજકારણમાં ફરીથી એકવાર ગરમાવો આવ્યો છે. વડોદરા (Vadodara) જિલ્લાના વાઘોડીયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે રાજીનામુ આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્વૈચ્છાએ રાજીનામુ આપ્યું છે. આ જ મહિનામાં ધારાસભ્યની ચોથી વિકેટ પડી છે....
01:15 PM Jan 25, 2024 IST | Vipul Pandya
VAGHODIYA MLA

Vadodara news: ગુજરાતના રાજકારણમાં ફરીથી એકવાર ગરમાવો આવ્યો છે. વડોદરા (Vadodara) જિલ્લાના વાઘોડીયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે રાજીનામુ આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્વૈચ્છાએ રાજીનામુ આપ્યું છે. આ જ મહિનામાં ધારાસભ્યની ચોથી વિકેટ પડી છે.

વાઘોડીયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામુ

લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે એક પછી એક ધારાસભ્યોના રાજીનામા પડી રહ્યા છે તો ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી કોંગ્રેસના 2 ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના 1 અપક્ષ ધારાસભ્યે રાજીનામુંઆપ્યું છે ત્યારે આજે વડોદરા જિલ્લાના વાઘોડીયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામુ આપી દેતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

હું મારા મતદારોને પુછીને રાજીનામુ આપી રહ્યો છું

ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે હું મારા મતદારોને પુછીને રાજીનામુ આપી રહ્યો છું. હું ભાજપમાં હતો અને ભાજપમાં જોડાઇશ. તેમણે કહ્યું કે મતદારોને પુછીને જ હું ભાજપમાં જોડાઇ રહ્યો છું. મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. અયોધ્યામાં રામલલા બિરાજમાન થયા છે અને હિન્દુ ધર્મ સાથે લાગણી જોડાયેલી છે. મારી વાઘોડીયાની જનતાનો આ અભિપ્રાય છે. વડોદરા દુર્ઘટનાના શોકના કારણે અત્યાર સુધી રાજીનામુ આપ્યું ન હતું.

12.39 કલાકે મને રાજીનામુ આપ્યું

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કહ્યું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્વૈચ્છાએ રાજીનામુ આપ્યું છે. તેમણે કહ્યું કે 12.39 કલાકે મને રાજીનામુ આપ્યું છે.

રાજીનામા સાથે વિધાનસભામાં સંખ્યાબળ 178

ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. તેઓ 2022માં વાઘોડીયા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા. તેઓ વડોદરા જિલ્લાના સૌથી ધનિક ઉમેદવાર હતા. તેઓ અગાઉ ભાજપમાં જ હતા અને રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. રાજીનામા સાથે વિધાનસભામાં સંખ્યાબળ 178 થયું છે.

આ પણ વાંચો---BJP : લોકસભા ચૂંટણી માટે ભાજપનું નવુ સ્લોગન આ હશે..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPdharmendrasinh vaghelaGujarat vidhansabhaIndependent MLAloksabha election 2024Vadodaravaghodiya
Next Article